Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તમારે માટે આ કાયમનો વિધિ છે. જે માણસ શુદ્ધિકરણનું પાણી છાંટે તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને જે કોઈ એ પાણીને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેઓને માટે તે સદાનો વિધિ થાય. અને જે માણસ શુદ્ધિનું પાણી છાંટે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે; અને જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 આ તમારે માટે સદાનો નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે. વળી જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 આ તમાંરે માંટે કાયમી નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ ત્યારબાદ પોતાનાં કપડાં ધોઈ નાખે. વળી જે કોઈ તે પાણીને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી સૂતકી ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:21
12 Iomraidhean Croise  

મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


જો કોઈ તે શબમાંથી ખાય તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેવા શબને ફેંકી આવે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


ફક્ત લેવીઓએ જ મુલાકાતમંડપની સેવા કરવી. તે અંગે જે કોઈ ગુનો થાય તેની બધી જવાબદારી તેમને શિર છે. આ કાયમી વિધિ છે. તારા વંશજોને પણ તે લાગુ પડે છે. લેવીઓને ઇઝરાયલમાં વતનનો કોઈ હિસ્સો મળશે નહિ.


જે માણસ વાછરડીની રાખ એકઠી કરે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. ઇઝરાયલીઓ માટે અને તેમની મધ્યે વસતા પરદેશી માટે આ કાયમનો વિધિ છે.


ત્યાર પછી યજ્ઞકાર પોતાનાં કપડાં ધોઈ નાખે, પાણીથી સ્નાન કરે, ને પછી તે પડાવમાં જઈ શકે. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જે માણસ વાછરડીનું દહન કરે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ.


કારણ, મોશેનો નિયમ કશાને સંપૂર્ણ કરી શક્તો નથી. પણ હવે જેના દ્વારા આપણે ઈશ્વરની નજીક આવીએ એવી વધુ સારી આશા આપવામાં આવેલી છે.


તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan