Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 17:8 - પવિત્ર બાઇબલ C.L.

8 બીજે દિવસે સવારે મોશે સાક્ષીના મંડપમાં ગયો. તેણે જોયું તો લેવીકુળની આરોનની લાકડીને કળીઓ ફૂટી હતી, પાન લાગ્યાં હતાં અને તેના પર પાકી બદામો લાગી હતી!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને એમ થયું કે સવારે મૂસા કરારનાં મંડપમાં ગયો. અને જુઓ, હારુનની લાકડી જે લેવીના ઘરને માટે હતી તે ફૂટી હતી, ને તેને કળીઓ આવી હતી, ને ફૂલ ખીલ્યાં હતાં, ને પાકી બદામો લાગી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 બીજે દિવસે મૂસા સાક્ષ્યમંડપમાં ગયો ત્યારે જુઓ, હારુનની લાકડી જે લેવીના કુળને માટે હતી તે ફૂટી નીકળી હતી. તેને અંકુર ફૂટ્યા હતા, ફૂલો ખીલ્યાં હતા અને પાકી બદામો પણ લાગી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બીજે દિવસે જયારે મૂસા અંદર ગયો ત્યારે લેવીના કુળનું પ્રતિનિધિત્વ કરતી હારુનની લાકડીને કળીઓ બેઠી હતી. ફૂલ ખીલ્યાં હતાં, અને પાકી બદામો પણ લાગી હતી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 17:8
13 Iomraidhean Croise  

એ વેલાને ત્રણ ડાળીઓ હતી. તેને કળીઓ ફૂટી કે તરત જ ફૂલ ખીલ્યાં અને દ્રાક્ષની પુષ્કળ લૂમો પાકી.


હે રાજા, પ્રભુએ તને રાજસત્તાનો રાજદંડ આપ્યો છે, તેથી સિયોનનગરમાંથી તારા શત્રુઓ પર સત્તાની આણ વર્તાવ.


વનનાં વૃક્ષો મધ્યે સફરજનનું વૃક્ષ હોય, તેમ અન્ય નવયુવાનોમાં મારો પ્રીતમ છે. તેની છાયામાં બેસવાથી મને અત્યંત આનંદ થાય છે અને તેનું ફળ મને મીઠું લાગે છે.


તે દિવસે પ્રભુનો અંકુર સુંદર અને ગૌરવી બનશે. ઇઝરાયલના બચી ગયેલા લોકો માટે ભૂમિની પેદાશ અભિમાન અને ગૌરવનું કારણ બની રહેશે.


ત્યારે દેશનાં સર્વ વૃક્ષો જાણશે કે હું પ્રભુ છું. હું જ ઊંચાં વૃક્ષોને નીચાં ને નીચાં વૃક્ષોને ઊંચાં બનાવું છું. હું લીલાં વૃક્ષોને સૂકવી નાખું છું ને સૂકાં વૃક્ષોને ખીલવું છું. હું પ્રભુ આ બોલ્યો છું અને હું તે પાર પાડું છું.”


પણ તેને રોષપૂર્વક ઉખેડી નાખી જમીનદોસ્ત કરી દેવામાં આવી. પૂર્વના પવને તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેની ડાળીઓ ભાંગી નાખવામાં આવી. તે સુકાઇ ગઇ અને અગ્નિમાં બળી ગઇ.


તેના થડને આગ લાગી અને તેની ડાળીઓને અને ફળોને ભસ્મ કર્યાં છે. શાસકોનો રાજદંડ બને એવી એકેય મજબૂત ડાળી તેમાં રહી નથી.” આ વિલાપ ગીત છે. તે વારંવાર ગવાતું આવ્યું છે.


ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે.


પછી એમ થશે કે જે માણસને હું પસંદ કરું છું, તેની લાકડીને કળીઓ ફૂટશે. આ રીતે ઇઝરાયલીઓની તમારી વિરુદ્ધની સતત ફરિયાદોનો હું અંત લાવીશ.”


મોશે પ્રભુ સમક્ષ મૂકેલી બધી લાકડીઓ બહાર લાવ્યો અને તે ઇઝરાયલીઓને બતાવી. જે બન્યું હતું તે તેમણે જોયું અને દરેક આગેવાને પોતપોતાની લાકડી પાછી લઈ લીધી.


તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્‍ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં.


Lean sinn:

Sanasan


Sanasan