Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેમની લશ્કરી તાક્ત અમારા કરતાં વધારે છે. તેથી કૃપા કરીને જલદી આવ અને આ લોકોને શાપ દે; કદાચ એમ હું તેમને હરાવી શકીશ અને તેમને દેશમાંથી હાંકી કાઢી શકીશ. કારણ, હું જાણું છું કે તું જેને આશિષ આપે છે તે આશીર્વાદિત થાય છે અને તું જેને શાપ દે છે તે શાપિત થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે અર્થે શાપ આપ! કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. કદાચ હુમ તેઓને હારવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું; કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે, ને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કૃપા કરીને આવ અને મારા માટે આ રાષ્ટ્રને શાપ આપ, કેમ કે તેઓ મારા કરતાં વધારે બળવાન છે. કદાચ હું આ લોકોને હુમલો કરીને એવી રીતે મારું કે તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે અને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એ લોકો અમાંરા કરતાં વધારે મજબૂત છે, તેથી કૃપા કરીને તરત આવો અને એ લોકોને શ્રાપ આપો, તો કદાચ હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકું, મને ખબર છે કે, તમે જેને આશીર્વાદ આપો છો તેઓની સાથે સારું થાય છે અને તમે જેને શ્રાપ આપો છો તેઓની સાથે ખોટું થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:6
23 Iomraidhean Croise  

તને આશિષ આપનારાઓને હું આશિષ આપીશ; જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશિષ આપીશ.”


લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”


દરમ્યાનમાં મિખાયાને બોલાવવા ગયેલા અધિકારીએ તેને કહ્યું, “બીજા બધા સંદેશવાહકોએ રાજા માટે સફળતાનું ભવિષ્ય કહ્યું છે; તમે પણ તેવો જ સંદેશ આપો તો સારું.”


તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”


આહાબે જવાબ આપ્યો, “બીજો એક સંદેશવાહક યિમ્લાનો પુત્ર મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું. કારણ, તે મારા સંબંધમાં સારું ભવિષ્ય ભાખતો જ નથી. તેનું ભાખેલું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે.” યહોશાફાટે કહ્યું, “રાજા તરીકે તમારે એવું ન બોલવું જોઈએ.”


કારણ, ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે માર્ગમાં આમ્મોન અને મોઆબના લોકોએ તેમને ખોરાકપાણી આપ્યાં નહિ. એને બદલે, તેમણે ઇઝરાયલને શાપ દેવા માટે બલામને પૈસા આપ્યા, પણ આપણા ઈશ્વરે શાપને આશિષમાં ફેરવી નાખ્યો.


તેઓ ભલે શાપ દે, પણ તમે મને આશિષ આપો; તેઓ ભલે આક્રમણ કરે, પણ તેઓ લજ્જિત થશે; પરંતુ હું તમારો સેવક આનંદિત થઈશ.


વિનાકારણ દીધેલો શાપ ભટક્તી ચકલી અને આમતેમ ઊડતા અબાબીલ પક્ષીની જેમ કોઈનાય પર ઊતરતો નથી.


તેમનાં સંદર્શનો આભાસી છે અને તેમની આગાહી જૂઠી છે. ‘પ્રભુ આમ કહે છે’ એવું કહીને તેઓ મારો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરે છે, પણ મેં તેમને મોકલ્યા નથી. છતાં પોતાની વાણી સાચી પડે એવી અપેક્ષા તેઓ રાખે છે!


હે મારા લોક, મોઆબના રાજા બાલાકે તમારી વિરુદ્ધ મસલત કરી અને બયોરના પુત્ર બલઆમે તેનો કેવો ઉત્તર આપ્યો તે યાદ કરો. વળી, શિટ્ટિમથી ગિલ્ગાલની મુસાફરીમાં બનેલા બનાવો યાદ કરો; એ બધું યાદ કરો એટલે મેં પ્રભુએ તમારો બચાવ કરવા કરેલાં ન્યાયશાસનીય કૃત્યોનો તમને ખ્યાલ આવશે.”


ઈશ્વરે બલામને કહ્યું, “આ લોકો સાથે તું જઈશ નહિ અને ઇઝરાયલીઓને શાપ આપીશ નહિ. કારણ, મેં તેમને આશીર્વાદિત કરેલા છે.”


હું તમને મોટો બદલો આપીશ અને તમે મને જે કંઈ કહેશો તે હું કરીશ. મારી પાસે જલદી આવો અને મારે માટે આ લોકોને શાપ આપો.”


ત્યાર પછી બાલાકે બલામને કહ્યું, “તું મારી સાથે બીજી જગ્યાએ આવ. ત્યાંથી તું બધા નહિ પણ થોડા જ ઇઝરાયલીઓને જોશે. ત્યાંથી મારે માટે તું તેમને શાપ આપ.”


બાલાકે કહ્યું, “મારી સાથે ચાલ. હું તને અન્ય એક જગ્યાએ લઈ જાઉં. કદાચ, ત્યાંથી તું તેમને શાપ આપે એવું ઈશ્વર થવા દે.


ઇઝરાયલી પ્રજા તો આડા પડીને બેઠેલાં સિંહ-સિંહણ જેવી છે અને તેમને છંછેડવાની હિંમત કોણ કરે? “જે કોઈ ઇઝરાયલને આશિષ આપે તે આશીર્વાદિત થશે. જે કોઈ ઇઝરાયલને શાપ આપે તે શાપિત થશે.”


એક દિવસે અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમને એક સ્ત્રીનોકર મળી. તેને આગાહી કરનાર દુષ્ટાત્મા વળગ્યો હતો. ભવિષ્ય ભાખીને તેણે તેના માલિકોને ઘણા પૈસા કમાવી આપ્યા હતા.


કારણ, જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે તે મુસાફરી દરમ્યાન તેમણે તમને આવકાર્યા નહિ અને ખોરાકપાણી પૂરાં પાડવાનો ઈન્કાર કર્યો. એથી વિશેષ, અરામ-નાહરાઈમના પયોર નગરથી બયોરના પુત્ર બલામને તમને શાપ આપવાને નાણાં આપીને રોક્યો હતો.


પછી મોઆબનો રાજા, એટલે સિપ્પોરનો પુત્ર બાલાક તમારી વિરુદ્ધ લડયો. તેણે બયોરના પુત્ર બલઆમને સંદેશો મોકલી બોલાવ્યો અને તમને શાપ દેવા જણાવ્યું.


તેણે દાવિદને કહ્યું, “એ લાકડી શાને માટે છે? તું મને કૂતરો ધારે છે?” અને તે પોતાના દેવોને નામે દાવિદ પર શાપ વરસાવા લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan