Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુએ મોશેને કહ્યું, “ક્યાં સુધી આ લોકો મારો તિરસ્કાર કરશે? મેં તેમની મધ્યે આટલા બધા ચમત્કારો કર્યા છતાં ક્યાં સુધી તેઓ મારા પર વિશ્વાસ રાખવાના નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને યહોવાએ મૂસાને કહ્યું, “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યાં છે તે છતાં, તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને યહોવાહે મૂસાને કહ્યું કે, “આ લોકો કયાં સુધી મને ધિક્કારશે? તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા છે તે છતાં પણ તેઓ કયા સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવાએ મૂસાને કહ્યું, “એ લોકો કયાં સુધી માંરી વિમુખ રહેશે? એમની વચ્ચે મેં આટલા બધા ચમત્કારો કર્યા છતાં પણ તેઓ માંરામાં વિશ્વાસ રાખતા નથી કયાં, સુધી તેઓ માંરા પર વિશ્વાસ રાખવાની ના પાડયા કરશે? હું મરકીનો રોગચાળો ફેલાવીને તેમનો નાશ કરીશ અને તારામાંથી હું એક નવી વધારે મહાન અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:11
29 Iomraidhean Croise  

તે પછી તેમણે મનોહર પ્રદેશને તુચ્છ ગણ્યો; કારણ, તેમણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો નહિ.


કારણ, તેમણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ, અને તેમની ઉદ્ધારક શક્તિ પર ભરોસો મૂક્યો નહિ.


આ બધું બનવા છતાં પણ તેઓ પાપ કરતા જ રહ્યા અને ઈશ્વરના અદ્‍ભુત ચમત્કારો પર વિશ્વાસ કર્યો નહિ.


“તમારા પૂર્વજોએ, રણપ્રદેશમાં મરીબા અને માસ્સામાં હઠીલા દયના બનીને મારી ક્સોટી કરી તેવા તમે ન બનો;


તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ લોકો કયાં સુધી મારી આજ્ઞાને આધીન થવાનું નકારશે?


તેની વાત પર ધ્યાન આપજો અને તેની આજ્ઞા માનજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ. કારણ, મેં તેને મોકલ્યો છે અને તે આવા કોઈ બળવાની ક્ષમા આપશે નહિ.


આ લોકો કેવા હઠીલા છે તે હું જાણું છું.


“હે અબુધો, તમે ક્યાં સુધી નાદાનિયતને વળગી રહેશો? હે ઈશ્વરનિંદકો, ક્યાં સુધી તમે નિંદામાં રાચશો અને હે મૂર્ખ લોકો, ક્યાં સુધી જ્ઞાન પ્રત્યે નફરત દાખવશો?


કમરે બાંધવાના આ નકામા થઈ ગયેલા વસ્ત્ર જેવી તેમની દશા થશે. કારણ, આ દુષ્ટ લોકો મારો સંદેશ સાંભળવાની જ ના પાડે છે અને એને બદલે, તેમણે પોતાના દયના દુરાગ્રહને અનુસરીને બીજા દેવોની સેવાપૂજા કરી છે.


તો હે યરુશાલેમ, જો તું ઉદ્ધારની આશા રાખતી હોય તો તારા દયમાંથી મલિનતા ધોઈ નાખ. ક્યાં સુધી તું તારા મનમાં કુટિલ યોજનાઓ ભરી રાખીશ?


પણ રણપ્રદેશમાંયે તેમણે મારી સામે બંડ કર્યું અને જેમનું પાલન કરવાથી મનુષ્યને જીવન પ્રાપ્ત થાય છે એવા મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નહિ અને મારા આદેશોનો અમલ કર્યો નહિ. તેમણે સાબ્બાથોને પણ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કર્યા. આથી તેમના ઉપર મારો રોષ ઠાલવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં વિચાર કર્યો.


સમરૂનના લોકો સોનાના વાછરડાની પૂજા કરે છે. હું તે ધિક્કારું છું અને મારો ક્રોધ તેમની વિરુદ્ધ સળગી ઊઠયો છે. તેઓ ક્યારે મૂર્તિપૂજાનો ત્યાગ કરશે?


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તમારા પૂર્વજો મને કોપાયમાન કરતા ત્યારે હું તેમના પર જે આપત્તિ લાવવાનું વિચારતો તે વિષે મારું મન બદલતો નહિ,


“ક્યાં સુધી આ દુષ્ટ સમાજ મારી વિરુધ કચકચ કર્યા કરવાનો છે? ક્યાં સુધી મારે તમારું સહન કરવું? ઇઝરાયલીઓની મારી વિરુદ્ધની કચકચ મેં બરાબર સાંભળી છે!


તેથી તે દિવસે પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો અને તેમણે સમ ખાઈને કહ્યું,


ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું?


ઈસુએ તેમને કહ્યું, “તમે કેવા અવિશ્વાસુ લોકો છો! તમારી સાથે મારે ક્યાં સુધી રહેવું? મારે ક્યાં સુધી તમારું સહન કરવું? છોકરાને મારી પાસે લાવો!”


હું તે કાર્યો કરું છું, તે પરથી ય તમને મારામાં વિશ્વાસ ન હોય, તો પણ મારાં કાર્યોનો પુરાવો તો માન્ય રાખો; જેથી તમે સમજો અને જાણો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”


ઈસુએ તેમની આંખો આગળ આવાં અદ્‍ભુત કાર્યો કર્યાં, છતાં તેમણે તેમના પર વિશ્વાસ કર્યો નહિ;


કોઈએ કદીયે પણ ન કર્યાં હોય એવાં જે કાર્યો મેં તેમની મયે કર્યાં, તે કર્યાં ન હોત તો તેમને પાપ લાગત નહિ, પરંતુ મારાં એ કાર્યો તેમણે જોયાં હોવા છતાં તેઓ મારો અને મારા પિતાનો તિરસ્કાર કરે છે.


આટલું બધું બન્યું છતાં તમે તમારા ઈશ્વર પ્રભુ પર વિશ્વાસ રાખ્યો નહિ.


ઈશ્વરની વાણી સાંભળવા તેમની વિરુદ્ધ બળવો કરનાર કોણ હતા? એ જ લોકો કે જેમને મોશેએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા.


ઈશ્વરે શપથ લીધા, “તેઓ મારા વિશ્રામસ્થાનમાં કદી જ પ્રવેશ કરશે નહીં” આ શપથ તેમણે કોના સંબંધી લીધા? જેમણે બળવો કર્યો તેમના સંબંધી.


“જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો તમારા પૂર્વજોએ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને રણપ્રદેશમાં તે દિવસે તેમની પરીક્ષા કરી તેમ તમે તેમના જેવા હઠીલા બનશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan