Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:28 - પવિત્ર બાઇબલ C.L.

28 તેમને કહે કે, પ્રભુ આવું કહે છે: હું જીવંત છું અને સોગંદપૂર્વક કહું છું કે તમે મારા સાંભળતા જે બોલ્યા છો તે જ પ્રમાણે હું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેઓને કહે કે, યહોવા કહે છે, હું જીવતો છું, તો જેમ તમે મારા કાનોમાં બોલ્યા છો તેમ હું તમને નકકી કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 યહોવાહ કહે છે કે, તેઓને કહે કે, ‘હું જીવિત છું,’ જેમ તમે મારા કાનોમાં બોલ્યા તેમ હું નક્કી કરીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તું એ લોકોને જણાવ કે, ‘આ યહોવાનાં વચન છે: હું માંરા સમ ખાઈને કહું છું કે, તમે માંરા સાંભળતા જે બોલ્યા હતા તે જ પ્રમાંણે હું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:28
18 Iomraidhean Croise  

તેમની પોતાની જ આંખોને તેમના વિનાશનો પ્યાલો જોવા દો, અને તેમને જાતે જ સર્વસમર્થના કોપનો પ્યાલો પીવા દો.


ત્યારે ઈશ્વરે હાથ ઊંચા કરીને શપથ લીધા કે તે રણપ્રદેશમાં તેમને ધરાશયી કરશે;


તેથી મેં મારા ક્રોધમાં શપથ લીધા કે તેઓ મારા વિશ્રામના દેશમાં પ્રવેશશે નહિ.”


પરંતુ હું પ્રભુ પરમેશ્વર જે કહેવાનું હશે તે કહીશ, અને હું જે સંદેશ આપીશ તે વિના વિલંબે ફળીભૂત થશે. ઓ બંડખોર લોકો, પ્રભુ પરમેશ્વર કહે છે કે હું જે કહીશ તે તમારા પોતાના જીવનકાળ દરમિયાન પૂરું કરી બતાવીશ.”


લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો.


બધા લોકોએ મોશે અને આરોન વિરુદ્ધ કચકચ કરી અને આખા સમાજે તેમને કહ્યું, “આના કરતાં તો અમે ઇજિપ્તમાં કે આ રણપ્રદેશમાં મરી ગયા હોય તો સારું!


પણ હું જીવંત છું અને સમગ્ર સૃષ્ટિ જેનાથી ભરપૂર છે એ મારા ગૌરવના સોગંદ ખાઈને કહું છું કે, જે દેશ આપવાનું વચન મેં તેમના પૂર્વજોને આપ્યું હતું તેમાં તેઓ પ્રવેશ પામશે નહિ. કારણ, આ લોકોએ મારું ગૌરવ તથા ઇજિપ્ત અને રણપ્રદેશમાં કરેલા મારા અદ્ભૂત ચમત્કારો જોયા છતાં વારંવાર મારી પરીક્ષા કરી છે અને મને આધીન થયા નથી. તેથી જેમણે મારો તિરસ્કાર કર્યો છે તેમનામાંનો કોઈ પણ એ દેશ જોવા પામશે નહિ.


જ્યારે મોશેએ પ્રભુ જે બોલ્યા હતા તે ઇઝરાયલીઓને કહી સંભળાવ્યું ત્યારે તેમણે ભારે શોક કર્યો.


‘સાચે જ મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તેમાં આ લોકોમાંથી વીસ વર્ષ અને તેની ઉપરની ઉંમરનો કોઈ પ્રવેશ કરવા પામશે નહિ; કારણ, તેઓ મને હૃદયની નિષ્ઠાથી અનુસર્યા નથી.


“તમારો બડબડાટ સાંભળીને પ્રભુ અત્યંત રોષે ભરાયા અને તેમણે શપથ લીધા કે,


‘જે સારી ભૂમિ તમારા પૂર્વજોને આપવાના મેં શપથ લીધા હતા તે આ કુટિલ પેઢીના લોકોમાંથી એક પણ જોવા પામશે નહિ.’


આપણે કાદેશ-બાર્નિયાથી નીકળ્યા ત્યારથી ઝેરેદ વહેળો ઓળંગ્યો ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષનો સમય વીત્યો. તે સમય દરમ્યાન પ્રભુએ શપથ લીધા હતા તે પ્રમાણે યોધાઓની આખી પેઢી છાવણીમાંથી નાશ પામી;


બલ્કે, છાવણીમાંથી એ બધાનો નાશ થાય ત્યાં સુધી પ્રભુનો હાથ તેમની વિરુધ રહ્યો.


હું મારો હાથ આકાશ તરફ ઉઠાવીને મારા જીવના શપથ લઈને કહું છું કે,


કોના પર ઈશ્વર ચાળીસ વર્ષ સુધી ગુસ્સે રહ્યા? એ જ લોકો પર કે જેમણે પાપ કર્યું અને જેમનાં શબ આ અરણ્યમાં રઝડયાં.


Lean sinn:

Sanasan


Sanasan