Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:28 - પવિત્ર બાઇબલ C.L.

28 મોશેએ લોકોને કહ્યું, “હવે તમને ખબર પડશે કે આ બધું કરવા પ્રભુએ મને મોકલ્યો છે અને આ બધું મેં મારી પોતાની મેળે કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને મૂસાએ કહ્યું, “આથી તમે જાણશો કે યહોવાએ આ સર્વ કામ કરવાને મને મોકલ્યો છે. કેમ કે [એ કામો મેં] પોતાની મેળે [કર્યા] નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પછી મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને જાણશો કે યહોવાહે આ સર્વ કામ કરવા મને મોકલ્યો છે, કેમ કે એ કામો મેં મારી પોતાની જાતે કર્યાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને ખાતરી થશે કે મેં જે કંઈ કર્યું છે તે કરવા માંટે મને યહોવાએ મોકલ્યો છે; કારણ કે હું કાંઈ માંરી મરજી મુજબ આ બધાં કાર્યો કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:28
17 Iomraidhean Croise  

સંયાબલિના સમયે એલિયા સંદેશવાહકે વેદી નજીક જઈને પ્રાર્થના કરી, “હે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર યાહવે, તમે ઇઝરાયલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું અને તમારી આજ્ઞા પ્રમાણે મેં આ બધું કર્યું છે એની પ્રતીતિ કરાવો.


ઈશ્વરે તેને કહ્યું, “હું જરૂર તારી સાથે રહીશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ છે કે જ્યારે તું તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


તો જા, હું તને બોલવામાં મદદ કરીશ અને તારે શું કહેવું તે તને શીખવીશ.”


તું તેની સાથે વાત કરીને તેણે શું કહેવું તે તેને શીખવજે. હું તને અને આરોનને બોલવામાં મદદ કરીશ, અને તમારે શું કરવું તે હું તમને શીખવીશ.


સેનાધિપતિ પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે: “આ સંદેશવાહકો જે સંદેશ પ્રગટ કરે તે સાંભળશો નહિ. તેઓ તમને વ્યર્થ વાતો કહી ભરમાવે છે. તેઓ મેં મારા મુખે જણાવેલ સંદેશો નહિ પણ પોતાના મનમાં કલ્પેલું સંદર્શન જ પ્રગટ કરે છે.


“હે મનુષ્યપુત્ર, તારા લોકમાં કપોળકલ્પિત આગાહી કરનાર સંદેશવાહિકાઓને ઉદ્દેશીને તેમની વિરુદ્ધ સંદેશ કહે.


“પ્રભુ પોતે તમારી વિરુદ્ધ યુદ્ધ કરશે, અને એકવાર જેઓ તમારા નોકર હતા તેઓ તેમને લૂંટી લેશે.” એવું બને ત્યારે સૌ કોઈ જાણશે કે પ્રભુએ મને મોકલ્યો છે.


તેમણે કહ્યું, “ઝરુબ્બાબેલે મંદિરનો પાયો નાખ્યો છે અને તેને જ હાથે બાંધક્મ પૂર્ણ થશે. એવું બને ત્યારે મારા લોકો જાણશે કે મેં તને મોકલ્યો છે.


જો બાલાક તેના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ હું પ્રભુની આજ્ઞા વિરુધ જઈને કશું કહી શકું નહિ. મને તો પ્રભુ જે કહેશે તે જ કહીશ!”


મને ખાતરી છે કે તમે સર્વદા મારું સાંભળો છો. પરંતુ અહીં ઊભેલા લોકો માટે હું આ કહું છું. એ માટે કે તમે મને મોકલ્યો છે એમ તેઓ માને.”


મારું માનો, હું પિતામાં વસું છું અને પિતા મારામાં વસે છે. કંઈ નહિ તો મારાં કાર્યોને લીધે તો માનો!


“હું મારી જાતે કશું જ કરી શક્તો નથી. પિતા મને કહે તે પ્રમાણે જ હું ન્યાય કરું છું, અને તેથી મારો ચુક્દો અદલ હોય છે. કારણ, મને જે ગમે તે કરવા હું પ્રયત્ન કરતો નથી, પરંતુ મને મોકલનારને જે ગમે તે જ હું કરું છું.


પરંતુ મારા પક્ષમાં એક સાક્ષી છે, જેની સાક્ષી યોહાનની સાક્ષી કરતાં વધારે સબળ છે. મને મારા પિતાએ સોંપેલાં જે કાર્યો હું કરું છું તે કાર્યો મારે પક્ષે સાક્ષી પૂરે છે કે પિતાએ મને મોકલ્યો છે.


કારણ, મારી ઇચ્છા પ્રમાણે કરવાને નહિ, પરંતુ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવાને હું આકાશમાંથી ઊતર્યો છું.


જો કોઈ સંદેશવાહક પ્રભુને નામે સંદેશ પ્રગટ કરે અને જો તે પ્રમાણે ન બને કે તે આગાહી પૂર્ણ ન થાય તો એ સંદેશ પ્રભુ તરફથી નથી એમ જાણવું. તે સંદેશવાહક માત્ર પોતાના તરફથી બડાઈપૂર્વક બોલ્યો છે, અને તમારે તેનાથી ડરવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan