Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:11 - પવિત્ર બાઇબલ C.L.

11 એ જ કારણસર તેં અને તારા જૂથે પ્રભુની વિરુધ વિદ્રોહ કર્યો છે! આરોન કોણ કે તમે તેની વિરુધ કચકચ કરો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એ કારણ માટે તું તથા તારી આખી ટોળી યહોવાની વિરુદ્ધ એકત્ર થયા છો. અને હારુન તે કોણ કે તમે તેની સામે કચકચ કરો છો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેથી તું અને તારી આખી ટોળી યહોવાહની વિરુદ્ધ એકત્ર થયાં છો. તો તમે શા માટે હારુન વિષે ફરિયાદ કરે છો, કોણ યહોવાહની આજ્ઞા પાળે છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હારુને કઈ ખોટું કર્યુ છે કે તમે એની સામે ફરિયાદ કરો છો? તું અને તારા સાથીઓ યહોવાની વિરુદ્ધ બળવો કરો છો?”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:11
15 Iomraidhean Croise  

કોરા અને મરારીના ગોત્રોના ફરજ પરના દ્વારપાળોને એ રીતે વારા પ્રમાણે કામ સોંપાયેલું હતું.


લોકોએ પડાવમાં મોશેની તથા પ્રભુના સમર્પિત સેવક આરોનની અદેખાઈ કરી;


તેથી લોકોએ મોશે સાથે તકરાર કરીને કહ્યું, “અમને પીવાને પાણી આપ.” મોશેએ કહ્યું, “તમે શા માટે મારી સાથે તકરાર કરો છો? તમે શા માટે પ્રભુની ક્સોટી કરો છો?”


લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો.


ત્યાર પછી મોશેએ એલિયાબના પુત્રો દાથાન અને અબિરામને બોલાવ્યા પણ તેમણે કહેવડાવ્યું કે, “અમે આવવાના નથી.


તેઓ જૂથબંધી કરીને મોશે અને આરોન સામે પડયા અને તેમને કહ્યું, “તમે તો આપખુદીની હદ વટાવી છે! આખા સમાજના બધા સભ્યો પ્રભુને સમર્પિત થયેલા છે અને પ્રભુ તેમની મધ્યે છે. તેમ છતાં તમે પ્રભુના સમાજ કરતાં પોતાને ઊંચા કેમ ગણાવો છો?”


ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.”


હું તમને સાચે જ કહું છું: હું જેને મોકલું છું તેનો જે સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”


તેં એ વેચી તે પહેલાં તે તારી હતી અને એ વેચ્યા પછી મળેલા પૈસા પણ તારા જ હતા. તો તેં તારા મનમાં એમ કરવાનો નિર્ણય કેમ કર્યો? તું માણસો સમક્ષ નહિ, પણ ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલ્યો છે.”


જે કોઈ અધિકારનો વિરોધ કરે છે, તે ઈશ્વરે ઠરાવેલી વ્યવસ્થાનો વિરોધ કરે છે. જે કોઈ એવું કૃત્ય કરે છે, તે પોતા પર શિક્ષા લાવશે.


તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ.


આપોલસ કોણ છે? વળી, પાઉલ કોણ છે? અમે તો માત્ર ઈશ્વરના સેવકો જ છીએ કે જેમની મારફતે તમે વિશ્વાસ કર્યો છે. અમારામાંનો દરેક પ્રભુએ તેને સોંપેલું કાર્ય કરે છે.


આ લોકો હંમેશાં કચકચ કરે છે અને બીજાઓનો દોષ કાઢે છે. તેઓ પોતાની દુષ્ટ વાસનાઓ પ્રમાણે ચાલે છે અને મોટી મોટી બડાશો મારે છે તથા પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત કરે છે.


પ્રભુએ કહ્યું, “લોકો તને જે કહે તે પર ધ્યાન આપ. તેમણે તારો નકાર કર્યો નથી, પણ હું તેમનો રાજા ન રહું તે માટે તેમણે મારો નકાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan