Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેમણે તારી સાથે રહીને તારી અને મંડપને લગતી સેવા કરવાની છે. પરંતુ તેમણે પવિત્રસ્થાનનાં પાત્રો કે યજ્ઞવેદીની નજીક જવાનું નથી; જેથી તેઓ તથા તમે યજ્ઞકારો માર્યા ન જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેઓ તારી તથા સર્વ મંડપની સેવા કરે. કેવળ તેઓ પવિત્રસ્થાનનાં પાત્રોની તથા વેદીની પાસે આવે નહિ કે, તેઓ તથા તમે માર્યા ન જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓ તારી તથા આખા મંડપની સેવા કરે. પણ, તેઓએ પવિત્રસ્થાનનાં પાત્રો કે વેદીની નજીક આવવું નહિ. કે તેઓ તથા તું માર્યા જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેઓ તારા હાથ નીચે રહીને તંબુને લગતી બધી જવાબદારી પુરી કરી શકે, માંત્ર તેમણે પવિત્રસ્થાનનાં પાત્રો કે વેદીની નજીક જવું નહિ. જો તેઓ જશે તો તેઓ બધાજ મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:3
12 Iomraidhean Croise  

તેઓ યજ્ઞકારો તરીકે મારી હજૂરમાં આવીને મારી સેવા કરી શકશે નહિ, તેઓ મારી કોઈ પવિત્ર વસ્તુઓ પાસે આવી શકશે નહિ કે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકશે નહિ. તેમણે આચરેલાં ધિક્કારપાત્ર કૃત્યોની આ સજા છે.


જ્યારે તમે તમારો પડાવ બદલો ત્યારે લેવીઓ તે મંડપને છોડે અને ફરી નવા સ્થળે પડાવ નાખવાનો હોય ત્યાં મંડપને ઊભો કરે. તેમના સિવાય જો બીજો કોઈ મંડપની નજીક આવે તો તે માર્યો જશે.


પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.”


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


તેઓ તારી સાથે સેવામાં જોડાય અને મંડપને લગતી તેમની બધી ફરજો બજાવે. લેવીવંશ સિવાયનો કોઈ અન્ય એ સેવા કરવા આવે નહિ.


પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.”


ગેર્શોનના વંશજોએ મુલાકાતમંડપનો તંબૂ અને તેની અંદરનો પડદો, બહારનો પડદો, પ્રવેશદ્વારનો પડદો,


તેમણે કરારપેટી, મેજ, દીપવૃક્ષ અને વેદીઓ, પવિત્રસ્થાનમાં યજ્ઞકારોએ વાપરવાનાં વાસણો અને પડદાની સંભાળ રાખવાની હતી. આ બધી વસ્તુઓને લગતા કામની તમામ જવાબદારી તેમની હતી.


મરારીના વંશજોએ મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્થંભો, કૂંભીઓ તથા તેનાં બધાં ઓજારો અને એ બધાંને લગતા કામક્જની જવાબદારી સંભાળવાની હતી.


તે જ પ્રમાણે ઇઝરાયલીઓના ભાગમાંથી કેદીઓ, બળદો, ગધેડાં, ઘેટાં અને બકરાં પૈકી દર પચાસે એક એ પ્રમાણે લઈને પ્રભુના મુલાકાતમંડપની સંભાળ રાખનાર લેવીઓને આપે.”


પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે.


Lean sinn:

Sanasan


Sanasan