Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:11 - પવિત્ર બાઇબલ C.L.

11 “જે કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જે જન કોઈ માણસના મુડદાનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જે કોઈ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જે કોઈ મનુષ્યના મૃતદેહને સ્પર્શ કરે તેને સાત દિવસ સૂતક પાળવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:11
22 Iomraidhean Croise  

નીકળો! નીકળો! ઓ મંદિરનાં પાત્રો ઊંચકનારાઓ, તમે બેબિલોનમાંથી નીકળી જાઓ અને શુદ્ધ થાઓ. કોઈપણ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ કરશો નહિ.


તેના આગેવાનો રસ્તાઓ પર આંધળાની માફક રખડે છે; તેઓ રક્તથી ખરડાયેલા હોવાથી કોઈ તેમને અડકતું નથી.


એ બધા મૃતદેહો દાટી દેતાં ને ભૂમિને સ્વચ્છ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે.


એમાંથી શુદ્ધ થયા પછી તેમણે સાત દિવસ અલગ રહેવું,


જે કોઈ તેમના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારોને કહે: કોઈ યજ્ઞકારે સ્નેહીજનનું મૃત્યુ થાય તો તેના શબ પાસે જઈને અથવા શબને અડકીને વિધિગત રીતે પોતાને અશુદ્ધ કરવો નહિ.


પ્રમુખ યજ્ઞકારના કોઈ સગાનું અવસાન થાય, પછી ભલે તે તેના પિતાનું કે માતાનું હોય તોપણ તે મને સમર્પિત થયેલો હોવાથી તેણે જ્યાં શબ રાખવામાં આવ્યું છે તે ઘરમાં પ્રવેશ કરવો નહિ અને ત્યાં મારા પવિત્રસ્થાનમાંથી બહાર જઈને તેને ભ્રષ્ટ કરવું નહિ.


“જો કોઈ આરોનવંશી યજ્ઞકારને રક્તપિત્ત કે સ્રાવનો રોગ હોય તો તે પાછો વિધિગત રીતે શુદ્ધ થયા વગર પવિત્ર અર્પણોમાંથી કંઈ ખાય નહિ.


“જો કોઈ માણસ અજાણતાં કોઈપણ અશુદ્ધ વસ્તુ, એટલે પાળેલાં, વન્ય કે પેટે ચાલનાર પ્રાણીના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય અને તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


પછી હાગ્ગાયે પૂછયું, “કોઈ માણસ શબના સ્પર્શથી અશુદ્ધ થાય અને પછી પેલા ખાદ્યપદાર્થોને અડકે તો તે પદાર્થો અશુદ્ધ બની જાય ખરા?” યજ્ઞકારોએ જવાબ આપ્યો. “હા.”


જો કોઈ તંબૂની બહાર, તલવારથી અથવા કુદરતી રીતે મરી ગયેલા મૃતદેહનો સ્પર્શ કરે અથવા માણસના હાડકાંને કે કબરને અડકે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


તમારામાંના કોઈએ કોઈ માણસને મારી નાખ્યો હોય અથવા મૃતદેહનો સ્પર્શ કર્યો હયો તો તેણે સાત દિવસ સુધી પડાવ બહાર રહેવું. તમારે અને તમારી બંદીવાન સ્ત્રીઓએ ત્રીજે અને સાતમે દિવસે શુધિકરણનો વિધિ કરવો.


“ઇઝરાયલી લોકોને આજ્ઞા આપ: જેમને રક્તપિત્ત થયો હોય, જેમના શરીરમાંથી સ્રાવ થતો હોય અને જે કોઈ શબને અડકવાથી અશુદ્ધ થયા હોય તેમને તેઓ છાવણીમાંથી બહાર કાઢે.


તેના વાળ તે પ્રભુને સમર્પિત થવાની નિશાની છે. પ્રભુ પ્રત્યેના સમર્પણના સઘળા સમય દરમ્યાન તેણે પોતાની જાતને મૃતદેહ પાસે જઈને અશુદ્ધ કરવી નહિ. પછી તે પોતાનાં માતા, પિતા, ભાઈ કે બહેનનું મરણ કેમ ન હોય!


“તું ઇઝરાયલીઓને કહે કે તમારામાંથી અથવા તમારા વંશમાંથી મૃતદેહનો સ્પર્શ થવાને લીધે કોઈ માણસ અશુધ થયો હોય અથવા દૂર દેશમાં મુસાફરી કરતો હોય તો તેણે પ્રભુનું પાસ્ખાપર્વ આ પ્રમાણે પાળવું.


હવે કેટલાક લોકો મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અશુધ હતા. તેથી તે દિવસે તેઓ પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તે જ દિવસે તેઓ મોશે અને આરોનની પાસે આવ્યા,


તેથી પાઉલ એ માણસોને લઈને ગયો અને બીજે દિવસે તેમની સાથે શુદ્ધિકરણની ક્રિયા કરી. પછી તે મંદિરમાં ગયો અને શુદ્ધિકરણનો સમય કેટલા દિવસ પછી પૂરો થશે અને ત્યારે એમાંના પ્રત્યેકને માટે ક્યારે બલિદાન કરવામાં આવશે તેની તેણે ત્યાં જાહેરાત કરી.


સાત દિવસ પૂરા થવાની તૈયારીમાં હતા તેવામાં આસિયામાંથી આવેલા કેટલાક યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તેમણે લોકોના આખા ટોળાને ઉશ્કેર્યું અને પાઉલને પકડયો.


એક માણસ દ્વારા આ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી સમગ્ર માનવજાતમાં મરણ પ્રસરી ગયું.


તેથી પ્રભુ કહે છે: “તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ, જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ.


ભૂતકાળમાં તમે તમારા આજ્ઞાભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા.


જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.


Lean sinn:

Sanasan


Sanasan