Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હવે બલામને ખબર પડી ગઈ હતી કે પોતે ઇઝરાયલીઓને આશિષ આપે એવું પ્રભુ ઈચ્છે છે, તેથી પ્રથમની માફક તે શકુન જોવા ગયો નહિ. પણ રણપ્રદેશ તરફ મોં ફેરવીને ઊભો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો એ યહોવાને સારું લાગ્યું છે, ત્યારે તે આગળની જેમ શકુન જોવા ગયો નહિ, પણ તેણે અરણ્યની તરફ પોતાનું મુખ રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો તે યહોવાહને પસંદ પડ્યું છે, તેથી તે મંત્રવિદ્યા કરવા ગયો નહિ, પણ, તેણે અરણ્યની તરફ જોયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:1
13 Iomraidhean Croise  

તેથી બલામે સવારે ઊઠીને બાલાકના આગેવાનોને કહ્યું, “તમે તમારે ઘેર પાછા જાઓ. કારણ, પ્રભુએ મને તમારી સાથે આવવાની ના પાડી છે.


તેથી મોઆબ અને મિદ્યાનના આગેવાનો પોતાની સાથે શાપ અપાવવા માટેની રકમ લઈને બલામની પાસે ગયા અને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.


બલામે બાલાકને કહ્યું, “તું અહીં તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ત્યાં જઈને ઈશ્વરને મળી આવું.”


મને તો આશિષ આપવાની સૂચના મળી છે અને જ્યારે ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે ત્યારે મારાથી તે બદલાય નહિ.


ઇઝરાયલી પ્રજાની વિરુધ કોઈ તંત્રમંત્ર ચાલે એમ નથી, યાકોબના વંશજો વિરુધ કોઈ જાદુમંતર સફળ થાય એમ નથી, હવે તો લોકો ઇઝરાયલીઓ વિષે કહેશે, ‘જુઓ તો ખરા, તેમના ઈશ્વરે કેવું અજાયબ કામ કર્યું છે!’


તેથી બાલાક બલામને રણપ્રદેશની સામે આવેલા પયોર શિખર પર લઈ ગયો.


પછી બલામે બાલાકને કહ્યું, “તું તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ઉપર જાઉં, કદાચ પ્રભુ મને મળવા આવશે. તે મને જે પ્રગટ કરશે તે હું તને જણાવીશ.” પછી તે એક વેરાન ટેકરી પર એકલો ગયો.


બાલાકે બલામના કહ્યા પ્રમાણે કર્યું. તેણે દરેક યજ્ઞવેદી પર એક આખલા અને એક ઘેટાનો યજ્ઞ કર્યો.”


પયોર ખાતે બલામની સલાહથી આવી વિધર્મી સ્ત્રીઓએ જ ઇઝરાયલી લોકોને પ્રભુ પ્રત્યે બેવફા બનાવ્યા હતા, અને તેથી પ્રભુની જમાતમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો.


પરંતુ મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે: તારે ત્યાં કેટલાક બલઆમના શિક્ષણને અનુસરનાર છે. ઇઝરાયલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલઆમે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે.


હવે મને ખાતરી થઇ કે તું ઇઝરાયલનો રાજા થવાનો છે અને તારા શાસન હેઠળ રાજ્ય સ્થિર થશે.


એ સાંભળીને શાઉલ તરત જ ઇઝરાયલમાંથી ત્રણ હજાર ચુનંદા યોદ્ધાઓ લઈને દાવિદને શોધવા ઝીફના વેરાનપ્રદેશમાં ગયો.


શાઉલે કહ્યું, “મારા પુત્ર, ઈશ્વર તને આશિષ આપો. તું બધી બાબતોમાં સફળ થાઓ.” એમ દાવિદ પોતાને રસ્તે પડયો અને શાઉલ ઘેર પાછો ગયો.


Lean sinn:

Sanasan


Sanasan