Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુ સમક્ષ માનતા લીધી, “જો તમે આ લોકો પર અમને વિજય અપાવો તો અમે તમને તેમનું સમર્પણ કરીશું અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને ઇઝરાયલે યહોવાની આઅગળ માનતા માનીને કહ્યું, “જો તું આ લોકોને મારા હાથમાં ખચીત સોંપે, તો હું તેઓનાં નગરોનો પૂરો નાશ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી ઇઝરાયલે યહોવાહને વચન આપીને કહ્યું કે, “જો તમે અમને આ લોકો ઉપર વિજય આપશો, તો અમે તેઓનાં નગરોનો સંપૂર્ણ નાશ કરી નાખીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેથી ઇસ્રાએલીઓએ યહોવાને વચન આપ્યું કે, “તું જો આ લોકોને અમાંરા હાથમાં સોંપી દે તો અમે એમનાં ગામો યહોવાને અર્પણ કરીશું અને તેઓનો સંપૂર્ણ નાશ કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:2
15 Iomraidhean Croise  

પછી યાકોબે માનતા લીધી કે, “જો ઈશ્વર મારું રક્ષણ કરશે અને મને ખાવાને અન્‍ન અને પહેરવાને વસ્ત્રો આપશે,


પ્રભુની આગળ માનેલી મારી માનતાઓ હું યરુશાલેમ નગરમાં, પ્રભુના મંદિરના આંગણાંના તેમના સર્વ લોક સન્મુખ પૂરી કરીશ. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


તેણે તો પ્રભુ સમક્ષ શપથ લીધા તથા આપણા પૂર્વજ યાકોબના સમર્થ ઈશ્વરની આગળ આવી માનતા માની:


જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


તો તમારે તે નગરના બધા રહેવાસીઓનો તથા તેમનાં ઢોરઢાંકનો તલવારથી સંહાર કરવો. તમારે તે નગરનો સંપૂર્ણ નાશ કરવો.


તે નગરની લૂંટેલી બધી વસ્તુઓનો નગરના ચોકની વચમાં ઢગલો કરવો અને પછી તમારા ઈશ્વર પ્રભુને સમર્પણ તરીકે તે નગર તથા તેનાં સર્વસ્વને અગ્નિમાં પૂરેપૂરાં બાળી નાખવાં. તે નગર કાયમને માટે ખંડિયેરનો ઢગલો બની રહે, અને ફરી કદી બંધાય નહિ.


“પરંતુ જે દેશનાં નગરો પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેમને તમે સર કરો ત્યારે તેમાં કોઈને પણ જીવતું રહેવા દેવું નહિ.


જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારે સ્વાધીન કરી દે અને તમે તેમનો પરાજય કરો ત્યારે તમારે તેમનો સંપૂર્ણ સંહાર કરવો. તમે તેમની સાથે સુલેહનો કરાર કરશો નહિ કે તેમના પ્રત્યે દયા દાખવશો નહિ.


પ્રભુને સમર્પણ તરીકે શહેરનો અને તેની અંદરના સર્વસ્વનો નાશ કરવાનો છે. માત્ર રાહાબ વેશ્યાએ આપણા જાસૂસોને સંતાડયા હતા તેથી તેને તથા તેના કુટુંબને બચાવી લેવાનાં છે.


આ સમયે યહોશુઆએ પ્રભુની સમક્ષ લોકો પાસે આવી શાપવાણી ઉચ્ચારાવી: “જે કોઈ યરીખો નગર ફરીથી બાંધવાનો પ્રયાસ કરે, તેના પર પ્રભુ સમક્ષ શાપ ઊતરો. જે કોઈ તેનો પાયો નાખે, તે તેનો સૌથી મોટો પુત્ર ગુમાવે; જે કોઈ તેના દરવાજા બાંધે, તે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવે.”


યફતાએ પ્રભુને વચન આપ્યું: “જો તમે મને આમ્મોનીઓ પર વિજય પમાડશો,


તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan