Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:2 - પવિત્ર બાઇબલ C.L.

2 લેવીવંશના તારા જાતભાઈઓ સાક્ષીના મંડપની સેવામાં સહાય કરવા તારી તથા તારા પુત્રોની સાથે જોડાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને લેવીના કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતાના કુળને, તું તારી સાથે લાવીને પાસે [રાખ] કે, તેઓ તારી સાથે જોડાય ને તારી સેવા કરે; પણ તું ને તારી સાથે તારા દિકરા કરારના મંડપની આગળ રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 લેવી કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતૃઓના કુળને, તારી પાસે લાવ કે જયારે તું અને તારા દીકરાઓ સાક્ષ્યમંડપની આગળ સેવા કરો ત્યારે તેઓ તમને મદદ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તું અને તારા પુત્રો કરારનાં મંડપમાં સેવા કરો, ત્યારે તારા પિતાએ લેવીના કુળસમૂહના તારા બીજા જાતભાઈઓને પણ સાથે મદદમાં રાખવા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:2
16 Iomraidhean Croise  

તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તેણે કહ્યું, “હવે મારા પતિ મારી સાથે ગાઢ સંબંધમાં રહેશે. કારણ, મેં ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.” તેથી તેણે તેનું નામ લેવી (બંધનમાં બંધાવું) પાડયું.


ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ પોતાની ફરજ પર નિયત સ્થાને ઊભા રહ્યા. લેવીઓના હાથમાંથી બલિદાનનું રક્ત લઈને યજ્ઞકારોએ તેનો વેદી પર છંટકાવ કર્યો.


તેઓ મારા મંદિરના દ્વારપાલ થાય અને મંદિરમાં સેવાનાં પરચુરણ કામ કરે. લોકો દહનબલિ માટે અને અન્ય બલિ માટે જે પશુઓ લાવે તેને તેઓ કાપે અને લોકોની સેવા બજાવવા ફરજ પર ઊભા રહે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


ત્યારે તમે જાણશો કે મેં તમને આ આજ્ઞા આપી છે, એ માટે કે યજ્ઞકારો જે લેવીના વંશજો છે, તેમની સાથેના કરારનો ભંગ થાય નહિ.


પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.”


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


ત્યાર પછી મોશેએ બધી લાકડીઓ સાક્ષીના મંડપમાં પ્રભુની કરારપેટી આગળ મૂકી.


તેઓ તારી સાથે સેવામાં જોડાય અને મંડપને લગતી તેમની બધી ફરજો બજાવે. લેવીવંશ સિવાયનો કોઈ અન્ય એ સેવા કરવા આવે નહિ.


પ્રભુએ મોશેને કહ્યું,


પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે.


હવે હું બધા ઇઝરાયલીઓ તરફથી લેવીઓને આરોન તથા તેના પુત્રોને ભેટ તરીકે આપું છું. જેથી તેઓ ઇઝરાયલીઓ માટે મુલાકાતમંડપમાં સેવા કરે અને તેમને માટે પ્રાયશ્ર્વિત કરે અને પરમ પવિત્રસ્થાનની નજીક આવવાથી થતા સંહારથી ઇઝરાયલીઓનું રક્ષણ થાય.”


પ્રભુએ લેવીઓ સંબંધી મોશેને આપેલી બધી આજ્ઞાઓનું પાલન કરવામાં આવ્યું ત્યાર પછી લેવીઓ આરોન અને તેના પુત્રોની દેખરેખ નીચે મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે ગયા.


આ વસ્તુઓ એ પ્રમાણે ગોઠવેલી હતી. યજ્ઞકારો પોતાની ફરજ બજાવવા મંડપની બહારના ભાગમાં દરરોજ જતા હતા;


Lean sinn:

Sanasan


Sanasan