Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:26 - પવિત્ર બાઇબલ C.L.

26 હેશ્બોન તે અમોરીઓના રાજા સિહોનની રાજધાની હતી. સિહોને મોઆબીઓના અગાઉના રાજા સામે યુધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ કબજે કરી લીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 કેમ કે અમોરીઓનો સીહોન રાજા કે જેણે મોઆબના આગલા રાજા વિરુદ્ધ લડાઈ કરી હતી, ને આર્નોન સુધી, તેનો આખો દેશ તેના હાથમાંથી લઈ લીધો હતો, તેનું નગર હેશ્બોન હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 હેશ્બોન અમોરીઓના રાજા સીહોનનું નગર હતું, સીહોને અગાઉના મોઆબના રાજા સામે યુદ્ધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 હેશ્બોન અમોરીઓના રાજા સીહોનની રાજધાનીનું નગર હતું. અગાઉના મોઆબના રાજા સામે સીહોને યુદ્ધ કરીને આર્નોન સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:26
13 Iomraidhean Croise  

તારી ડોક હાથીદાંતના બુરજ જેવી છે. તારી આંખો હેશ્બોન નગરમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલ કુંડ જેવી છે. તારું નાક દમાસ્ક્સ તરફના લબાનોનના બુરજ જેવું નમણું છે.


તારું શીર્ષ ર્કામેલ પર્વતની જેમ ઊંચું છે. તારા વાળ કિરમજની જેમ ચમકે છે; તેની સુંદરતાએ રાજાને વશ કરી દીધો છે.


મોઆબનું ગૌરવ ચાલ્યું ગયું છે. હેશ્બોન નગરમાં શત્રુઓ તેના પતનનું કાવતરું ઘડે છે: ‘ચાલો, એ આખી પ્રજાનું નિકંદન કાઢી નાખીએ’ હે માદમેન નગર, તને સૂમસામ બનાવી દેવાશે! તારામાં ભયંકર ક્તલેઆમ થશે.


તેઓ જવાબ આપશે, “મોઆબનું પતન થયું છે.” અરે, તે ઉજ્જડ થઈ ગયું છે! તેને માટે હૈયાફાટ રુદન કરો! આર્નોન નદીને કિનારે ઘોષણા કરો, કે મોઆબનો વિનાશ થયો છે.


લાચાર નિર્વાસિતો હેશ્બોનમાં આશરો શોધે છે, પણ હેશ્બોનમાં તો આગ લાગી છે. એક વેળાએ એ સિહોન રાજાનું પાટનગર હતું, પણ અત્યારે તો ત્યાં જવાળા ભભૂકે છે અને એ ગર્વિષ્ઠોની ભૂમિ મોઆબની સીમો અને પહાડોને ભરખી જશે.


ઇઝરાયલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં નગરો જીતી લીધાં અને તેમાં તેમણે વસવાટ કર્યો.


એટલે તો રાજકવિઓએ ગાયું છે: હેશ્બોન નગરમાં પધારો, સિહોન રાજાનું એ નગર બાંધો; એનો ર્જીણોધાર કરો.


હેશ્બોન નગરમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનનો અને આશ્તારોથ તથા એડ્રેઈ નગરોમાં રાજ કરનાર બાશાનના રાજા ઓગનો સંહાર કર્યા પછીનો એ બનાવ છે.


તેમનો પ્રદેશ આર્નોન ખીણને છેડે આવેલા અરોએર તથા તે ખીણની મધ્યમાં આવેલા શહેર સુધી વિસ્તરેલો હતો અને તેમાં મેદબાની આસપાસના સમસ્ત ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો.


વળી, તેમાં હેશ્બોન અને ઉચ્ચપ્રદેશમાં આવેલાં આ નગરોનો પણ સમાવેશ થઈ જતો હતો: દિબોન, બામોથ બઆલ, બેથ- બઆલમેઓન,


તેમના પ્રદેશમાં યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, રાબ્બાની સામે આવેલ છેક અરોએર સુધીનો આમ્મોનના અર્ધા દેશનો સમાવેશ થતો હતો.


હેશ્બોન અને યામેર તેમનાં ગોચર સહિત.


છેલ્લાં ત્રણસો વર્ષથી હેશ્બોન અને અરોએર તથા તેમની આસપાસનાં ગામ અને આર્નોન નદીને કિનારે આવેલાં સર્વ નગરો ઇઝરાયલના તાબામાં છે. આ બધો વખત તમે તે પાછાં કેમ લઈ લીધાં નહિ?


Lean sinn:

Sanasan


Sanasan