Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:34 - પવિત્ર બાઇબલ C.L.

34 બલામે પ્રભુના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. મારો સામનો કરવા તમે મારા માર્ગમાં આડા ઊભા છો તેની મને ખબર ન હતી. મારું જવું તમને પસંદ પડતું ન હોય તો હું ઘેર પાછો જવા તૈયાર છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે; કેમ કે તું મને એટકાવવાને રસ્તામાં ઊભો હતો તે હું જાણતો નહોતો. અને હવે જો તને ખોટું લાગે તો હું પાછો જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 બલામે યહોવાહના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. હું જાણતો ન હતો કે તું માર્ગમાં મારી સામે ઊભો છે. તો હવે, જો આ સફરથી તું નારાજ થયો છે, તો જ્યાંથી હું આવ્યો છું ત્યાં હું પાછો જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 પછી બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યુ છે. માંરી ભૂલ થઈ ગઈ છે, મને ખબર નહોતી કે, તમે માંરા માંર્ગમાં આડા ઊભા છો, તમાંરી ઈચ્છા હું ત્યાં ન જાઉં તેવી હોય તો હું પાછો ઘેર જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:34
16 Iomraidhean Croise  

દાવિદે કહ્યું, “સાચે જ મેં પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને જવાબ આપ્યો, “પ્રભુ તને ક્ષમા આપે છે, તું માર્યો જઈશ નહિ.


એ કાર્યથી નારાજ થઈને ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા.


જ્યારે ઈશ્વરે તેમનામાંના કેટલાકને માર્યાં ત્યારે જ બાકીનાઓ ઈશ્વરને શોધવા લાગ્યા; તેઓ ઈશ્વર તરફ પાછા વળ્યા અને આતુરતાથી તેમને શરણે આવ્યા.


પછી ફેરોએ માણસ મોકલીને મોશે તથા આરોનને બોલાવ્યા અને તેમને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યું છે. પ્રભુ તો ન્યાયી છે, વાંક તો મારો તથા મારા લોકોનો છે.


નહિ તો તે જોઈને પ્રભુ તારા પર નારાજ થશે અને તારા શત્રુ પરથી પોતાનો કોપ પાછો ખેંચી લેશે.


લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો.


બીજે દિવસે વહેલી સવારે તેમણે કહ્યું, “પ્રભુએ જે જગા આપવાનું આપણને વચન આપ્યું હતું ત્યાં જવાને અમે તૈયાર છીએ. કારણ, અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપ કર્યું છે.” એમ કહેતાં જ તેઓ ઊંચા પહાડી પ્રદેશ પર આક્રમણ કરવા નીકળી પડયા.


ઈશ્વરે બલામને કહ્યું, “આ લોકો સાથે તું જઈશ નહિ અને ઇઝરાયલીઓને શાપ આપીશ નહિ. કારણ, મેં તેમને આશીર્વાદિત કરેલા છે.”


ગધેડીએ ત્રણવાર મને જોયો અને એ ત્રણવાર બાજુએ ખસી ગઈ. જો તે ખસી ગઈ ન હોત તો મેં તને ક્યારનો ય મારી નાખ્યો હોત અને ગધેડીને બચાવી લીધી હોત.”


શાઉલે જવાબ આપ્યો, “મેં પાપ કર્યું છે. પ્રભુની આજ્ઞા અને તમારી સૂચનાઓનું મેં પાલન કર્યું નથી. મારા માણસોથી ગભરાઈને તેમની ઈચ્છા પ્રમાણે મેં કર્યું.


શાઉલે જવાબ આપ્યો, “મેં તો પાપ કર્યું છે. પણ મારા લોકના આગેવાનો અને સર્વ ઇઝરાયલની સમક્ષ મારું માન રાખો. મારી સાથે પાછા ચાલો. જેથી હું તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરી શકું.”


પછી તેણે દાવિદને કહ્યું, “તું મારા કરતાં વધારે સાચો છે. તેં મારું ભલું કર્યું છે પણ મેં તારું ભૂંડું કર્યું છે.


શાઉલે જવાબ આપ્યો, “મેં ખોટું કર્યું છે. મારા પુત્ર દાવિદ, પાછો આવ. હું તને ફરી કદી ઇજા નહિ પહોંચાડું. કારણ, તેં આજે રાત્રે મારો જીવ મૂલ્યવાન ગણ્યો છે. હું તો મૂર્ખાઈ કરીને ભારે ભૂલ કરી રહ્યો છું.”


Lean sinn:

Sanasan


Sanasan