Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 23:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ત્યાં ઈશ્વર તેને મળ્યા. બલામે તેમને કહ્યું, “મેં સાત યજ્ઞવેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક આખલા અને એક ઘેટાનું અર્પણ કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને બલામને ઈશ્વરનો મેળાપ થયો; અને ઈશ્વરે તેને કહ્યું, “મેં સાત વેદીઓ તૈયાર કરી છે, ને પ્રત્યેક વેદી પર મેં એક ગોધાનો તથા એક ઘેટાનો હોમ કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈશ્વર તેને મળ્યા અને બલામે યહોવાહને કહ્યું, “મેં સાત વેદીઓ બાંધી છે અને દરેક પર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યાં તેને દેવનો મેળાપ થયો. બલામે યહોવાને કહ્યું, “મેં સાત વેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક બળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 23:4
12 Iomraidhean Croise  

તે રાત્રે ઈશ્વરે આવીને બલામને કહ્યું, “જો આ માણસો તને લઈ જવા માટે આવ્યા હોય તો તું તેમની સાથે જા. તું તૈયાર થઈને જા, પણ હું જે કહું તેટલું જ કહેજે.”


ઈશ્વરે બલામની પાસે આવીને પૂછયું, “તારી સાથે ઊતરેલા આ લોકો કોણ છે?”


બલામે બાલાકને કહ્યું, “મારે માટે તું અહીં સાત યજ્ઞવેદી બાંધ અને મને સાત આખલા અને સાત બકરા લાવી આપ.”


પ્રભુ બલામને મળ્યા, પોતાની વાણી સંભળાવતાં તેમણે કહ્યું, “બાલાક પાસે પાછો જા અને આ પ્રમાણે કહેજે.”


પછી બલામે બાલાકને કહ્યું, “તું તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ઉપર જાઉં, કદાચ પ્રભુ મને મળવા આવશે. તે મને જે પ્રગટ કરશે તે હું તને જણાવીશ.” પછી તે એક વેરાન ટેકરી પર એકલો ગયો.


પછી બાલાકને શો સંદેશો આપવો તે જણાવીને પ્રભુએ બલામને પાછો મોકલ્યો.


તેમણે કહ્યું, ’આ જે છેલ્લા કામ કરવા આવ્યા તેમણે ફક્ત એક જ કલાક કામ કર્યું, જ્યારે અમે તો આખો દિવસ સખત તાપમાં કામ કર્યું છે, છતાં તમે તેમને અને અમને એકસરખું વેતન આપ્યું છે!’


સપ્તાહમાં બે વાર તો હું ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દસમો ભાગ દાનમાં આપું છું.’


તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.


તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના, નથી. કારણ, હવે નિયમપાલનનું નહિ, પણ વિશ્વાસનું મહત્ત્વ છે.


આથી એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી. કારણ, તે તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી.


Lean sinn:

Sanasan


Sanasan