Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 20:24 - પવિત્ર બાઇબલ C.L.

24 “આરોન હવે મૃત્યુ પામીને પોતાના પૂર્વજો સાથે ભળી જશે. મેં ઇઝરાયલીઓને જે દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં તે પ્રવેશી શકશે નહિ. કારણ, તમે મરીબાના ઝરણા પાસે મારી આજ્ઞાની વિરુધ વિદ્રોહ કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 હારુન પોતાના પૂર્વજોની સાથે મળી જશે; કારણ કે જે દેશ મેં ઇઝરાલી લોકોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહિ, કેમ કે તમે મરીબાનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બંડ કર્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 “હારુન તેના પૂર્વજો સાથે ભળી જશે, કેમ કે જે દેશ મેં ઇઝરાયલ લોકોને આપ્યો છે તેમાં તે પ્રવેશ કરશે નહિ. કેમ કે તમે બન્નેએ મરીબાહનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બળવો કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “હારુન પિતૃલોક ભેગો થનાર છે. મેં ઇસ્રાએલીઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે તેમાં એ દાખલ થઈ શકશે નહિ, કારણ કે, મરીબાહના ઝરણા આગળ તમે માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 20:24
18 Iomraidhean Croise  

પણ તું તો પાકટ વય સુધી જીવીશ અને શાંતિપૂર્વક તારું મૃત્યુ થશે અને તારું દફન પણ થશે.


ઇશ્માએલ એક્સો સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો.


તે પોતાની વૃદ્ધાવસ્થામાં ઘણી મોટી ઉંમરે મરણ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો.


પછી તે વયોવૃદ્ધ થઈ મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજોમાં મેળવાયો અને તેના પુત્રો એસાવ અને યાકોબે તેને દફનાવ્યો.


પછી તેણે તેમને આ આજ્ઞા આપી: “હું મારા પૂર્વજો સાથે મળી જવાનો છું. મને મારા પિતૃઓ સાથે એફ્રોન હિત્તીના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો.


યાકોબે પોતાના પુત્રોને એ આજ્ઞા આપી પછી તે પથારીમાં પગ લંબાવીને સૂઈ ગયો અને અવસાન પામ્યો અને પોતાના પિતૃઓ સાથે મળી ગયો.


અને યરુશાલેમ પર હું જે શિક્ષા લાવનાર છું તે તારા મરણ પછી જ આવશે, અને તે તારે જોવી પડશે નહિ. તું પોતે તો શાંતિપૂર્વક મૃત્યુ પામીશ.” પેલા માણસો એ સંદેશ લઈને યોશિયા રાજા પાસે પાછા ફર્યા.


મોશેએ તે સ્થળનું નામ માસ્સા (ક્સોટી) અને મરીબા (તકરાર) પાડયું, કારણ, ઇઝરાયલીઓએ તકરાર કરી અને “શું પ્રભુ અમારી સાથે છે?” એમ કહીને તેમણે પ્રભુની ક્સોટી કરી.


ત્યાં આરોનનાં યજ્ઞકારનાં વસ્ત્રો ઉતારી લઈને તે તેના પુત્ર એલાઝારને પહેરાવજે. આરોન ત્યાં મૃત્યુ પામશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે.”


તમે શા માટે અમને ઇજિપ્તમાંથી કાઢીને જ્યાં કંઈ જ ઊગતું નથી એવી નકામી જગ્યામાં લાવ્યા છો? આ જગામાં કંઈ અનાજ, અંજીર, દ્રાક્ષ કે દાડમ નથી. અરે, પીવાને પાણી પણ નથી!”


એ જોયા પછી તારે તારા ભાઈ આરોનની માફક તારા પિતૃઓની સાથે ભળી જવાનું છે.


આરોન અને તેના પુત્રોની આજ્ઞા પ્રમાણે જ ગેર્શોનના વંશજોએ સર્વ સેવાઓ એટલે ઊંચકવાની જવાબદારી અને તેને લગતી બધી જવાબદારીઓ અદા કરવાની છે.


જેમ તારો ભાઈ આરોન હોર પર્વત પર મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો એમ તું જે પર્વત ચડે છે ત્યાં મૃત્યુ પામીશ અને તારા પૂર્વજો સાથે મળી જઈશ.


તેણે લેવીના કુળ વિષે કહ્યું: “તમારાં તુમ્મીમ અને ઉરીમ તમારાં પસંદ કરાયેલ લેવી યજ્ઞકારને અપાયેલાં છે; તમે માસ્સામાં તેની પરીક્ષા કરી હતી, તમે મરીબામાં તેની સાથે વિવાદ કર્યો હતો.


તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે.


એ આખી પેઢીના લોક અવસાન પામી પોતાના પૂર્વજો સાથે મળી ગયા અને તેમના પછી એક નવી પેઢી ઊભી થઈ જે પ્રભુને તથા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કાર્યોને જાણતી નહોતી.


Lean sinn:

Sanasan


Sanasan