3 શા માટે પ્રભુ અમને તે દેશમાં લઈ જાય છે? અમે યુધમાં તલવારનો ભોગ બનીશું અને અમારી સ્ત્રીઓ અને બાળકો પકડાઈને લૂંટ તરીકે વહેંચાશે. આના કરતાં તો ઇજિપ્તમાં જ પાછા જવું વધારે સારું છે!”
3 અને તરવારથી મરી જઈએ માટે યહોવા અમને આ દેશમાં કેમ લાવ્યા છે? અને અમારી સ્ત્રીઓ અને બાળકો લૂટરૂપ થશે. મિસરમાં પાછું જવું એ શું અમારે માટે વધારે સારું ન હોય?”
3 તલવારથી મરવાને યહોવાહ અમને આ દેશમાં શા માટે લાવ્યા છે? અમારી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું એ અમારે માટે વધારે સારું ન હોય?!”
3 યહોવા અમને એ દેશમાં શા માંટે લઈ જાય છે? ત્યાં અમે યુદ્ધમાં માંર્યા જઈશું અને અમાંરી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ બાનમાં પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું સારું!”
તેમણે આધીન થવાનો ઇનકાર કર્યો; ભલાઈનાં તમારાં બધાં કૃત્યો તેઓ ભૂલી ગયા; તમારા અદ્ભુત ચમત્કારો પણ તેઓ ભૂલી ગયા. પોતાના ઘમંડમાં તેમણે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવાને એક આગેવાન પસંદ કરી દીધો. પણ તમે તો ક્ષમાશીલ ઈશ્વર છો; તમે કૃપાવંત, પ્રેમાળ અને મંદરોષી છો; તમારી દયા ઘણી મહાન છે; અને તમે તેમનો ત્યાગ કર્યો નહિ.
ઇઝરાયલીઓએ તેમને કહ્યું, “પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસનાં હાલ્લાં પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત; પરંતુ તમે તો અમને આ રણપ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો.”
ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.”
પણ અમે તો ઇજિપ્ત ચાલ્યા જઈશું; ત્યાં અમારે યુદ્ધનો સામનો કરવો પડશે નહિ કે યુદ્ધની ચેતવણીના રણશિંગડાનો અવાજ પણ સાંભળવો પડશે નહિ, આહારને અભાવે ભૂખમરોય વેઠવો પડશે નહિ, અમે તો ત્યાં જ વસીશું.”
તેઓ ધનુષ્યની જેમ પોતાની જીભ વાળીને જૂઠનાં વાકાબાણ મારે છે, અને દેશમાં સત્યનું નહિ પણ જૂઠનું રાજ ચાલે છે! તેઓ દુષ્ટતા પર દુષ્ટતા આચર્યે જાય છે, અને પ્રભુને ઓળખતા નથી, એવું પ્રભુ પોતે કહે છે.
પણ પૂરા એક મહિના સુધી તમે તે ખાશો. એટલે સુધી કે તમારાં નસકોરાંમાંથી તે પાછું નીકળશે અને તમને તેનાથી અરુચિ પેદા થશે. કારણ, તમારી મધ્યે વસતા પ્રભુનો તમે નકાર કર્યો છે અને તેમની આગળ રડી રડીને કહ્યું, ‘અમે ઇજિપ્તમાંથી નીકળીને આવ્યા જ ન હોત તો સારું થાત!”
તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!”
તમારાં નાનાં બાળકો જેમના વિષે તમે કહેતા કે તેઓ શત્રુઓની લૂંટરૂપ થઈ પડશે તેઓ, અને તમારાં સંતાનો જેમને હજુ સારાનરસાનું ભાન નથી તેઓ તો તેમાં પ્રવેશ કરશે અને હું તેમને તે દેશ આપીશ અને તેઓ તેમનો કબજો મેળવશે.