Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:34 - પવિત્ર બાઇબલ C.L.

34 ચાળીસ દિવસ સુધી ફરીને તમે દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસને માટે એક વર્ષ તે પ્રમાણે ગણીને ચાળીસ વર્ષ સુધી તમે તમારાં પાપની સજા ભોગવશો; ત્યારે તમને સમજાશે કે મારો ત્યાગ કરવાનું શું પરિણામ આવે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે ચાળીસ દિવસ, તેઓની સંખ્યા‍ પ્રમાણે, અકેક દિવસને બદલે અકેક વર્ષ લેખે, ચાળીસ વર્ષ સુધી તમે તમારા અન્યાયનું [ફળ] ખાશો, ને મારા વિયોગનો અનુભવ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 જેટલા દિવસમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે ચાળીસ દિવસ તેઓની સંખ્યા મુજબ એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે એટલે ચાળીસ વર્ષ સુધી તમે તમારાં વ્યભિચારનું ફળ ભોગવશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40 વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?’

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:34
26 Iomraidhean Croise  

“પોતાના વચન પ્રમાણે પોતાના લોકને શાંતિ બક્ષનાર પ્રભુની સ્તુતિ થાઓ. પોતાના સેવક મોશે દ્વારા આપેલાં સર્વ ઉદાર વચનો તેમણે અક્ષરસ:પૂરાં કર્યાં છે.


અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


તેમણે પોતાના સેવક અબ્રાહામને તથા તેને આપેલ પવિત્ર પ્રતિજ્ઞાને સંભાર્યાં હતાં.


મારાં પાપનો ગંજ મારા શિર પર ખડક્યો છે; તેમનો ભારે બોજ મારે માટે અસહ્ય છે.


શું તેમના પ્રેમનો અંત આવ્યો છે? શું તેમનું વચન સદાને માટે રદબાતલ થશે?


ચાળીસ વર્ષ સુધી તે પેઢી પ્રત્યે મને ઘૃણા રહી. ત્યારે મેં કહ્યું, ‘આ લોકોનાં હૃદયો ભટકી ગયેલાં છે; તેઓ મારા માર્ગોમાં ચાલવાનો ઇનકાર કરે છે.’


સંદેશવાહક પાસેથી સલાહ શોધનાર અને તે સંદેશવાહક બન્‍નેને તેમના ગુના માટે એક્સરખી સજા વેઠવી પડશે.


વળી, હું પ્રભુ પરમેશ્વર કહું છું કે મને વીસરી જઈને તેં મારા તરફ તારી પીઠ ફેરવી દીધી છે, તેથી તારે તારી લંપટતા અને વ્યભિચારનાં ફળ ભોગવવાં પડશે.”


તારે ત્રણસો નેવું દિવસ ઇઝરાયલીઓની દુષ્ટતાનો બોજો સહન કરવાનો છે. તેમના અધર્મની શિક્ષાનું એક વર્ષ બરાબર એક દિવસ એ પ્રમાણે તારે બોજો ઉપાડવાનો છે.


એ દિવસો પૂરા થયા પછી તું પાછો જમણે પડખે સૂઈ જજે અને મેં ઠરાવ્યું છે તેમ એક વર્ષને માટે એક દિવસ લેખે ચાળીસ દિવસ સુધી તારે યહૂદાના કુળના દુરાચારનો બોજો ઉપાડવો.


“તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે.


અને જો કે તેઓ બાળકો ઉછેરે તો હું તેમને ઉપાડી લઈશ અને એકેય જીવતું બચશે નહિ. હું આ લોકોને તરછોડી દઈશ ત્યારે તેમની દુર્દશા થશે.”


“જો કોઈ પુરુષ માસી કે ફોઈ સાથે સમાગમ કરે તો નજીકના સગાની આબરુ લીધી કહેવાય. તેના પાપની સજા તેણે ભોગવવી જ રહી.


પછી મેં ‘સદ્ભાવના’ નામની લાકડી લીધી અને સર્વ પ્રજાઓ સાથે પ્રભુએ કરેલો કરાર રદ કરવા એને ભાંગી નાખી.


ચાળીસ દિવસ સુધી દેશમાં ફરીને જાસૂસી કર્યા પછી એ લોકો પારાનના રણપ્રદેશમાં કાદેશ મુકામે મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજ પાસે પાછા આવ્યા.


ફક્ત લેવીઓએ જ મુલાકાતમંડપની સેવા કરવી. તે અંગે જે કોઈ ગુનો થાય તેની બધી જવાબદારી તેમને શિર છે. આ કાયમી વિધિ છે. તારા વંશજોને પણ તે લાગુ પડે છે. લેવીઓને ઇઝરાયલમાં વતનનો કોઈ હિસ્સો મળશે નહિ.


પ્રભુનો કોપ ઇઝરાયલીઓ ઉપર સળગી ઊઠયો અને પ્રભુને નાખુશ કરનારી એ આખી પેઢીનો નાશ થયો ત્યાં સુધી ચાલીસ વર્ષ તેમને વેરાનપ્રદેશમાં રઝળપાટ કરાવી.


ચાલીસ વર્ષ સુધી વેરાનપ્રદેશમાં તેમને નિભાવ્યા.


કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપ્યો છે અને આ વિશાળ રણપ્રદેશમાં તમારા રઝળપાટ દરમ્યાન તેમણે તમારી સંભાળ લીધી છે અને ચાલીસ વર્ષ સુધી તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહ્યા છે અને તમને કશાની ખોટ પડી નથી.’


તેથી આપણે ભય રાખીએ; રખેને ઈશ્વરે આપણને તેમના વિશ્રામમાં પ્રવેશવાનું આપેલું વચન જારી હોવા છતાં કદાચ તમારામાંનો કોઈ તે વિશ્રામમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ નીવડે.


પ્રભુએ મોશેને એ કહ્યું એને આજે પિસ્તાળીસ વર્ષ થઈ ગયાં. તે વખતે તો ઇઝરાયલ રણપ્રદેશમાં થઈને મુસાફરી કરતા હતા, અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે મને અત્યાર સુધી જીવતો રાખ્યો છે.


અળસી રેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા મારા બે સાક્ષીઓને હું મોકલીશ. તેઓ બારસો સાઠ દિવસ દરમિયાન ઈશ્વરનો સંદેશ પ્રગટ કરશે.


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


Lean sinn:

Sanasan


Sanasan