Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પછી બલામે દર્શનમાં અમાલેકીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “અમાલેકીઓ બધી પ્રજાઓમાં સૌથી બળવાન હતા, પણ અંતે તેમનો સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેણે અમાલેકને જોઈને દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અમાલેક દેશજાતિઓમાં પહેલો હતો. પણ છેવટે તેનો વિનાશ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પછી બલામે અમાલેકીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું, “અમાલેકી પહેલું મોટું રાજ્ય હતું, પણ તેનો છેલ્લો અંત વિનાશ હશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પછી બલામે અમાંલેકીઓને જોયા અને ભવિષ્યવાણી પ્રગટ કરી: “અમાંલેકીઓ સર્વ પ્રજાઓમાં આગળ હતા; પણ તેનો અંત સંપૂર્ણ વિનાશમાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:20
18 Iomraidhean Croise  

તેમણે ત્યાં બાકી રહી ગયેલા અમાલેકીઓનો સંહાર કર્યો અને ત્યારથી ત્યાં વસેલા છે.


ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો.


રાજાએ તે પ્રમાણે કરવા આદેશ આપ્યો, અને સૂસામાં તેની જાહેરાત કરવામાં આવી. હામાનના દસેય પુત્રોનાં શબ જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવ્યાં.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “વિજયનો આ બનાવ યાદગીરી અર્થે પુસ્તકમાં લખી લે. વળી, યહોશુઆને કહે કે હું અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કરીશ.”


તેણે કહ્યું, “પ્રભુનો વિજયધ્વજ ફરક્તો રહો! પ્રભુ હમેશા અમાલેકીઓ સાથે યુદ્ધ જારી રાખશે.”


અમાલેકીઓએ રફીદીમમાં આવીને ઇઝરાયલીઓ પર હુમલો કર્યો.


તે અદોમીઓને પગ તળે કચડી નાખશે અને નગરના બચી ગયેલાઓનો પણ વિનાશ કરશે.”


તેઓ સાયપ્રસમાંથી આક્રમણ કરનારાં વહાણો લઈને આવશે. તેઓ આશ્શૂર અને એબેર પર જુલમ કરશે અને છેવટે તે પણ કાયમને માટે નાશ પામશે.”


તેમનાં સિંચાઈનાં પાત્રોમાંથી પાણી છલકાઈને વહેશે અને તેમનાં બીજ સારી રીતે સિંચાયેલાં ખેતરોમાં વવાશે. તેમનો રાજા અગાગના કરતાંયે મહાન થશે અને તેનું રાજ ચારે બાજુ પ્રસરેલું હશે.


જ્યારે જ્યારે ઇઝરાયલીઓ વાવણી કરે ત્યારે ત્યારે મિદ્યાનીઓ પોતાની સાથે અમાલેકીઓ અને અન્ય પૂર્વપ્રદેશની જાતિઓને લઈને ચડી આવતા અને તેમના પર હુમલો કરતા.


તેણે શૂરાતનપૂર્વક લડીને અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલીઓને સર્વ હુમલાખોરોથી બચાવ્યા.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી આવતા હતા ત્યારે અમાલેકીઓએ તેમનો સામનો કર્યો હતો. એ વાત ઈશ્વરે લક્ષમાં લીધેલી છે.


બે દિવસ પછી દાવિદ અને તેના માણસો સિકલાગમાં પાછા આવ્યા. દરમ્યાનમાં અમાલેકીઓએ દક્ષિણ યહૂદિયા અને સિકલાગ પર હુમલો કર્યો હતો. તેમણે સિકલાગને સર કરીને તેને બાળી નાખ્યું હતું.


બીજે દિવસે વહેલી સવારે દાવિદે તેમના પર હુમલો કર્યો અને સાંજ સુધી લડયો. ઊંટ પર બેસીને ભાગી ગયેલા ચારસો જુવાન માણસો સિવાય તેમાંનું કોઈ બચ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan