ગણના 16:40 - પવિત્ર બાઇબલ C.L.40 એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 એ માટે કે તેઓ ઇઝરાયલ પ્રજા માટે સ્મરણરૂપ થાય કે, જે હારુનના સંતાનનો ન હોય એવો પારકો યહોવાની સમક્ષ ધૂપ ચઢાવવાને ન આવે કે, તેના હાલ કોરાના તથા તેની સભાનતા જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તે ઇઝરાયલીપુત્રોને માટે સ્મરણમાં રહે કે, જેથી કોઈ વ્યક્તિ એટલે હારુનના વંશજમાંની કોઈ પણ વ્યક્તિએ યહોવાહ સમક્ષ ધૂપ ચઢાવવાને આવવું નહિ. આ રીતે, તેના હાલ કોરા અને તેના સાથીઓ જેવા ન થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ40 જેને જોઈને ઇસ્રાએલીઓને યાદ રહે કે જે હારુનના કુટુંબમાંથી ના હોય અને બિનઅધિકૃત હોય તેણે યહોવા સમક્ષ ધૂપ ધરાવવા આવવું નહિ. નહિ તો તેની હાલત કોરાહ અને તેના સાથીઓ જેવી થશે. આમ મૂસા દ્વારા યહોવાએ એલઆઝારને આપેલી આજ્ઞા અનુસાર બધું કરવામાં આવ્યું. Faic an caibideil |