Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:6 - પવિત્ર બાઇબલ C.L.

6 જાસૂસોમાંના બે જણ, નૂનના પુત્ર યહોશુઆએ અને યફુન્‍નેહના પુત્ર કાલેબે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને નૂનનો દિકરો યહોશુઆ તથા યફૂનેનો દિકરો કાલેબ, જેઓ દેશની જાસૂસી કરનારાઓમાં ના હતા, તેઓએ પોતાનાં વસ્‍ત્ર ફાડયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંનાં હતા. તેઓએ પોતાનાં વસ્ત્ર ફાડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને દેશમાં ફરીને તપાસ કરવા ગયેલામાંના બે જણે, નૂનના પુત્ર યહોશુઆએ તથા યફૂન્નેહના પુત્ર કાલેબે દુઃખના માંર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:6
22 Iomraidhean Croise  

રૂબેને જ્યારે ખાડાની પાસે આવીને જોયું કે યોસેફ ખાડામાં નથી ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડયાં.


યાકોબે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને શોક દર્શાવવા માટે પોતાની કમરે શ્વેત અળસીરેસાનું વસ્ત્ર વીંટાળ્યું. પોતાના દીકરાને માટે તેણે ઘણા દિવસો સુધી શોક કર્યો.


તેમણે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, ગધેડાં પર સામાન પાછો મૂક્યો અને શહેરમાં પાછા આવ્યા.


પછી દાવિદે યોઆબ અને તેના માણસોને પોતાનાં વસ્ત્ર ફાડવા, તાટનાં વસ્ત્ર પહેરવા અને આબ્નેરને માટે શોક કરવા હુકમ કર્યો. આબ્નેરની અંતિમક્રિયા સમયે દાવિદ રાજા પોતે તેની નનામીની પાછળ ચાલ્યો.


પછી હિલકિયાના પુત્ર એલિયાકીમે, શેબ્નાએ તથા યોઆહે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને આશ્શૂરનો મુખ્ય અમલદાર જે બોલ્યો હતો તે જઈને રાજાને કહ્યું.


આ સાંભળીને યોબ ઊઠયો. એણે શોકમાં પોતાનો જામો ફાડયો, પોતાનું માથું મુંડાવ્યું અને ભૂમિ પર મસ્તક ટેકવીને આરાધના કરી,


મોશેની આસપાસ ભેગા થયેલા લોકોને શાંત પાડતાં કાલેબે કહ્યું, “આપણે હમણાં જ આક્રમણ કરીને દેશનો કબજો લઈ લેવો જોઈએ, કારણ કે આપણે તે દેશને જીતી લેવા પૂરા સમર્થ છીએ.”


માત્ર મારો સેવક કાલેબ, જેની ભાવના જુદા જ પ્રકારની છે, તે મને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. તેથી જે દેશની તેણે તપાસ કરી તેમાં હું તેને લઈ જઈશ અને તેના વંશજો એ દેશનું વતન ભોગવશે.


જે દેશમાં તમને વસાવવા મેં સોગંદ ખાધા હતા તેમાં પ્રવેશ કરશે નહિ. પરંતુ કાલેબ અને યહોશુઆ જ વચનના દેશમાં પ્રવેશ કરશે.


દેશમાં તપાસ કરવા ગયેલા બાર જાસૂસોમાંથી ફક્ત યહોશુઆ અને કાલેબ જીવતા રહ્યા.


ત્યારે મોશે અને આરોન ઇઝરાયલી સમાજની સમગ્ર સભાની સમક્ષ પ્રાર્થના માટે ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડયા.


તેમણે સમગ્ર ઇઝરાયલી સમાજને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે તો અતિ ઉત્તમ દેશ છે.


મુખ યજ્ઞકારે પોતાનાં વસ્ત્ર ફાડીને કહ્યું, તેણે ઈશ્વરનિંદા કરી છે. આપણે હવે બીજી કોઈ સાક્ષીની જરૂર રહેતી નથી. તમે અહીં જ ઈશ્વરનિંદા સાંભળી છે.


પ્રમુખ યજ્ઞકારે પોતાનો ઝભ્ભો ફાડયો અને કહ્યું, “આપણે હવે બીજા કોઈ સાક્ષીઓની જરૂર નથી.


પ્રેષિતો એટલે બાર્નાબાસ અને પાઉલે એ વિશે સાંભળ્યું ત્યારે તેમણે પોતાનાં વસ્ત્ર ફાડયાં અને ટોળા મયે દોડી જઈને બૂમ પાડી,


એક દિવસે યહૂદાકુળના કેટલાક લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા. તેમનામાંથી કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબે તેને કહ્યું, “ઈશ્વરભક્ત મોશેને પ્રભુએ કાદેશ-બાર્નિયામાં તારે અને મારે વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.


પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં અને સંયાના સમય સુધી પ્રભુની કરારપેટી આગળ ભૂમિ પર ઊંધો પડયો રહ્યો; ઇઝરાયલના આગેવાનોએ પણ તેમ જ કર્યું, અને પોતાના શોક પ્રદર્શિત કરવા પોતાના માથા પર ધૂળ નાખી.


જ્યારે તેણે તેને જોઈ ત્યારે તેણે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં અને કહ્યું, “હાય, મારી દીકરી, તેં તો મારું હૃદય ભાંગી નાંખ્યું! તું પણ મને દુ:ખ દેનારાઓમાંની એક બની? મેં પ્રભુને ગંભીર વચન આપ્યું છે, અને હવે તે ફોક કરી શકાય તેમ નથી!”


Lean sinn:

Sanasan


Sanasan