Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:22 - પવિત્ર બાઇબલ C.L.

22 બલામ તેમની સાથે ગયો. તેથી ઈશ્વરનો કોપ સળગી ઊઠયો. બલામ પોતાના બે ચાકરો સાથે ગધેડી પર બેસીને જતો હતો ત્યારે તેને રોકવાને માટે પ્રભુનો એક દૂત તેના વિરોધી તરીકે રસ્તા વચ્ચે ઊભો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તે ગયો, માટે ઈશ્વરનો કોપ સળગી ઊઠ્યો; અને તેની સામે થવાને માટે યહોવાનો દૂત રસ્તામાં ઊભો રહ્યો. તે તો પોતાની ગધેડી પર બેઠેલો હતો, ને તેની સાથે તેના બે ચાકર હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ તે ગયો, તેથી ઈશ્વરને ક્રોધ ચઢ્યો હતો. જ્યારે બલામ ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેની સામે થવા માટે રસ્તામાં યહોવાહનો દૂત ઊભો રહ્યો, બલામના બે સેવકો પણ તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પરંતુ બલામ તેઓની સાથે ગયો તેથી દેવને તેના પર રોષ ચઢયો, જ્યારે બલામ પોતાના બે નોકરો સાથે ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેને રોકવા માંટે તેના રસ્તામાં યહોવાનો દૂત ઊભો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:22
11 Iomraidhean Croise  

પછી યેહૂએ હુકમ કર્યો, “બઆલના માનમાં ઉપાસના માટે સંમેલન ભરો.” તેથી ઢંઢેરો પિટાવવામાં આવ્યો,


“તમને મુસાફરીમાં સંભાળવા અને મેં તૈયાર કરેલી જગ્યામાં તમને લઈ જવા હું તમારી આગળ મારા દૂતને મોકલું છું.


મોશેએ રસ્તામાં એક સ્થળે મુકામ કર્યો. પ્રભુ મોશેને ત્યાં મળ્યા અને તે તેને મારી નાખવાના હતા.


દુશ્મનની માફક તેમણે પોતાના બળવાન હાથે પોતાનું ધનુષ્ય અમારા તરફ ખેંચ્યું છે. અમારા હર્ષાનંદસમા સૌને તેમણે મારી નાખ્યા છે. અહીં યરુશાલેમમાં તેમનો કોપાગ્નિ રેડાયો છે.


પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ ‘યિઝ્રએલ’ પાડ; કારણ, યેહૂએ યિઝ્રએલમાં ખૂનરેજી ચલાવી હતી અને તેથી થોડા જ સમયમાં તેનો બદલો હું તેના વંશજો પર વાળીશ અને યેહૂના રાજવંશનો અંત આણીશ.


ગધેડીએ પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને ઊભેલો જોયો એટલે તે માર્ગમાંથી ફંટાઈને ખેતરમાં વળી ગઈ. બલામ તેને ફટકારીને પાછી રસ્તા પર લઈ આવ્યો.


પ્રભુના દૂતે તેને કહ્યું, “તેં ત્રણવાર તારી ગધેડીને કેમ મારી? તારી આ મુસાફરી મને પસંદ નથી. તેથી તને રોકવા હું આવ્યો છું.


પણ પ્રભુના દૂતે બલામને કહ્યું, “તું આ માણસોની સાથે જા. પણ હું તને જે કહું તે જ તારે તેમને કહેવું.” તેથી બલામ બાલાકના માણસો સાથે ગયો.


Lean sinn:

Sanasan


Sanasan