Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પછી કોઈ શુદ્ધ વ્યક્તિએ ઝુફો લઈને પાણીમાં બોળી તંબૂ ઉપર, તેમાંનાં બધાં વાસણો ઉપર તથા તેમાંનાં બધાં માણસો ઉપર તે છાંટવું. અથવા જેણે માણસના હાડકાંનો, શબનો કે કબરનો સ્પર્શ કર્યો હોય તેના ઉપર તે છાંટવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને કોઈ શુદ્ધ માણસ ઝૂફો લઈને તેને પાણીમાં બોળીને તંબુ પર, ને [તેમાંનાં] સર્વ પાત્રો ઉપર, ને જે લોકો ત્યાં હોય તેઓના ઉપર, ને જેણે હાડકાનો કે મારી નંખાયેલાનો, કે મરેલાનો, કે કબરનો સ્પર્શ કર્યો હોય, તેના ઉપર તે છાંટે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જે કોઈ શુદ્ધ હોય તેણે ઝુફો લઈને પાણીમાં બોળીને મંડપ ઉપર તથા તેમાંના બધાં પાત્રો ઉપર તથા ત્યાં જે બધા માણસો હતા તેઓ પર છાંટવું, જે વ્યક્તિએ હાડકાને, મૃત્યુ પામેલા વ્યક્તિને, મારી નાખવામાં આવેલા વ્યક્તિને કે કબરને સ્પર્શ કર્યો હોય તેની ઉપર પણ છાટવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ત્યારબાદ જે વ્યક્તિ શુદ્ધ ના હોય તેણે ઝુફો લઈને એ પાણીમાં બોળીને તેના વડે મંડપ ઉપર અને તેમાંનાં બધાં પાત્રો ઉપર તથા તેમાંના બધા માંણસો ઉપર છાંટવું, જેણે વ્યક્તિના હાડકાને કે મરેલા કે માંરી નાખવામાં આવેલા વ્યક્તિના મૃતદેહને કે કબરને સ્પર્શ કર્યો હોય તો તે વ્યક્તિ ઉપર પણ છાટવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:18
13 Iomraidhean Croise  

મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.


મારાં પાપ પરથી તમારી નજર ફેરવી લો, અને તમે મારા સર્વ દોષો ભૂંસી નાખો.


પણ હવે પછી પ્રજાઓ તેને જોઈને આભી બની જશે; રાજાઓ પણ વિસ્મિત થઈને અવાકા બની જશે; કારણ, તેમને પહેલાં કહેવામાં આવ્યું ન હોય એવું તેઓ જોશે અને તેમણે પહેલાં સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.”


“આવા અશુદ્ધ થયેલા માટે પ્રાયશ્ર્વિતબલિની એટલે દહન કરેલી લાલ વાછરડીની રાખ લઈ એક વાસણમાં મૂકવી અને તેમાં તાજું પાણી રેડવું.


જે કોઈ શુદ્ધ હોય તેણે ત્રીજે અને સાતમે દિવસે અશુદ્ધ થયેલા માણસ ઉપર તે પાણી છાંટવું. સાતમે દિવસે તેણે એ માણસનું શુદ્ધિકરણ કરવું. અશુદ્ધ થયેલા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને પાણીમાં સ્નાન કરવું, પછી સાંજે તે શુદ્ધ થયેલો ગણાશે.


હવે એક શુદ્ધ માણસે તે વાછરડીની રાખ એકઠી કરવી અને છાવણી બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ રાખી મૂકવી. ઇઝરાયલીઓની અશુદ્ધતા દૂર કરવા માટે શુદ્ધિકરણનું પાણી બનાવવા તેનો ઉપયોગ કરવામાં આવે. એ તો શુદ્ધિકરણ માટે પાપનિવારણનો બલિ છે.


જેમ તમે મને દુનિયામાં મોકલ્યો હતો,


અને તેમની ખાતર હું તમને મારું અર્પણ કરું છું; જેથી તેઓ પણ તમને ખરેખરી રીતે સમર્પિત થઈ જાય.


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.


મોશેએ પ્રથમ લોકોને નિયમશાસ્ત્રની સર્વ આજ્ઞાઓ કહી સંભળાવી. ત્યાર પછી તેણે વાછરડાનું રક્ત તથા પાણી લીધાં અને ઝૂફા અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા સર્વ લોકો પર છાંટયાં.


Lean sinn:

Sanasan


Sanasan