Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:33 - પવિત્ર બાઇબલ C.L.

33 ત્યાર પછી ઇઝરાયલીઓ ત્યાંથી ફંટાઈને બાશાનને માર્ગે આગળ વયા. ત્યારે બાશાનનો રાજા ઓગ પોતે પોતાનું લશ્કર લઈને તેમનો સામનો કરવા એડ્રેઈ આગળ ધસી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને તેઓ વળીને બાશાનને માર્ગે ગયા; અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઈની પાસે યુદ્ધ કરવા માટે તેઓની સામે નીકળી આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 પછી તેઓએ પાછા વળીને બાશાનના રસ્તેથી ગયા. બાશાનનો રાજા ઓગ અને તેનું આખું સૈન્ય તેઓની સાથે યુદ્ધ કરવા એડ્રેઇ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 પછી તેઓએ બાશાન તરફના રસ્તા પર મુસાફરી કરી, બાશાનનો રાજા ઓગ યુદ્ધ માંટે પોતાના સૈન્ય સાથે એડ્રેઈ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:33
20 Iomraidhean Croise  

એટલે અમોરીઓના રાજા સિહોનને, બાશાનના રાજા ઓગને તથા કનાનના સર્વ રાજાઓને તેમણે માર્યા.


બાશાનના રાજા ઓગને પણ સંહાર્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


સાંઢોના મોટા ધણે મને ઘેરી લીધો છે; બાશાનપ્રદેશના હિંસક આખલાઓ મારી ચારે તરફ ફરી વળ્યા છે.


હે ઉન્‍નત પર્વત બાશાન, હે ઘણાં શિખરોવાળા બાશાન પર્વત!


પ્રભુ કહે છે, “હું તમારા દુશ્મનોને બાશાનમાંથી પાછા લાવીશ; હું તેમને સમુદ્રના ઊંડાણોમાંથી કાઢી લાવીશ;


દેશ સુકાઈને વેરાન થયો છે. લબાનોનની વનરાજી લજ્જિત થઈ ચીમળાઈ ગઈ છે. શારોનની ફળદ્રુપ ખીણ રણપ્રદેશ જેવી બની છે. બાશાન અને ર્કામેલ પર્વત પરનાં વૃક્ષોનાં પાંદડાં ખરી પડયાં છે.


તેમણે તારાં હલેસાં બાશાનનાં ઓક વૃક્ષનાં લાકડામાંથી બનાવ્યાં હતાં અને તારું તૂતક સાઇપ્રસમાંથી આણેલા સરુમાંથી બનાવ્યું હતું અને તેને હાથીદાંતથી મઢયું હતું.


સૈનિકોનું માંસ ખાઓ અને પૃથ્વીના શાસકોનું રક્ત પીઓ. એ બધા તો બાશાન દેશના પુષ્ટ મેઢાં, ઘેટાં, બકરાં અને આખલા જેવા છે.


હે સમરૂનની સ્ત્રીઓ, તમે આ સંદેશ સાંભળો: તમે તો સારો ખોરાક ખાઈને તગડી બનેલી બાશાનની ગાયો જેવી છો. તમે નિર્બળોને કચડો છો. ગરીબો પર જુલમ કરો છો અને તમારા પતિઓને “લાવો, અમને મદિરા પાઓ,” એમ સતત કહ્યા કરો છો.


તેથી મોશેએ ગાદ અને રૂબેનના કુળોને તથા યોસેફના પુત્ર મનાશ્શાના અર્ધા કુળને અમોરીઓના રાજા સિહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય એટલે તેમનો આખો પ્રદેશ, તેનાં નગરો, આસપાસની જમીન સાથે વારસામાં આપી દીધો.


હેશ્બોન નગરમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનનો અને આશ્તારોથ તથા એડ્રેઈ નગરોમાં રાજ કરનાર બાશાનના રાજા ઓગનો સંહાર કર્યા પછીનો એ બનાવ છે.


“પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે.


જ્યારે આપણે આ સ્થળે આવી પહોંચ્યા ત્યારે હેશ્બોન નગરનો રાજા સિહોન તથા બાશાન નગરનો રાજા ઓગ આપણી સામે યુધ કરવા ચડી આવ્યા, પણ આપણે તેમનો પરાજય કર્યો.


વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું.


ઇઝરાયલીઓએ તેના દેશનો તથા ઓગ રાજાના દેશનો કબજો કરી લીધો હતો. આ બે રાજાઓ તો યર્દન નદીની પૂર્વે વસનાર અમોરીઓના રાજાઓ હતા.


રફાઇઓના બાકી રહેલા રાજાઓમાંના બાશાનના રાજા ઓગને પણ તેમણે પરાજિત કર્યો. તે આશ્તારોથ તથા એડ્રેઈમાં રહીને રાજ કરતો હતો.


આશ્તારોથ અને એડ્રેઈમાં રહીને રાજ કરનાર રફાઈઓના છેલ્લા રાજા ઓગના આખા રાજ્યનો તેમાં સમાવેશ થઈ જતો હતો. મોશેએ એ બધા લોકોને હરાવીને ત્યાંથી હાંકી કાઢયા હતા.


તેમના પ્રદેશની સરહદ માહનાઈમ સુધી પહોંચતી હતી અને તેમાં આખા બાશાનનો, એટલે તેના રાજા ઓગના આખા રાજ્યનો તેમજ બાશાનમાં આવેલા યાઈરનાં સાઠેય ગામોનો સમાવેશ થતો હતો.


વળી, યર્દનની પૂર્વગમના અમોરી રાજાઓ એટલે, હેશ્બોનના રાજા સિહોન અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગના તેમણે જે હાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan