Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 13:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તેથી તેઓ ઉત્તરમાં ગયા અને તેમણે સીનના રણપ્રદેશથી શરૂ કરીને, છેક રહોબ સુધી અને ઉત્તરમાં હમાથના ઘાટ સુધી ફરી ફરીને દેશની જાસૂસી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેઓ ઉપર ગયા, ને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથના બારા સુધી દેશની જાસૂસી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેથી તેઓ ઊંચાણમાં ગયા અને જઈને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથની ઘાટી સુધી દેશની જાસૂસી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેઓએ સમગ્ર દેશમાં જઈને સીનના અરણ્યથી માંડીને હમાંથની ઘાટી પાસે આવેલા રહોબ સુધીનો પ્રદેશ તપાસ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 13:21
15 Iomraidhean Croise  

દાવિદે હદાદએઝેરના આખા સૈન્યને હરાવ્યું છે એ વાત હમાથના રાજા ટોઈના સાંભળવામાં આવી.


દમાસ્ક્સ વિષે સંદેશ: પ્રભુ કહે છે, “હમાથ અને આર્પાદના લોકો માઠા સમાચાર સાંભળીને ચિંતાતુર બન્યા છે. સાગરની જેમ તેઓ ખળભળી ઊઠયા છે અને તેમને કંઈ ચેન પડતું નથી


નબૂખાદનેસ્સાર રાજા ત્યારે રિબ્લા નગરમાં હતો. તેથી તેઓ સિદકિયાને ત્યાં તેની પાસે લઈ ગયા. નબૂખાદનેસ્સારે ત્યાં સિદકિયાને આવી સજા ફટકારી.


ત્યાંથી તે દમાસ્ક્સ અને બેરોથા અને સિબ્રાઇમનાં નગરો થઈને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાત્તિકોન સુધી જાય છે.


જઈને કાલ્ને શહેરને જુઓ. ત્યાંથી મહાનગર હમાથની મુલાકાત લો અને આગળ વધીને પલિસ્તીઓના શહેર ગાથમાં જાઓ. શું તેઓ યહૂદિયા અને ઇઝરાયલનાં રાજ્યો કરતાં કંઈ સારાં છે? શું તેમનો વિસ્તાર તમારા વિસ્તાર કરતાં વધારે છે?


પહેલા મહિનામાં ઇઝરાયલી- ઓનો સમસ્ત સમાજ સીનના રણપ્રદેશમાં આવ્યો. તેમણે કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મિર્યામનું અવસાન થયું અને ત્યાં તેને દફનાવવામાં આવી.


કારણ, સીનના રણપ્રદેશમાં તમે બંનેએ મારી આજ્ઞા વિરુધ વિદ્રોહ કર્યો હતો. જ્યારે મરીબા પાસે સમગ્ર સમાજે મારી વિરુધ ફરિયાદ કરી ત્યારે તેમની સમક્ષ તમે મને પવિત્ર મનાવ્યો નહોતો.” (સીનના રણપ્રદેશમાં કાદેશ પાસે આવેલા મરીબાના ઝરણાની આ વાત છે.)


ને ત્યાંથી તે હમાથના નાકા સુધી જાય અને તેનો છેડો સદાદ સુધી જાય.


તેઓ ચાલી નીકળ્યા અને પહાડીપ્રદેશમાં એશ્કોલના ખીણપ્રદેશ સુધી પહોંચ્યા અને તે દેશ વિષે માહિતી મેળવી.


કારણ કે કાદેશ પ્રદેશના મરીબાના જળાશય પાસે સીનના રણમાં ઇઝરાયલ લોકોની વચમાં તેં મને મોટો મનાવ્યો નહિ, પણ એ લોકોની સમક્ષ મારું અપમાન કર્યું.


ગબાલીઓનો પ્રદેશ; આખો લબાનોન તથા પૂર્વમાં હેર્મોન પર્વતની દક્ષિણે બઆલ- ગાદથી હમાથના ઘાટ સુધીનો પ્રદેશ.


યહૂદાના કુળના વંશજોને ગોત્રવાર દેશનો જે ભાગ મળ્યો તે આ પ્રમાણે છે: એમના પ્રદેશની દક્ષિણ સરહદ સદોમની સરહદની નજીક સીનના રણપ્રદેશના દક્ષિણના સૌથી દૂરના છેડા સુધી પહોંચતી હતી.


તેમની વહારે આવનાર કોઈ નહોતું. કારણ, તે સિદોનથી ઘણે દૂર હતું અને બીજા લોકો સાથે તેમને કંઈ વ્યવહાર નહોતો. બેથ-રહોબ જે ખીણમાં હતું તે જ ખીણમાં તે નગર હતું. દાનવંશીઓએ તે નગરને ફરી બાંધ્યું અને ત્યાં જ વસવાટ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan