Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:2 - પવિત્ર બાઇબલ C.L.

2 બધા લોકોએ મોશે અને આરોન વિરુદ્ધ કચકચ કરી અને આખા સમાજે તેમને કહ્યું, “આના કરતાં તો અમે ઇજિપ્તમાં કે આ રણપ્રદેશમાં મરી ગયા હોય તો સારું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને સર્વ ઇઝરાયલી લોકોએ મૂસાની વિરુદ્ધ તથા હારુનની વિરુદ્ધ કચકચ કરી. અને સર્વ લોકોએ તેઓને કહ્યું, “અમે મિસર દેશમાં મરી ગયા હોત તો સારું! અથવા આ અરણ્યમાં મરી ગયા હોત તો સારું!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને સર્વ ઇઝરાયલીઓએ મૂસા અને હારુનની વિરુદ્ધ કચકચ કરી. સમગ્ર સમુદાયે તેઓને કહ્યું “આ અરણ્ય કરતાં તો અમે મિસરમાં જ મૃત્યુ પામ્યા હોત તો કેવું સારું થાત.!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા. “આના કરતાં તો અમે મિસરમાં કે અહીં અરણ્યમાં જ મૃત્યુ પામ્યાં હોત તો વધારે સારું થાત.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:2
31 Iomraidhean Croise  

એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.”


હું ગર્ભસ્થાનમાં જ મૃત્યુ કેમ ન પામ્યો? અથવા જનમતાંની સાથે જ મારો પ્રાણ કેમ ચાલ્યો ગયો નહિ?


તે પછી તેમણે મનોહર પ્રદેશને તુચ્છ ગણ્યો; કારણ, તેમણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો નહિ.


તેમણે પોતાના તંબૂઓમાં બડબડાટ કર્યો, અને ઈશ્વરની વાણીને આધીન થયા નહિ.


ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી.


તેમણે મોશેને કહ્યું, “શું ઇજિપ્તમાં કબરો નહોતી કે તું અમને અહીં રણપ્રદેશમાં મરવા લઈ આવ્યો છે?


ત્યારે લોકોએ મોશે વિરુદ્ધ કચકચ કરતાં કહ્યું, “અમે શું પીએ?”


પરંતુ લોકોને ખૂબ તરસ લાગી હતી. તેથી તેમણે તેમની કચકચ ચાલુ રાખી. તેમણે મોશેને કહ્યું, “તું શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો? તું શા માટે અમને, અમારાં સંતાનોને અને અમારાં ઢોરઢાંકને અહીં તરસે મારી નાખવા લાવ્યો છે?”


તેથી હે પ્રભુ, મારો જીવ લઈ લો; મારે જીવવા કરતાં મરવું સારું છે.”


દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.”


લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો.


જો તમે મારી સાથે આવો જ વર્તાવ કરવાના હો તો મારા પર દયા કરીને મને મારી નાખો. જેથી મારે આ દુ:ખ લાંબો સમય વેઠવું પડે નહિ.”


અમને યાદ આવે છે કે ઇજિપ્તમાં તો મફતમાં માછલી ખાવા મળતી હતી અને કાકડી, તડબૂચ, પ્યાજ, ડુંગળી અને લસણ પણ મળતા હતાં.


આથી સમગ્ર ઇઝરાયલી સમાજે મોટે સાદે પોક મૂકી અને લોકો આખી રાત રડયા.


તું અમને દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાંથી આ રણપ્રદેશમાં મરવા માટે લઈ આવ્યો છે એટલું બસ નથી કે તું પાછો અમારા પર સત્તા ચલાવવા માગે છે?


બીજે દિવસે સમગ્ર ઇઝરાયલી સમાજે મોશે અને આરોન વિરુધ કચકચ કરીને કહ્યું, “તમે પ્રભુના કેટલાક લોકોને મારી નાખ્યા છે.”


તેથી મોશેએ ઇઝરાયલીઓને તે વિષે વાત કરી. દરેક આગેવાને પોતપોતાના કુળ પ્રમાણે લાકડી આપી. કુલ બાર લાકડીઓ થઈ અને તેમની લાકડીઓ સાથે આરોનની લાકડી પણ હતી.


તેમણે પડાવ નાખ્યો ત્યાં પાણી નહોતું. તેથી ઇઝરાયલીઓએ મોશે અને આરોન વિરુધ તકરાર કરી:


“પ્રભુની સમક્ષ અમારા જાતભાઈઓ મરી ગયા ત્યારે અમે પણ તેમની સાથે મરી ગયા હોત તો કેવું સારું!


તમે શા માટે પ્રભુના સમુદાયને આ રણપ્રદેશમાં લાવ્યા છો? અમે અને અમારાં ઢોરઢાંક અહીં મરી જઈએ તે માટે?


તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્‍ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!”


તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ.


તમે તમારા તંબૂઓમાં બડબડાટ કરતાં કહ્યું કે, ‘પ્રભુ આપણને ધિક્કારે છે અને એટલે જ અમોરીઓના કબજામાં સોંપી દઈ આપણો નાશ કરવા તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે.


અને જ્યારે પ્રભુએ તમને કાદેશ-બાર્નિયાથી એવી આજ્ઞા આપીને મોકલ્યા કે, ‘ચડાઈ કરો અને જે દેશ હું તમને વતન તરીકે આપું છું તેનો કબજો લો.’ ત્યારે પણ તમે પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો. તમે તેમના પર વિશ્વાસ કર્યો નહિ, તેમજ તેમની વાણી સાંભળી નહિ.


ઈશ્વરની વાણી સાંભળવા તેમની વિરુદ્ધ બળવો કરનાર કોણ હતા? એ જ લોકો કે જેમને મોશેએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા.


આ લોકો હંમેશાં કચકચ કરે છે અને બીજાઓનો દોષ કાઢે છે. તેઓ પોતાની દુષ્ટ વાસનાઓ પ્રમાણે ચાલે છે અને મોટી મોટી બડાશો મારે છે તથા પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan