ગણના 16:14 - પવિત્ર બાઇબલ C.L.14 તું અમને કંઈ દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાં લાવ્યો નથી કે તેં અમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપી નથી અને હવે તું આ માણસોની આંખમાં ધૂળ નાખીને છેતરવા માંગે છે? અમે ત્યાં આવવાના નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વળી તું અમને દૂધમધની રેલછેલવાળા દેશમાં નથી લાવ્યો; અને તેં અમને ખેતરોનો તથા દ્રાક્ષાવાડીઓનો વારસો નથી આપ્યો શું તું આ માણસોની આંખો ફોડી નાખીશ? અમે ત્યાં આવનાર નથી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તદુપરાંત, તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં નથી લાવ્યા અને તમે અમને ખેતરો કે દ્રાક્ષવાડીઓનો વારસો નથી આપ્યો. શું તમે અમને ખાલી વચન આપીને મૂર્ખ બનાવશો? અમે તમારી પાસે નહિ આવીએ.” Faic an caibideilપવિત્ર બાઈબલ14 તદુપરાંત જે અદભૂત દેશનું તેં વચન આપ્યું હતું તેમાં તું અમને લાવ્યો નથી, તેં અમને ખેતરો કે દ્રાક્ષાવાડીઓ પણ આપી નથી, તને શું લોકોની આંખો કાઢી નાખીશ જેથી તેઓ ઉપર કરેલું નુકશાન જુએ નહિ? ના, અમે તારી પાસે આવવાના નથી.” Faic an caibideil |