Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલની જમીનમાંથી તને કંઈ વારસો અથવા ઇઝરાયલીઓ મધ્યે કંઈ હિસ્સો મળશે નહિ. ઇઝરાયલીઓ મધ્યે હું પ્રભુ જ તારો હિસ્સો અને વારસો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને યહોવાએ હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વતન ન હોય, ને તેઓ મધ્યે તારે કંઈ ભાગ પણ ન હોય. ઇઝરાયલીઓ મધ્યે તારો ભાગ તથા તારું વતન હું જ છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યહોવાહે હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વારસો ન હોય, કે લોકોની સંપત્તિ મધ્યે તારે કંઈ ભાગ ન હોય. ઇઝરાયલી લોકો મધ્યે તારો હિસ્સો અને તારો વારસો હું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહોવાએ હારુનને કહ્યું, “તમને યાજકોને બીજા ઇસ્રાએલીઓની જેમ તમાંરી પોતાની ભૂમિ કે ભૂમિમાં ભાગ હોય નહિ. કારણ કે હું જ ઇસ્રાએલીઓ મધ્યે તમાંરો હિસ્સો અને તમાંરો વારસો છું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:20
20 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


હે પ્રભુ, હું તમને પોકાર કરીને કહું છું કે, “તમે જ મારા આશ્રય છો, જીવંતજનોની આ દુનિયામાં તમે જ મારું સર્વસ્વ છો.”


પ્રભુ જ મારો પસંદ કરેલો વારસો અને પ્યાલો છે; અને મારો હિસ્સો નક્કી કરનાર પણ તમે જ છો.


મારું શરીર અને મારું મન નબળાં થતાં જશે, પરંતુ ઈશ્વર મારા દયના સમર્થ સંરક્ષક છે, અને તે જ મારો સાર્વકાલિક વારસો છે.


પ્રભુ મારું સર્વસ્વ છે; તેમના પર મારી આશા છે.


“યજ્ઞકારોને એક જ વારસો મળશે; એ વારસો હું છું. ઇઝરાયલને વારસામાં મળેલા દેશમાં તેમને કોઈ વારસો મળશે નહિ. કારણ, હું તેમનો વારસો છું.


પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.”


એક માસ અને તેથી વધારે ઉંમરના લેવીકુળના નર બાળકો નોંધાયા હતા. તેમની કુલ સંખ્યા 23,000 ની હતી. તેમની ગણતરી બીજા ઇઝરાયલીઓ સાથે કરવામાં આવી નહોતી. કારણ, ઇઝરાયલીઓ મધ્યે તેમને કોઈ જમીન મળી નહોતી.


પોતાના જાતબધુંઓની સાથે લેવીના વંશજોને જમીનમાં કંઈ ભાગ કે વારસો મળ્યો નહિ; પણ, પ્રભુએ તેમને કહ્યું, ‘હું પોતે જ તમારા વારસાનો હિસ્સો છું.’


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકર અને તમારી સાથે જમીનનો વારસો કે હિસ્સો મળ્યો નહિ હોવાથી તમારા નગરમાં વસતા લેવીઓએ પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો.


“તમારાં નગરોમાં વસતા લેવીઓને તમારે પડતા ન મૂકવા. કારણ, તમારી સાથે તેમને કંઈ હિસ્સો કે વારસો મળ્યો નથી.


જેમને તમારી સાથે જમીનનો કંઈ હિસ્સો કે વારસો મળ્યો નથી એવા તમારા નગરમાં વસતા લેવીઓ તથા પરદેશી, અનાથ અને વિધવાઓ આવીને એમાંથી ખાઈને તૃપ્ત થશે. તમે આવું કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને તમારાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપશે.


મોશેએ લેવીકુળને કોઈ પ્રદેશ હિસ્સામાં આપ્યો નહિ. પ્રભુએ મોશેને કહ્યું હતું તેમ તેમને તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુની વેદી પર દહન કરવામાં આવતાં બલિદાનોમાંથી મળતો હિસ્સો એ જ તેમનો વારસો હતો.


પણ મોશેએ લેવીઓને કોઈ પ્રદેશ ફાળવ્યો નહિ. તેણે તેમને કહ્યું હતું કે, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ એ જ તમારો હિસ્સો છે.”


બાકીનાં બે કુળ અને એક અર્ધાકુળને તો મોશેએ યર્દનની પૂર્વ તરફનો વિસ્તાર અગાઉ ફાળવી દીધો હતો.


છતાં લેવીવંશજોને બાકી રહેલાં કુળો સાથે જમીનનો હિસ્સો મળશે નહિ; કારણ, પ્રભુના યજ્ઞકાર તરીકે સેવા કરવી એ જ તેમનો હિસ્સો છે. વળી, ગાદ, રૂબેન અને પૂર્વ મનાશ્શાનાં કુળોને તો યર્દનની પૂર્વ તરફ પ્રદેશ મળી ગયો છે. પ્રભુના સેવક મોશેએ તેમને એ પ્રદેશ આપ્યો હતો.”


મેં રાજ્યાસન પરથી એક મોટો અવાજ સાંભળ્યો, “હવે ઈશ્વરનું નિવાસસ્થાન માણસોની સાથે છે! તે તેમની સાથે રહેશે અને તેઓ તેના લોક થશે. ઈશ્વર પોતે જ તેમની સાથે રહેશે અને તે તેમના ઈશ્વર બનશે.


Lean sinn:

Sanasan


Sanasan