Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “આ પ્રભુએ ફરમાવેલો નિયમ છે: તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે કે કોઈપણ ખોડ વગરની અને કદી જોતરાઈ ન હોય એવી એક લાલ વાછરડી તેઓ તારી પાસે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “જે નિયમ યહોવાએ ફરમાવ્યો છે તેનો વિધિ એ છે કે, ઇઝરાયલી લોકોને કહે કે, એક નિર્દોષ લાલ વાછરડી, જેને કંઈ ખોડ ન હોય, ને જેના પર ઝૂંસરી કદી મૂકવામાં આવી ન હોય, એવીને તેઓ તારી પાસે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “જે કાનૂન તથા નિયમ હું લોકોને ફરમાવું છે તે આ છે: ઇઝરાયલના લોકોને આ કાનૂનો જણાવો: ઇઝરાયલના લોકોને કહો કે, તેઓ ખોડખાંપણ વગરની અને જેના પર કદી ઝૂંસરી લાદવામાં આવી ન હોય તેવી લાલ વાછરડી તારી પાસે લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “ઇસ્રાએલના લોકોને આ કાનૂનો જણાવ: તેઓ ખોડખાંપણ વગરની અને કદી જોતરાઈ ના હોય તેવી એક લાલ ગાય મૂસા અને હારુન પાસે લાવે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:2
21 Iomraidhean Croise  

તમે હલવાન કે લવારું પસંદ કરી શકો, પણ તે ખોડખામી વિનાનું અને એક વર્ષની ઉંમરનું નરજાતિનું હોવું જોઈએ.


પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.


“તેમણે મારાં બધાં પાપ લક્ષમાં લીધાં અને તેમને એક સાથે બાંધ્યાં. પછી તેમણે તે મારી ગરદન પર લટકાવ્યાં અને તેના ભારથી હું નિર્બળ થઈ ગઈ. પ્રભુએ મને મારા શત્રુઓના હાથમાં સોંપી દીધી અને હું નિ:સહાય બની ગઈ.


“જ્યારે કોઈ માણસ ઘેટું કે બકરું દહનબલિ તરીકે ચડાવે તો તે ખોડખાંપણ વગરનો નર હોવો જોઈએ.


જો તે ઢોરનો બલિ ચડાવે તો તે કોઈપણ જાતની ખોડખાંપણ વગરનો આખલો હોવો જોઈએ. તેણે તેને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે લાવવો અને તેનો બલિ ચડાવવો, જેથી પ્રભુ તેનો સ્વીકાર કરે.


પછી તે બીજું જીવતું પક્ષી, ગંધતરુંનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી ઝરાના નિર્મળ પાણી પર કાપેલા પક્ષીના રક્તમાં બોળે.


પ્રભુએ મોશે અને આરોનને કહ્યું,


પછી યજ્ઞકારે ગંધતરુનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરડી લઈ વાછરડીના દહનના અગ્નિમાં નાખવું.


યજ્ઞકાર એલાઝારે યુધમાંથી પાછા ફરેલા સૈનિકોને કહ્યું, “પ્રભુએ મોશે મારફત ફરમાવેલો નિયમ આ છે:


દૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને સર્વોચ્ચ ઈશ્વરનું પરાક્રમ તારા પર ઊતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વરપુત્ર કહેવાશે.


પછી લાશ જ્યાં પડી હતી તે સ્થળથી સૌથી નજીકના નગરના વડીલોએ જેનો ઉપયોગ થયો ન હોય અને કદી જોતરાઈ ન હોય એવી વાછરડી લેવી.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા.


એટલે કે, નાશવંત સોનારૂપાથી નહિ, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન જેવા હતા તેમના અમૂલ્ય રક્ત વડે તમને મુક્ત કરવામાં આવ્યા છે.


તેમણે કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મુખમાંથી કદી જૂઠ નીકળ્યું નથી.


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


તેથી એક નવું ગાડું અને જેના પર કદી ઝૂંસરી ન મૂકાઈ હોય તેવી બે દૂધ આપતી ગાયો તૈયાર કરો. તેમને ગાડા સાથે જોડો અને તેમના વાછરડાઓને ગમાણમાં પાછા લઈ જાઓ.


Lean sinn:

Sanasan


Sanasan