Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે મોશે અને આરોન ઇઝરાયલી સમાજની સમગ્ર સભાની સમક્ષ પ્રાર્થના માટે ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે ઇઝરાયલની સમગ્ર પ્રજાની આખી સભાની આગળ મૂસા તથા હારુન ઊંધા પડયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે મૂસા તથા હારુન ઇઝરાયલ લોકોના ભેગા મળેલા સમગ્ર સમુદાય આગળ ઊંધા પડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ સાંભળીને મૂસા તથા હારુન ઇસ્રાએલીઓના ભેગા મળેલા સમગ્ર સમાંજ સમક્ષ ઊધે મસ્તકે ભૂમિ પર પડયા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:5
18 Iomraidhean Croise  

અબ્રામે ભૂમિ પર માથું ટેકવીને પ્રભુને પ્રણામ કર્યા. ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે આ કરાર કરું છું: તું ઘણી પ્રજાઓનો પૂર્વજ થશે.


એ જોઈને લોકો જમીન પર ઊંધા પડી ગયા અને બોલી ઊઠયા, “યાહવે જ ઈશ્વર છે, એકલા પ્રભુ જ ઈશ્વર છે.”


દાવિદે નજર ઊંચી કરીને જોયું તો પ્રભુનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઊભો હતો; તેના હાથમાં યરુશાલેમ પર ઉગામેલી ઉઘાડી તલવાર હતી. હવે દાવિદે અને લોકોના આગેવાનોએ અળસીરેસાનાં વસ્ત્ર પહેરેલાં હતાં. તેમણે પ્રભુના દૂતને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.


તેઓ ક્તલ કરતા હતા ત્યારે હું ત્યાં એકલો હતો. મેં ભૂમિ પર શિર ટેકવીને પોકારીને કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, શું તમે યરુશાલેમ ઉપર કોપ વરસાવીને બાકી રહેલા સર્વ ઇઝરાયલીઓનો પણ નાશ કરી નાખશો?”


તેનો અવાજ સાંભળીને હું બેભાન બની જમીન પર ઊંધે મુખે પટકાઈ પડયો.


એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને યજ્ઞવેદી પરનાં દહનબલિ અને બધી ચરબીને ભસ્મ કરી નાખ્યાં. આ બધું જોઈને લોકોએ હર્ષનાદ કર્યો અને ભૂમિ પર શિર ટેકવીને પ્રભુનું ભજન કર્યું.


જાસૂસોમાંના બે જણ, નૂનના પુત્ર યહોશુઆએ અને યફુન્‍નેહના પુત્ર કાલેબે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં.


પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?”


આ સાંભળતાં જ મોશેએ ભૂમિ પર શિર ટેકવીને પ્રાર્થના કરી.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનની લાકડી સાક્ષ્યલેખની કરારપેટીની આગળ પાછી મૂકી દે કે વિદ્રોહી ઇઝરાયલીઓને માટે તે નિશાનીરૂપ બને કે મારી સામેની તેમની કચકચ બંધ થાય કે તેઓ માર્યા ન જાય.


મોશે અને આરોન લોકોની સભા પાસેથી નીકળીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ગયા અને ત્યાં ભૂમિ પર ઊંધા પડયા અને તેમને પ્રભુના ગૌરવનાં દર્શન થયાં.


પછી ઈસુ થોડેક દૂર ગયા અને તેમણે ભૂમિ પર ઊંધે મુખે શિર ટેકવીને પ્રાર્થના કરી, હે પિતા, શકાય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો! તેમ છતાં મારી નહિ, પણ તમારી જ ઇચ્છા પૂર્ણ થાઓ.


તેણે જવાબ આપ્યો, “હું કોઈના પક્ષનો નથી. હું તો અહીં પ્રભુના સૈન્યના સેનાપતિ તરીકે આવેલો છું.” યહોશુઆએ ભૂમિ સુધી પોતાનું મુખ નમાવીને ભજન કરતાં કહ્યું, “મારા માલિક, હું તો તમારો દાસ છું. આપની શી આજ્ઞા છે?”


પ્રભુએ યહોશુઆને કહ્યું, “ઊભો થા! આમ જમીન પર ઊંધો કેમ પડયો છે?


તેઓ એમ કરે છે, ત્યારે પેલા ચોવીસ વડીલો રાજ્યાસન પર બિરાજેલાના ચરણે નમે છે અને જે સદાકાળ જીવંત છે તેની આરાધના કરે છે. તેઓ રાજ્યાસનની સામે પોતાના મુગટ ઉતારીને કહે છે,


ચાર જીવંત પ્રાણીઓએ પ્રત્યુત્તર આપ્યો, “આમીન”! અને વડીલોએ ભૂમિ પર પડીને ભજન કર્યું.


રાજ્યાસન, વડીલો અને ચાર જીવંત પ્રાણીઓની ચારે બાજુએ બધા દૂતો ઊભા હતા. પછી તેઓ રાજ્યાસન સમક્ષ શિર ટેકવીને અને ધૂંટણિયે પડીને ઈશ્વરનું ભજન કરતાં બોલ્યા,


Lean sinn:

Sanasan


Sanasan