Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમારે પવિત્રસ્થાનની અને વેદીની સેવા સંભાળવાની છે. જેથી ઇઝરાયલીઓ પર ફરી કોપ આવે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તમે પવિત્રસ્થાનની સેવા તથા વેદીની સેવા કરો, કે ઇઝરાયલી લોકો પર ફરીથી કોપ આવે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને તમે પવિત્રસ્થાન અને વેદીની સેવા કરો કે જેથી ઇઝરાયલ લોકો પર ફરી મારો કોપ આવે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “પવિત્રસ્થાનમાં અને વેદી સમક્ષ ફકત યાજકોએ જ પવિત્ર ફરજો બજાવવાની છે, જેથી ઇસ્રાએલી પ્રજા ઉપર ફરી કદી માંરો કોપ ઊતરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:5
25 Iomraidhean Croise  

તેઓ લેવીના ગોત્ર અને કુટુંબવાર વંશજો હતા; પ્રત્યેકનું નામ ગણતરીમાં નોંધાયેલું હતું. વીસ વર્ષ કે તેથી વધુ વયના તેમના પ્રત્યેક વંશજ પ્રભુના મંદિરના કામમાં ભાગ લેતા.


તેમને મુલાકાતમંડપ તથા મંદિર અને મંદિરની સેવાના કામમાં આરોનના વંશમાંથી ઊતરી આવેલ તેમના યજ્ઞકાર ભાઈઓને મદદ કરવાની જવાબદારી સોંપી હતી.


એલાઝાર અને ઇથામાર બન્‍નેના વંશજોમાં મંદિરના અધિકારીઓ અને આત્મિક આગેવાનો હોવાથી ચિઠ્ઠી નાખીને તેમની વહેંચણી કરવામાં આવી.


કોરેનો પુત્ર અને અબિયાસાફનો પૌત્ર શાલૂમ કોરા ગોત્રના તેના જાતભાઈઓ સાથે પ્રભુના મુલાકાતમંડપના પ્રવેશદ્વારે ચોકીપહેરો ભરતા હતા. તેમના પૂર્વજો પણ પ્રભુની છાવણીમાં દરવાજો સાચવનાર હતા.


તેઓ અને તેમના વંશજો મંદિરના દરવાજાઓના સંરક્ષક તરીકે ચાલુ રહ્યા.


મંદિરમાં સંગીત માટે લેવીઓનાં કેટલાંક કુટુંબો જવાબદાર હતાં. આ કુટુંબોના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા. કારણ, તેમણે રાત્રે કે દિવસે પોતાની ફરજ બજાવવા ઉપલબ્ધ રહેવાનું હતું.


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


તેથી હું સેનાધિપતિ પ્રભુ તે સંદેશવાહકો વિષે આ પ્રમાણે કહું છું: હું તેમને કીરમાણીના કડવા છોડ ખવડાવીશ અને તેમને ઝેર પીવડાવીશ. કારણ, યરુશાલેમના સંદેશવાહકો દ્વારા જ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે.”


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


માત્ર તેઓ જ મારા પવિત્રસ્થાનમાં પ્રવેશ કરશે, મારી યજ્ઞવેદી પાસે સેવાકાર્ય કરશે અને મંદિરની સેવાવિધિનું સંચાલન કરી શકશે.


ત્યાર પછી મોશેએ આરોન અને તેના પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “તમારા વાળ પીંખી નાખીને કે વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કરશો નહિ. તમે એમ કરશો તો તમે માર્યા જશો અને પ્રભુ સમગ્ર ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે. છતાં પ્રભુના અગ્નિએ પ્રગટીને નીપજાવેલા આ મોત માટે તમારા ઇઝરાયલી ભાઈઓ ભલે શોક કરે.


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની આગળના પડદા બહાર જે પવિત્રસ્થાન છે ત્યાં આરોને સાંજથી સવાર સુધી પ્રભુ સમક્ષ દીવો સતત સળગતો રાખવાનો છે. આ તો વંશપરંપરાગત રીતે પાળવાનો કાયમનો નિયમ છે.


પ્રભુ કહે છે, “મારા લોક પર શાસન ચલાવતા વિદેશીઓ પર હું કોપાયમાન થયો છું. હું તેમને શિક્ષા કરીશ. યહૂદિયાના લોકો મારા છે અને હું સર્વસમર્થ પ્રભુ તેમની સંભાળ લઈશ. તેઓ યુદ્ધ માટેના મારા શક્તિશાળી ઘોડાઓ થશે.


તેને બદલે લેવીઓને કરારપેટી, સાક્ષ્યમંડપ તથા તેનો સરસામાન સાચવવાની સેવા સોંપવી. તેમણે સાક્ષ્યમંડપનો સરસામાન ઊંચકવો, તેની સંભાળ રાખવી અને સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે.


પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.”


મોશેએ આરોનને કહ્યું, “ાૂપદાની લઈને યજ્ઞવેદીમાંથી અગ્નિ મૂક અને તેના પર ધૂપ નાખ. તે લઈને દોડ ને લોકોને માટે પ્રાયશ્ર્વિત કર. કારણ, પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે.”


તેઓ તારી સાથે સેવામાં જોડાય અને મંડપને લગતી તેમની બધી ફરજો બજાવે. લેવીવંશ સિવાયનો કોઈ અન્ય એ સેવા કરવા આવે નહિ.


“પરમપવિત્ર વસ્તુઓની નજીક આવવાને લીધે


હવે હું બધા ઇઝરાયલીઓ તરફથી લેવીઓને આરોન તથા તેના પુત્રોને ભેટ તરીકે આપું છું. જેથી તેઓ ઇઝરાયલીઓ માટે મુલાકાતમંડપમાં સેવા કરે અને તેમને માટે પ્રાયશ્ર્વિત કરે અને પરમ પવિત્રસ્થાનની નજીક આવવાથી થતા સંહારથી ઇઝરાયલીઓનું રક્ષણ થાય.”


“તું આરોનને આ પ્રમાણે કહે: તું જ્યારે દીપવૃક્ષ પર સાત દીવા ગોઠવે ત્યારે તેમને એવી રીતે ગોઠવ કે પ્રકાશ દીપવૃક્ષની આગળના ભાગમાં પડે.”


મારા પુત્ર તિમોથી, હું તને આ આજ્ઞા ફરમાવું છું: ઘણા સમય પહેલાં તારા વિષે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તું જે સારી લડાઈ લડી રહ્યો છે એમાં પ્રભુનાં એ શબ્દો તારું રક્ષણ કરો,


પણ મને આવવામાં વિલંબ થાય તો, ઈશ્વરના ઘરમાં કેવું વર્તન દાખવવું જોઈએ તે વિષે આ પત્ર માહિતી પૂરી પાડશે. ઈશ્વરનું ઘર તો જીવંત ઈશ્વરની મંડળી છે. તે તો સત્યનો સ્તંભ તથા આધાર છે.


ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની અને પવિત્ર દૂતોની સમક્ષ હું ગંભીર આજ્ઞા કરું છું કે, તું કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આ સૂચનાઓને આધીન થા.


હે તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે તે જાળવી રાખજે. અધર્મી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી “જ્ઞાન” કહે છે તે વિષેની મૂર્ખતાભરી ચર્ચાઓથી દૂર રહે.


Lean sinn:

Sanasan


Sanasan