Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 13:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ત્યાંની ભૂમિ ફળદ્રુપ છે કે ક્સ વગરની અને ત્યાં ગાઢ જંગલો છે કે નહિ તેની તપાસ કરો. હિંમતપૂર્વક જાઓ અને ત્યાંની પેદાશમાંથી થોડાંક ફળ લેતા આવજો.” દ્રાક્ષ પાકવાની મોસમની શરૂઆતના એ દિવસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને જમીન કેવી છે, તે કસવાળી છે કે કસ વગરની, તેમાં વૃક્ષો છે કે નહિ [તે જુઓ]. અને તમે હિમ્મત પકડો, ને તે દેશનું કંઈ ફળ લેતા આવજો.” હવે તે વખત તો પહેલી દ્રાક્ષો પાકવાનો વખત હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજ્જડ? વળી ત્યાં વૃક્ષો છે કે નહિ? તે જુઓ, નિર્ભય થઈને જાઓ અને તે દેશનું ફળ લેતા આવજો.” હવે તે સમય પ્રથમ દ્રાક્ષો પાકવાનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજજડ, ત્યાં જંગલો છે કે નહિ, નિર્ભય થઈને જાઓ અને ત્યાંના કેટલાંક ફળોના નમૂના લઈને આવો.” એ સમય દ્રાક્ષની ઋતુનો પ્રથમ પાકનો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 13:20
19 Iomraidhean Croise  

દાવિદે કહ્યું, “મારા દીકરા, પ્રભુ તારી સાથે હો, અને તેમણે તારે વિષે આપેલા વચન પ્રમાણે તેમનું મંદિર બાંધવામાં તું સફળ થા.


તમારા લોકોએ કિલ્લેબંધીવાળાં નગરો, ફળદ્રુપ પ્રદેશ, સંપત્તિથી ભરેલાં ઘર, ખોદીને તૈયાર કરી રાખેલાં ટાંકાં, ઓલિવવૃક્ષો, ફળાઉ વૃક્ષો અને દ્રાક્ષવાડીઓ પર કબજો જમાવી દીધો. પોતાને જેટલું જોઈએ તેટલું તેમણે ખાધું અને ખાઈને પુષ્ટ થયા; તમારી આપેલી સઘળી સારી વસ્તુઓનો તેમણે સુખાનુભવ કર્યો.


તમે આપેલા મોટા અને ફળદ્રુપ દેશમાં તેઓ વસતા હતા ત્યારે રાજાઓ તમારી આશિષથી તેમના પર રાજ કરતા હતા; પણ પાપથી પાછા ફરવામાં અને તમારી સેવા કરવામાં તેઓ નિષ્ફળ ગયા.


હું તેમને ઇઝરાયલના પહાડો પર ઉત્તમ ચારો ચરાવીશ. પહાડોનાં ઢોળાવો પરનો ચારો તેમનો થશે. ત્યાં તેઓ ગૌચરમાં ચરશે અને ઇઝરાયલના પહાડોના ઉત્તમ ચારાથી તેમનું પોષણ થશે.


તે સમૃદ્ધ પ્રદેશ પર ઓચિંતો હુમલો કરશે અને તેના પૂર્વજોમાંના કોઈએ ન કર્યાં હોય એવાં કામ કરશે. યુદ્ધમાં મેળવેલી લૂંટ અને મિલક્ત તે પોતાના સાથીઓને વહેંચી આપશે. તે કિલ્લાઓ પર ચઢાઈ કરવાની યોજનાઓ ઘડી કાઢશે, પણ તેનો સમય જલદી પૂરો થઈ જશે.


મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી!


ત્યાંની જમીન કેવી છે, સારી કે ખરાબ અને તેઓ કેવાં નગરોમાં રહે છે, પડાવોમાં કે કોટબંધ નગરમાં.


તેઓ ચાલી નીકળ્યા અને પહાડીપ્રદેશમાં એશ્કોલના ખીણપ્રદેશ સુધી પહોંચ્યા અને તે દેશ વિષે માહિતી મેળવી.


તેઓ આપણી પાસે તે પ્રદેશનાં ફળ લેતા આવ્યા અને તેમણે આ પ્રમાણે અહેવાલ આપ્યો, ‘આપણા ઈશ્વર પ્રભુ આપણને જે દેશ આપે છે તે ફળદ્રુપ છે.’


પછી પ્રભુએ નૂનના પુત્ર યહોશુઆની નિમણૂંક કરતાં તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા. ઇઝરાયલીઓને જે દેશ આપવાના મેં શપથ લીધા છે તેમાં તું તેમને દોરી જશે અને હું તારી સાથે રહીશ.”


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


બળવાન તથા હિમ્મતવાન થા; કારણ, આ લોકોના પૂર્વજોની આગળ મેં ખાધેલા સોગંદ પ્રમાણે આ દેશનો કબજો સંપાદન કરવામાં તારે તેમના આગેવાન બનવાનું છે.


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી છૂપી રીતે બે જાસૂસો મોકલ્યા અને તેમને કહ્યું, “જાઓ, જઈને કનાન દેશની અને વિશેષે કરીને યરીખો નગરની બાતમી મેળવી લાવો.” તેઓ ત્યાં ગયા અને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા.


તેથી તેણે રાહાબને સંદેશો મોકલ્યો કે, “તારા ઘરમાં ઊતરેલા માણસો તો આખા દેશની જાસૂસી કરવા આવ્યા છે! તેમને બહાર કાઢ!”


Lean sinn:

Sanasan


Sanasan