Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:32 - પવિત્ર બાઇબલ C.L.

32 અને તેમને અને તેમના કુટુંબોને અને કોરાના બધા સાથીદારોને તેમની માલમતા સહિત ગળી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના ઘરખટલાઓને, તથા કોરાનાં સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમતાને સ્વાહા કરી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેમનાં કુટુંબો અને કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમિલકતને સ્વાહા કરી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 ધરતીએ ખોલેલા મુખમાં તેમનાં કુટુંબો, તેમનાં તંબુઓ, તેઓ અને તેઓના સાથીઓ અને તેઓનું સર્વસ્વ જતુ રહ્યું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:32
21 Iomraidhean Croise  

તું હવે શાપિત થયો છે અને જે ભૂમિએ તારા હાથથી વહેવડાવેલ રક્ત શોષી લીધું છે તે ભૂમિમાંથી તને હાંકી કાઢવામાં આવે છે.


વંશાનુક્રમે કહાથના વંશજો આ પ્રમાણે છે: આમ્મીનાદાબ, કોરા, આસ્સીર,


તાહાથ, આસ્સીર, એબિયાસાફ, કોરા,


ત્યારે પૃથ્વી ફાટી અને દાથાનને ગળી ગઈ, વળી તેણે અબિરામ તથા તેના જૂથને દાટી દીધાં.


લાકડાં ફાડીને તેમના નાના કકડા કરવામાં આવે છે, તેમ મૃત્યુલોક શેઓલના મુખ પાસે તેમનાં હાડકાં વેરાશે.


હે સેનાધિપતિ પ્રભુ, તમારું નિવાસસ્થાન કેવું રમણીય છે.


હે પ્રભુ, તમે તમારા દેશ પર પ્રસન્‍ન થયા હતા; તમે યાકોબના વંશજોને પુન: આબાદ બનાવ્યા હતા.


હે પ્રભુ, મારા ઈશ્વર, મારા ઉદ્ધારર્ક્તા, રાતદિન હું તમને સહાય માટે પોકારું છું.


ધરતી ફાટી જશે, તેમાં તિરાડો પડશે અને તેના ભૂક્કા બોલી જશે.


મૃત્યુલોક શેઓલની તેમને માટેની ભૂખ વધી ગઈ છે, અને તેણે પોતાનું મોં પૂરેપૂરું ખોલ્યું છે. તે યરુશાલેમના પ્રતિષ્ઠિત માણસોને અને મિજબાનીની ધમાચકડીમાં ગુલતાન થયેલા સમુદાયને ઓહિયાં કરી જાય છે.


તમારામાંના દરેકે પોતાની ધૂપદાની લાવવી, તેમાં ધૂપ નાખવો. પોતાની ધૂપદાની એટલે અઢીસો ધૂપદાની પ્રભુ સંમુખ લાવવી. તું તથા આરોન પણ પોતપોતાની ધૂપદાની લાવો.”


પરંતુ જો પ્રભુના આશ્ર્વર્યમય કાર્યથી ધરતી ફાટે અને આ લોકોને તેમની માલમત્તા સાથે ગળી જાય અને તેઓ મૃત્યુલોક શેઓલમાં જીવતાંજીવ ગરક થઈ જાય તો તમારે માનવું કે તેમણે પ્રભુનો તિરસ્કાર કર્યો છે.”


મોશે હજી તો બોલી રહ્યો હતો એટલામાં જ દાથાન અને અબિરામના પગ નીચે ધરતી ફાટી


તેથી તેઓ પોતાના સર્વસ્વ સાથે મૃત્યુલોક શેઓલમાં જીવતાંને જીવતાં ગરક થઈ ગયાં. ધરતી પાછી સંધાઈ ગઈ અને એ લોકોનો સમાજમાંથી ઉચ્છેદ થઈ ગયો.


રોગચાળાથી માર્યા ગયેલાંની કુલ સંખ્યા 14,700ની થઈ; કોરાના બળવામાં માર્યા ગયેલાઓ તો જુદા.


તે સમયે ધરતી પોતાનું મોં ઉઘાડી તેમને ગળી ગઈ હતી. તેઓ કોરા અને તેના જૂથ સાથે મરણ પામ્યા હતા. તે સમયે અઢીસો માણસોને અગ્નિ ભરખી ગયો હતો. આ કિસ્સો લોકોને ચેતવણીરૂપ બની ગયો હતો.


પણ કોરાનાં બધાં સંતાનો માર્યાં ગયાં નહોતાં.)


“અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા.


“પરમપવિત્ર વસ્તુઓની નજીક આવવાને લીધે


એ ઉપરાંત રૂબેનકુળના એલિયાબના પુત્રો દાથાન અને અબિરામની તેમણે કેવી દુર્દશા કરી એટલે કે સર્વ ઇઝરાયલીઓના દેખતાં પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેમને, તેમના પરિવારોને, તેમના નોકરચાકરને અને ઢોરઢાંકને ગળી ગઈ એ પણ તમે જોયું.’


પણ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી, અને પોતાનું મોં ઉઘાડીને પ્રચંડ અજગરે પોતાના મોઢામાંથી વહાવેલો પ્રવાહ પી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan