Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 17:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “ઇઝરાયલી લોકોને કહે કે તેઓ પ્રત્યેક કુળના આગેવાન પાસેથી તને બાર લાકડીઓ અપાવે. દરેક કુળની લાકડી પર તે આગેવાનનું નામ લખવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને કહીને તેઓની પાસેથી એટલે પ્રત્યેક પિતાના ઘરદીઠ એક, એ પ્રમાણે લાકડીઓ લે, એટલે તેઓના સર્વ અધિપતિઓ પાસેથી તેઓના પિતાનાં ઘર પ્રમાણે બાર લાકડીઓ લે. પ્રત્યેક માણસનું નામ તેની લાકડી પર લખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તું ઇઝરાયલી લોકોને કહે કે તેઓની પાસેથી એટલે તેઓના પૂર્વજોના કુળદીઠ એક તે મુજબ લાકડીઓ લેવી એટલે તેઓના સર્વ આગેવાનો પાસેથી તેઓના પિતાઓનાં ઘર મુજબ બાર લાકડી લે અને દરેક માણસનું નામ તેની લાકડી પર લખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તું ઇસ્રાએલી લોકોને કહે કે તેમના કુળસમૂહના આગેવાનો તને કુળદીઠ એક એટલે એકંદરે બાર લાકડીઓ આપે. દરેકની લાકડી પર તેમનું નામ કોતરાવવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 17:2
18 Iomraidhean Croise  

શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


યજ્ઞકારોને તેમના ગોત્ર પ્રમાણે ફરજ સોંપાઈ હતી, જ્યારે વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના લેવીઓને તેમનાં સેવાકાર્યોનાં જૂથ પ્રમાણે ફરજ સોંપાઈ હતી.


હે રાજા, પ્રભુએ તને રાજસત્તાનો રાજદંડ આપ્યો છે, તેથી સિયોનનગરમાંથી તારા શત્રુઓ પર સત્તાની આણ વર્તાવ.


નેકજનોના ફાળે આવેલ ભૂમિમાં, દુષ્ટ શાસકો સદા રાજ કરશે નહિ; નહિ તો કદાચ નેકજનો પણ અન્યાય કરવા લલચાય.


તું મંડપ, સાક્ષ્યલેખની કરારપેટી, મેજ તથા તેની સર્વ સામગ્રી, દીપવૃક્ષ તથા તેની સર્વ સામગ્રી, ધૂપવેદી, યજ્ઞવેદી તથા તેની સર્વ સામગ્રી અને જળકુંડ તથા તેની સર્વ સામગ્રીનો અભિષેક કરવા માટે એ તેલનો ઉપયોગ કર.


હવે તારા હાથમાં આ લાકડી લે; કારણ, એના વડે તારે ચમત્કારો કરવાના છે.”


પ્રભુએ તેને કહ્યું, “તારા હાથમાં શું છે?”


તેના થડને આગ લાગી અને તેની ડાળીઓને અને ફળોને ભસ્મ કર્યાં છે. શાસકોનો રાજદંડ બને એવી એકેય મજબૂત ડાળી તેમાં રહી નથી.” આ વિલાપ ગીત છે. તે વારંવાર ગવાતું આવ્યું છે.


તે સંહાર માટે સજાવાયેલી છે; વીજળીની જેમ ચમક્તી કરવા માટે તેને ચકચકિત બનાવવામાં આવી છે. એનાથી કોને હર્ષ થાય? પણ મારા લોકોએ શિક્ષાની સર્વ પ્રકારની સોટીઓ ગણકારી નથી.


ક્સોટી તો થશે જ; તમે જેને તુચ્છ ગણો છે એ સોટીથી જ એ થાય તો? હું પ્રભુ પરમેશ્વર આ કહું છું.


હે પ્રભુ, તમારા લોકના પાલક બનો. તમારા પસંદ કરેલા લોક એ જ તમારું ટોળું છે. તેઓ ફળદ્રુપ પ્રદેશથી ઘેરાયેલા છે, છતાં પોતે વેરાન પ્રદેશમાં એકાંતમાં રહે છે. પ્રાચીન સમયની જેમ તેમને બાશાન અને ગિલ્યાદમાં સમૃદ્ધ ગૌચરોમાં ચરવા દો.


પ્રભુએ મોશેને કહ્યું,


લેવીવંશની લાકડી પર આરોનનું નામ લખવામાં આવે. દરેક કુળના આગેવાન માટે એક લાકડી હોવી જોઈએ.


મોશેએ જે દિવસે મુલાકાતમંડપ ઊભો કરવાનું કાર્ય પૂર્ણ કર્યું તે જ દિવસે તેણે મંડપનો, તેના સર્વ સરસામાનનો તથા વેદી અને તેનાં બધાં પાત્રોનો અભિષેક કર્યો અને તે બધાં પ્રભુને સમર્પિત કર્યાં.


Lean sinn:

Sanasan


Sanasan