ગણના 18:17 - પવિત્ર બાઇબલ C.L.17 પરંતુ ગાય, ઘેટી કે બકરીના પ્રથમજનિતને તું પૈસા આપીને મુક્ત ન કર. તેઓ તો મારાં છે અને મને અર્પણ થયેલાં છે. તેમનું લોહી તારે વેદી પર છાંટવું અને તેમની ચરબી અગ્નિબલિ તરીકે મને ચડાવવી. તેની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ ગાયના પ્રથમજનિતને, અથવા ઘેટાના પ્રથમજનિતને, અથવા બકરાના પ્રથમ જનિતને તું છોડાવી ન લે; તેઓ પવિત્ર છે. તું તેઓનું રક્ત વેદી પર છાંટ, ને યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે તેઓની ચરબીનું દહન કર. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ ગાયના પ્રથમજનિતને, ઘેટાંના પ્રથમજનિતને તથા બકરાના પ્રથમજનિતને તું ન ખરીદ. તેઓ પવિત્ર છે, મારા માટે અલગ કરેલા છે. તારે તેઓનું રક્ત વેદી પર છાંટવું અને મારા માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે ચરબીનું અર્પણ કરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ17 “પરંતુ ગાય, ઘેટા, અને બકરાના પ્રથમજનિતોને બદલામાં નાણાં લઈને મુકત ન કરવાં, કારણ કે, તેઓ સંપૂર્ણપણે યહોવાને સમર્પિત છે. તારે તેમનું લોહી વેદી પર છાંટવું અને તેમની ચરબી અર્પણ તરીકે હોમવી. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. Faic an caibideil |