Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 13:33 - પવિત્ર બાઇબલ C.L.

33 વળી, અમે ત્યાં અનાકના વંશજોને એટલે રાક્ષસી કદના માણસોને પણ જોયા છે. તેમની આગળ અમે તો તીડ જેવા લાગતા હતા અને તેમને પણ અમે તીડ જેવા જ લાગ્યા હોઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને, એટલે અનાકના પુત્રોને, અમે જોયાં અને અમે પોતાની દષ્ટિમાં પણ અમે એવા જ હતા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 ત્યાં અમે મહાકાય એટલે અનાકના વંશજોને પણ જોયા, તેઓની સામે અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા. અને તેઓની નજરમાં અમે પણ એવા જ હતા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 તદુપરાંત અમે ત્યાં અનાકના વંશજો પુરાતન સમયના રાક્ષસોના વંશજોને પણ જોયા, તેઓ ખૂબ ઊચા અને કદાવર છે, અને અમે તો તેમની આગળ તીતીધોડા જેવા છીએ. એમ અમને લાગતું હતું. અને તે લોકોને પણ અમે તીતીધોડા જેવા જ લાગ્યા હોઈશું.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 13:33
17 Iomraidhean Croise  

તે દિવસોમાં અને તે પછી પણ પૃથ્વી પર રાક્ષસી કદના માણસો વસતા હતા. તેઓ ઈશ્વરના પુત્રો અને માણસોની પુત્રીઓથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના શક્તિશાળી અને નામાંક્તિ વીરપુરુષો હતા.


તેણે બે મીટર ઊંચા કદાવર ઇજિપ્તીને મારી નાખ્યો. એ ઇજિપ્તી પાસે સાળના પાટડા જેવો મોટો ભાલો હતો. બનાયાએ એક લાકડી વડે ઇજિપ્તી પર હુમલો કરીને તેના હાથમાંથી ભાલો ખૂંચવી લીધો અને તેના વડે જ તેને પૂરો કર્યો. એ બનાયાનાં પરાક્રમી કામો હતાં.


પ્રભુ તો પૃથ્વીથી ઊંચે, આકાશના ધુમ્મટની ઉપર રાજ્યાસન પર બિરાજે છે. તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તીડ જેવા છે. તે પડદાની માફક આકાશોને વિસ્તારે છે અને રહેવાના તંબુની જેમ તેમને પ્રસારે છે.


તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.)


પરંતુ ત્યાંના લોકો બળવાન છે. તેમનાં નગરો કિલ્લાવાળાં અને બહુ વિશાળ છે. વળી, અમે ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજોને પણ જોયા.


આથી સમગ્ર ઇઝરાયલી સમાજે મોટે સાદે પોક મૂકી અને લોકો આખી રાત રડયા.


આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા.


“(આર નગરમાં અગાઉ એમી જાતિના ઘણા લોક વસતા હતા. તેઓ અનાકીઓની જેમ બળવાન અને કદાવર હતા.


(બાશાનનો રાજા ઓગ રફાઈ જાતિનો છેલ્લો રાજા હતો અને તેની શબપેટી લોખંડની હતી. નિયત માપ પ્રમાણે તે આશરે ચાર મીટર લાંબી અને બે મીટર પહોળી હતી. તે પેટી આમ્મોનીઓના રાબ્બા નગરમાં હયાત છે.)


ત્યાંનાં લોકો ઊંચા અને કદાવર છે. તેઓ અનાક નામની રાક્ષસી જાતિના વંશજો છે. તમે તેમને વિષે જાણો છો અને તમે તેમને વિષે સાંભળ્યું છે કે ‘અનાકી લોકો સામે કોણ ટક્કર લઈ શકે?’


યહોશુઆએ એ જ સમય દરમ્યાન હેબ્રોન, દબીર અને અનાબના પહાડી- પ્રદેશમાં તેમ જ યહૂદિયાના પહાડીપ્રદેશમાં વસતા અનાકીમ વંશના કદાવર લોકોનો અને તેમનાં નગરોનો નાશ કર્યો.


તો હવે મને આ ઉચ્ચપ્રદેશ કે જેના વિષે પ્રભુએ મને વચન આપ્યું હતું તે મને આપ. તે વખતે તને બાતમી આપવામાં આવી હતી કે ત્યાં મોટાં અને કોટવાળાં નગરોમાં કદાવર જાતિના અનાકી લોકો છે. પ્રભુ મારી સાથે રહેશે અને પ્રભુએ આપેલા વચન મુજબ હું તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”


કાલેબે અનાકના વંશજોમાંના શેશાય, અહિમાન અને તાલ્માય ગોત્રના લોકોને તે નગરમાંથી હાંકી કાઢયા.


દાવિદે તે સાંભળ્યું. ગોલ્યાથને જોતાં જ ઇઝરાયલીઓ ભયથી નાસભાગ કરવા લાગ્યા.


દાવિદને બરાબર જોતાં જ ગોલ્યાથે તેને પડકાર્યો. કારણ, તે સુંદર અને દેખાવડો છોકરો હતો.


Lean sinn:

Sanasan


Sanasan