Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 17:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પછી એમ થશે કે જે માણસને હું પસંદ કરું છું, તેની લાકડીને કળીઓ ફૂટશે. આ રીતે ઇઝરાયલીઓની તમારી વિરુદ્ધની સતત ફરિયાદોનો હું અંત લાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને એમ થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને કળીઓ ફૂટશે. અને જે કચકચ ઇઝરાયલી પ્રજા તમારી વિરુદ્ધ કરે છે તે હું મારી પાસેથી બંધ પાડીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને એવું થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને અંકુર ફૂટી નીકળશે. આ રીતે હું ઇઝરાયલી લોકો જે તારી વિરુદ્ધ બોલે છે તેઓની ફરિયાદોને બંધ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 મેં જે માંણસને પસંદ કર્યો છે તેની લાકડીને કળીઓ ફૂટશે. આ રીતે હું ઇસ્રાએલી પ્રજાની તારી સામેની ફરિયાદોનો અંત લાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 17:5
21 Iomraidhean Croise  

ઉઝિયા રાજા બળવાન બન્યો એટલે તે ઘમંડી બન્યો અને તેથી એનું પતન થયું. પોતાના ઈશ્વર પ્રભુ પ્રત્યે સાચી નિષ્ઠાને અભાવે તેણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપવેદી પર ધૂપ બાળ્યો અને એમ તેના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કર્યો.


પછી ઈશ્વરે પોતાના સેવક મોશેને તથા પોતાના પસંદ કરેલ આરોનને ઇજિપ્ત મોકલ્યા.


સવારે તમે પ્રભુના ગૌરવને જોશો. તેમની વિરુદ્ધની તમારી કચકચ તેમણે સાંભળી છે. તમારી કચકચ તેમની વિરુદ્ધની છે; કારણ, અમારી શી વિસાત કે તમે અમારી વિરુદ્ધ કચકચ કરો?”


પણ યિશાઈના ઠુંઠામાંથી ફણગો ફૂટશે અને તેની જડમાંથી ફૂટેલી ડાળીને ફળ આવશે.


પ્રભુ કહે છે, “હું દુનિયાને તેની દુષ્ટતાની અને દુષ્ટોને તેમનાં પાપની સજા કરીશ. હું ઉદ્ધતોના અભિમાનનો અંત લાવીશ અને પ્રત્યેક અભિમાની અને ઘાતકીને સજા કરીશ.


તે દિવસે યાકોબના વંશજો, ઇઝરાયલીઓ વૃક્ષની માફક મૂળ નાખશે. તેમને ફૂલ તથા કળીઓ ખીલશે અને તેમનાં ફળથી પૃથ્વી ભરપૂર થશે.


તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.


તેઓ તારાં મકાનો સળગાવી મૂકશે અને સ્ત્રીઓનાં ટોળાનાં દેખતાં તને શિક્ષા કરશે. હું તારી વેશ્યાવૃત્તિ બંધ કરાવીશ અને તારા આશકોને બક્ષિસો અપાવવાનું પણ અટકાવી દઇશ.


હું તારી કામવાસનાનો અને ઇજિપ્તથી આદરેલી તારી લંપટતાનો અંત આણીશ. તું હવે મૂર્તિઓ પર તારી દષ્ટિ નાખશે નહિ અને કદી ઇજિપ્તનું સ્મરણ કરશે નહિ.”


હું ઇઝરાયલી લોકો માટે ઝાકળરૂપ બનીશ અને તેઓ પોયણાંની માફક ખીલી ઊઠશે. લબાનોનનાં વૃક્ષોની જેમ તેમનાં મૂળ ઊંડાં જશે.


જ્યારે તમે તમારો પડાવ બદલો ત્યારે લેવીઓ તે મંડપને છોડે અને ફરી નવા સ્થળે પડાવ નાખવાનો હોય ત્યાં મંડપને ઊભો કરે. તેમના સિવાય જો બીજો કોઈ મંડપની નજીક આવે તો તે માર્યો જશે.


લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો.


એ જ કારણસર તેં અને તારા જૂથે પ્રભુની વિરુધ વિદ્રોહ કર્યો છે! આરોન કોણ કે તમે તેની વિરુધ કચકચ કરો છો?”


ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનની લાકડી સાક્ષ્યલેખની કરારપેટીની આગળ પાછી મૂકી દે કે વિદ્રોહી ઇઝરાયલીઓને માટે તે નિશાનીરૂપ બને કે મારી સામેની તેમની કચકચ બંધ થાય કે તેઓ માર્યા ન જાય.


તેથી મોશેએ ઇઝરાયલીઓને તે વિષે વાત કરી. દરેક આગેવાને પોતપોતાના કુળ પ્રમાણે લાકડી આપી. કુલ બાર લાકડીઓ થઈ અને તેમની લાકડીઓ સાથે આરોનની લાકડી પણ હતી.


બીજે દિવસે સવારે મોશે સાક્ષીના મંડપમાં ગયો. તેણે જોયું તો લેવીકુળની આરોનની લાકડીને કળીઓ ફૂટી હતી, પાન લાગ્યાં હતાં અને તેના પર પાકી બદામો લાગી હતી!


તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ.


ત્યારે તમે તેમને કહેજો કે પ્રભુની કરારપેટીએ યર્દન નદી પાર કરી ત્યારે નદીનું વહેણ કપાઈ ગયું. આમ, એ પથ્થરો અહીં બનેલા આ બનાવની ઇઝરાયલી લોકોને સદા યાદ આપશે.”


Lean sinn:

Sanasan


Sanasan