Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:35 - પવિત્ર બાઇબલ C.L.

35 ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો, ને જે અઢીસો માણસો ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 પછી યહોવાહ પાસેથી અગ્નિ ધસી આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા અઢીસો માણસોને ભસ્મ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 પછી યહોવાનો અગ્નિ આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા 250 માંણસોને ભશ્મ કરી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:35
14 Iomraidhean Croise  

તેમના જૂથમાં અગ્નિ પણ સળગી ઊઠયો, અને તેની જ્વાળાઓએ દુષ્ટોને ભસ્મ કરી નાખ્યા.


આપણા ઈશ્વર પધારે છે, પણ ચૂપકીદીથી નહિ; તેમની સમક્ષ ભસ્મીભૂત કરનાર અગ્નિ ધસે છે અને તેમની ચારે તરફ પ્રચંડ આંધી છે.


ત્યાં ઇઝરાયલી લોકના સિત્તેર આગેવાનો ઊભા હતા. તેમની સાથે શાફાનનો પુત્ર યાઝાન્યા ઊભો હતો. દરેકના હાથમાં પોતાની ધૂપદાની હતી, તેમાંથી ધૂપનો ઘૂમાડો ઉપર ચઢતો હતો.


એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને તેઓ તેમાં પ્રભુની સમક્ષ બળી મર્યા.


તમારામાંના દરેકે પોતાની ધૂપદાની લાવવી, તેમાં ધૂપ નાખવો. પોતાની ધૂપદાની એટલે અઢીસો ધૂપદાની પ્રભુ સંમુખ લાવવી. તું તથા આરોન પણ પોતપોતાની ધૂપદાની લાવો.”


એલિયાબના પુત્રો દાથાને અને અબિરામે અને પેલેથના પુત્ર ઓને ઉધતાઈથી મોશે અને આરોન વિરુધ વિદ્રોહ કર્યો. તેમની સાથે અઢીસો ઇઝરાયલીઓ પણ જોડાયા. આ બધા સમાજના અગ્રણી અને પ્રતિષ્ઠિત માણસો હતા.


તેમની ચીસ સાંભળીને આસપાસના બધા ઇઝરાયલીઓ નાસતાં નાસતાં બોલતા હતાં, “નાસો, નહિ તો ધરતી આપણને પણ ગળી જશે.”


પછી પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારને કહે કે બળી ગયેલા અવશેષોમાંથી ધૂપદાનીઓ લઈ લે અને તેમાંના અંગારા આમતેમ વિખેરી નાખ. કારણ, ધૂપદાનીઓ પવિત્ર છે.


રોગચાળાથી માર્યા ગયેલાંની કુલ સંખ્યા 14,700ની થઈ; કોરાના બળવામાં માર્યા ગયેલાઓ તો જુદા.


તે સમયે ધરતી પોતાનું મોં ઉઘાડી તેમને ગળી ગઈ હતી. તેઓ કોરા અને તેના જૂથ સાથે મરણ પામ્યા હતા. તે સમયે અઢીસો માણસોને અગ્નિ ભરખી ગયો હતો. આ કિસ્સો લોકોને ચેતવણીરૂપ બની ગયો હતો.


પરંતુ નાદાબ અને અબીહૂ સિનાઈના રણપ્રદેશમાં પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચઢાવતાં માર્યા ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેથી આરોનના જીવતાં સુધી એલાઝાર અને ઇથામારે યજ્ઞકાર તરીકેની સેવા બજાવી હતી.


જો કોઈ તેમને ઇજા પહોંચાડવા ચાહે તો તેમના મુખમાંથી અગ્નિ નીકળીને તેમનો સંહાર કરશે. તેમને ઇજા પહોંચાડનાર એ રીતે માર્યો જશે.


Lean sinn:

Sanasan


Sanasan