Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ઇઝરાયલી પ્રજા તો આડા પડીને બેઠેલાં સિંહ-સિંહણ જેવી છે અને તેમને છંછેડવાની હિંમત કોણ કરે? “જે કોઈ ઇઝરાયલને આશિષ આપે તે આશીર્વાદિત થશે. જે કોઈ ઇઝરાયલને શાપ આપે તે શાપિત થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે સિંહની માફક તથા સિંહણની માફક લપાઈને સૂતો; તેને કોણ ઉઠાડશે? જે તને આશીર્વાદ આપે તે સર્વ આશીર્વાદિત થાઓ, અને જે તને શાપ આપે તે સર્વ શાપિત થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે સિંહ તથા સિંહણની માફક નીચે નમીને ઊંઘે છે. તેને ઉઠાડવાની હિંમત કોણ કરે? તને જે આશીર્વાદ આપે તે આશીર્વાદિત થાઓ; તને જે શાપ આપે તે શાપિત થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી તે આડો પડીને ઊઘે છે, તેને ઉઠાડવાની હિંમત કોણ કરે? હે ઇસ્રાએલીઓ, તમને જે આશીર્વાદ આપે તેના પર આશીર્વાદ ઊતરો, તમને જે શ્રાપ આપે તેના પર શ્રાપ ઊતરો.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:9
21 Iomraidhean Croise  

તને આશિષ આપનારાઓને હું આશિષ આપીશ; જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશિષ આપીશ.”


લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”


યહૂદા તો સિંહ જેવો છે. તે તો જાણે શિકાર કરીને આવ્યો છે. તે સિંહની જેમ લપાઈને બેઠો છે. એ તો સિંહણ જેવો છે; એને કોણ છંછેડે?


સિંહાસન પર ચઢવા છ પગથિયાં હતાં અને તેની સાથે સોનાથી મઢેલું પાયાસન પણ હતું. સિંહાસનની બન્‍ને બાજુ હાથા હતા અને પ્રત્યેક બાજુ પર સિંહાકૃતિ હતી.


તેણે તેની પત્ની ઝેરેશને તથા મિત્રોને પોતાની હાલત જણાવી. ત્યારબાદ તેની પત્ની અને મિત્રોએ કહ્યું, “મોર્દખાય આગળ તારું પતન થશે, કારણ કે તે યહૂદી છે. તું તેની પ્રગતિ રોકી શકવાનો નથી. પણ તે તો તારું પતન જોવા જીવશે.”


કોઈ તેને છંછેડે ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, કોઈની મગદૂર છે કે તેની સામે ઊભો રહે?


યરુશાલેમની આબાદી માટે પ્રાર્થના કરો; “હે યરુશાલેમ, તારા પર પ્રેમ કરનાર સમૃદ્ધ બનો.”


ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે!


પરંતુ તમે જો તેની આજ્ઞા માનશો અને મારી આજ્ઞા પ્રમાણે બધું કરશો તો હું તમારા સર્વ દુશ્મનોની સાથે લડીશ.


પ્રભુએ મને કહ્યું, “સિંહ પોતાના પકડેલા શિકાર પર ધૂરક્તો હોય ત્યારે ઘણા ભરવાડોને એકઠા કરવામાં આવે તો તેમના બુમાટાથી કે હોકારાથી સિંહ ગભરાઈ જતો નથી. તેવી જ રીતે સર્વસમર્થ પ્રભુ સિયોનના રક્ષણાર્થે તેના શિખર પર ઊતરી આવતાં કોઈથી રોકાશે નહિ.


પ્રજાઓમાં બાકી રહી ગયેલા ઇઝરાયલના કેટલાક લોકો વનમાં કે ગૌચરોમાં શિકાર શોધતા સિંહના જેવા થશે. સિંહ ઘેટાંના ટોળામાં ધૂસે છે, તેમના પર ત્રાટકે છે અને તેમને ફાડી ખાય છે, અને બચાવની કોઈ આશા હોતી નથી.


ઈશ્વરે બલામને કહ્યું, “આ લોકો સાથે તું જઈશ નહિ અને ઇઝરાયલીઓને શાપ આપીશ નહિ. કારણ, મેં તેમને આશીર્વાદિત કરેલા છે.”


તેમની લશ્કરી તાક્ત અમારા કરતાં વધારે છે. તેથી કૃપા કરીને જલદી આવ અને આ લોકોને શાપ દે; કદાચ એમ હું તેમને હરાવી શકીશ અને તેમને દેશમાંથી હાંકી કાઢી શકીશ. કારણ, હું જાણું છું કે તું જેને આશિષ આપે છે તે આશીર્વાદિત થાય છે અને તું જેને શાપ દે છે તે શાપિત થાય છે.”


ઊભી થયેલી સિંહણ અને તરાપ મારનાર સિંહ જે પોતાનો શિકાર મારીને ખાય નહિ અને તેનું લોહી પીએ નહિં ત્યાં સુધી નિરાંતે બેસતાં નથી, તેમના જેવી ઇઝરાયલી પ્રજા છે.”


આ સાંભળીને બાલાકને બલામ પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે પોતાની મુક્કી પછાડીને બલામને કહ્યું, “મારા દુશ્મનોને શાપ આપવા માટે હું તને લઈ આવ્યો પણ તેં તો તેને બદલે તેમને ત્રણ ત્રણ વાર આશિષ આપી!


રાજા વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારે માટે કર્યું.’


રાજા તેમને વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ નાનાઓમાં એકને મદદ કરવાનો તમે ઇનકાર કર્યો ત્યારે તે તમે મારે માટે કર્યું નહિ.’


તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?”


તમારા ઈશ્વર પ્રભુ તમારો તિરસ્કાર કરનાર અને તમારા પર જુલમ કરનાર તમારા શત્રુઓ પર આ સર્વ શાપ લાવશે.


Lean sinn:

Sanasan


Sanasan