Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:23 - પવિત્ર બાઇબલ C.L.

23 ફક્ત લેવીઓએ જ મુલાકાતમંડપની સેવા કરવી. તે અંગે જે કોઈ ગુનો થાય તેની બધી જવાબદારી તેમને શિર છે. આ કાયમી વિધિ છે. તારા વંશજોને પણ તે લાગુ પડે છે. લેવીઓને ઇઝરાયલમાં વતનનો કોઈ હિસ્સો મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ લેવીઓ મુલાકાતમંડપની સેવા કરે, ને તેઓનો અન્યાય તેમને માથે રહે. તમારી પેઢી દરપેઢી સદાને માટે તે વિધિ થાય, ને ઇઝરાયલી લોકોમાં તેઓને વતન ન મળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 મુલાકાતમંડપની સેવા લેવીઓ જ કરે. તેને લગતા દરેક પાપને લીધે તે જવાબદાર ગણાય. તમારી પેઢી દરપેઢી આ સદાને માટે વિધિ થાય. અને ઇઝરાયલી લોકો મધ્યે તેઓને કોઈ વારસો ન મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 મુલાકાત મંડપની સેવા ફકત લેવીઓએ જ કરવી અને તેની બધી જ જવાબદારી ઉઠાવવી. આ કાયમી કાનૂન છે અને જ તમાંરા વંશજોને પણ બંધનકર્તા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:23
10 Iomraidhean Croise  

મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


પ્રભુએ મને કહ્યું: “બીજા ઇઝરાયલીઓ સાથે જે લેવીઓએ પણ મારો ત્યાગ કર્યો હતો અને મૂર્તિઓની ઉપાસના કરી હતી, તેની સજા તેમણે ભોગવવી પડશે.


પ્રભુએ આરોનને કહ્યું, “પવિત્રસ્થાનની સેવા કરતાં થયેલા ગુન્હાની જવાબદારી તારે, તારા પુત્રાને અને લેવીઓને શિરે રહેશે પરંતુ યજ્ઞકાર પદને લગતી સેવા બજાવતાં થયેલા ગુનાહાની જવાબદારી કેવળ તારી અને તારા પુત્રોની રહેશે.


પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલની જમીનમાંથી તને કંઈ વારસો અથવા ઇઝરાયલીઓ મધ્યે કંઈ હિસ્સો મળશે નહિ. ઇઝરાયલીઓ મધ્યે હું પ્રભુ જ તારો હિસ્સો અને વારસો છું.”


તમારે માટે આ કાયમનો વિધિ છે. જે માણસ શુદ્ધિકરણનું પાણી છાંટે તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને જે કોઈ એ પાણીને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


એક માસ અને તેથી વધારે ઉંમરના લેવીકુળના નર બાળકો નોંધાયા હતા. તેમની કુલ સંખ્યા 23,000 ની હતી. તેમની ગણતરી બીજા ઇઝરાયલીઓ સાથે કરવામાં આવી નહોતી. કારણ, ઇઝરાયલીઓ મધ્યે તેમને કોઈ જમીન મળી નહોતી.


તેઓ મુલાકાતમંડપને લગતી ફરજો બજાવે અને સમગ્ર સમાજ તથા યજ્ઞકારોની સેવા કરે.


“આ કાયદાકીય પ્રબંધ તમને અને તમારા વંશજોને સર્વત્ર અને સદાને માટે લાગુ પડે છે.


પોતાના જાતબધુંઓની સાથે લેવીના વંશજોને જમીનમાં કંઈ ભાગ કે વારસો મળ્યો નહિ; પણ, પ્રભુએ તેમને કહ્યું, ‘હું પોતે જ તમારા વારસાનો હિસ્સો છું.’


મોશેએ લેવીકુળને કોઈ પ્રદેશ હિસ્સામાં આપ્યો નહિ. પ્રભુએ મોશેને કહ્યું હતું તેમ તેમને તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુની વેદી પર દહન કરવામાં આવતાં બલિદાનોમાંથી મળતો હિસ્સો એ જ તેમનો વારસો હતો.


Lean sinn:

Sanasan


Sanasan