Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેમનાં સિંચાઈનાં પાત્રોમાંથી પાણી છલકાઈને વહેશે અને તેમનાં બીજ સારી રીતે સિંચાયેલાં ખેતરોમાં વવાશે. તેમનો રાજા અગાગના કરતાંયે મહાન થશે અને તેનું રાજ ચારે બાજુ પ્રસરેલું હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેની ડોલમાંથી પાણી વહેશે, અને ઘણાં પાણીઓમાં તેનું બીજ રહેશે, અને તેનો રાજા અગાગના કરતાં મોટો થશે. અને તેનું રાજ્ય પ્રતાપી રાજ્ય થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેની ડોલમાંથી પાણી વહેશે, ઘણાં પાણીઓમાં તેનું બીજ છે. તેઓનો રાજા અગાગ કરતાં મોટો થશે, તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે, તેઓને ભરપૂર પાણીથી આશીર્વાદિત કરવામાં આવશે. ઘણું જળસીંચન કરેલા ખેતરોમાં તે બી વાવશે. તેઓનો રાજા અગાગ રાજા કરતાં મહાન થશે; તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:7
29 Iomraidhean Croise  

એ પરથી દાવિદને લાગ્યું કે પ્રભુએ તેને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને પોતાના લોક ઇઝરાયલને લીધે રાજ્યને વૈભવશાળી બનાવ્યું છે.


શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા.


તૂરનો રાજા હીરામ દાવિદનો હંમેશનો મિત્ર હતો અને શલોમોન તેના પિતા દાવિદની જગ્યાએ રાજા બન્યો છે એવું સાંળીને હીરામે તેની પાસે પોતાના એલચીઓ મોકલ્યા.


તેથી દાવિદને ખબર પડી કે પ્રભુએ તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપન કર્યો છે અને તેના લોકને માટે તેના રાજ્યનો વૈભવ ઘણો વધાર્યો છે.


યરુશાલેમમાં પરાક્રમી રાજાઓએ યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંત પર રાજ કરેલું છે અને લોકોએ તેમને કરવેરા ભર્યા છે.


ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો.


તમે મને લોકો સાથેના સંઘર્ષથી ઉગાર્યો, અને મને ઘણા દેશો પર શાસક તરીકે નીમ્યો; હું ઓળખતો પણ નહોતો તેવા લોકોએ મારી તાબેદારી સ્વીકારી.


“મહામંડળીમાં ઈશ્વરને ધન્ય કહો, ઇઝરાયલના સંમેલનમાં પ્રભુની સ્તુતિ કરો.


સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરો અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરો.


હું તેને મારો જયેષ્ઠ પુત્ર અને પૃથ્વીના રાજાઓમાં સર્વોચ્ચ બનાવીશ.


આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતોમાં મુખ્ય બની રહેશે, અને તેને બધા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે. બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની જેમ ચાલી આવશે.


એ દિવસે તમારા દુશ્મનોના કિલ્લા તોડી પડાશે અને તેમની ક્તલ થશે. તે દિવસે પ્રત્યેક ઊંચા પર્વત પરથી અને પ્રત્યેક ડુંગર પરથી પાણીનાં ઝરણાં વહેવા માંડશે.


હે ઇઝરાયલને નામે ઓળખાતા યાકોબના વંશજો, યહૂદાના વંશમાં ઊતરી આવેલા લોક, તમે આ સાંભળો: તમે યાહવેને નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરની આરાધના તો કરો છો, પણ સચ્ચાઈથી કે નિખાલસપણે નહિ.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


બેબિલોનને કહો, ‘તું ઘણી નદીઓ અને નહેરો પર વસેલું છે, અને તારા ધનના ભંડારો ભરપૂર છે. પણ હવે તારો અંત આવ્યો છે, તારી જીવાદોરી કાપી નાખવામાં આવી છે.’


એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.


પછી બલામે દર્શનમાં અમાલેકીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “અમાલેકીઓ બધી પ્રજાઓમાં સૌથી બળવાન હતા, પણ અંતે તેમનો સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે.”


નાથાનાએલે જવાબ આપ્યો, “ગુરુજી, તમે ઈશ્વરના પુત્ર છો! તમે ઇઝરાયલના રાજા છો!”


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


પછી સાત પ્યાલાવાળા સાત દૂતોમાંનો એક મારી પાસે આવ્યો અને તેણે કહ્યું, “ચાલ, ઘણાં પાણી પર બેઠેલી નામચીન વેશ્યાને કેવી સજા થશે તે બતાવું.


દૂતે મને એ પણ કહ્યું, “જે ઘણાં પાણી તેં જોયાં, જેના પર પેલી વેશ્યા બેઠી છે, તે તો પ્રજાઓ, લોકો, રાષ્ટ્રો અને ભાષાઓ છે.


તેના ઝભ્ભા પર અને તેની જાંઘ પર “રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan