Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 11:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પ્રભુએ મોશેને કહ્યું, “મારી શક્તિની કોઈ મર્યાદા છે ખરી? તું હમણાં જ જોશે કે મેં તને કહ્યું છે તેમ થાય છે કે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને યહોવાએ મૂસાને કહ્યું, “શું યહોવાનો હાથ ટૂંકો પડયો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ એ તું હવે જોઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 યહોવાહે મૂસાને કહ્યું કે, “શું મારો હાથ એટલો ટૂંકો પડ્યો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ એ તું હવે જોઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 યહોવાએ મૂસાને કહ્યું, “માંરી શક્તિ તો અમર્યાદિત છે, તૂં હમણાં જ જોશે કે, માંરું વચન સાચું સાબિત થાય છે કે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 11:23
21 Iomraidhean Croise  

શું પ્રભુને કંઈ અશક્ય છે? આવતે વર્ષે નિયત સમયે હું તારી પાસે પાછો આવીશ અને સારાને ત્યારે પુત્ર થયો હશે.”


પણ તેણે કહ્યું, “આ કંઈ સો માણસોને બસ થાય તેટલો ખોરાક નથી.” એલિશાએ જવાબ આપ્યો, “તેમને તેમાંથી પીરસવા માંડ; કારણ, પ્રભુ કહે છે કે તેઓ ખાશે તોય થોડું વધશે.”


રાજાના અંગરક્ષકે ઈશ્વરભક્ત એલિશાને કહ્યું, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય તેવું બને ખરું?” એલિશાએ જવાબ આપ્યો, “એવું બનેલું તું જોશે પણ તું પોતે એ ખોરાક ખાવા પામશે નહિ.”


પતનમાં પડીને વારંવાર તેમણે ઈશ્વરની ક્સોટી કરી અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને ચીડવ્યા.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ફેરોની કેવી દશા કરું છું તે તું જોજે; કારણ, મારા બાહુબળના પ્રભાવથી તે તમને જવા દેશે; અરે, મારા બાહુબળને લીધે તો તે તમને તેના દેશમાંથી હાંકી કાઢશે.”


“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.


સાચે જ પ્રભુનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી લેવાને પહોંચી ન શકે; અને તેમના કાન એવા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ન શકે.


અચાનક મૂંઝવણમાં પડી ગયેલા માણસના જેવા અને અણીને વખતે મદદ ન કરી શકે તેવા સૈનિક જેવા તમે કેમ થયા છો? ના, પ્રભુ ના, તમે તો અમારી મધ્યે જ છો; અમે તમારે નામે ઓળખાઈએ છીએ, અમને તજી દેશો નહિ!”


“હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી.


પરંતુ હું પ્રભુ પરમેશ્વર જે કહેવાનું હશે તે કહીશ, અને હું જે સંદેશ આપીશ તે વિના વિલંબે ફળીભૂત થશે. ઓ બંડખોર લોકો, પ્રભુ પરમેશ્વર કહે છે કે હું જે કહીશ તે તમારા પોતાના જીવનકાળ દરમિયાન પૂરું કરી બતાવીશ.”


હું પ્રભુ એ બોલ્યો છું. મારે કાર્ય કરવાનો સમય આવ્યો છે. હું તે પડતું મૂકીશ નહિ, દયા રાખીશ નહિ કે એનો મને ખેદ પણ થશે નહિ. તારાં આચરણો ને તારાં કૃત્યો પ્રમાણે તને સજા થશે જ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


ત્યાં જઈને ખૂબ ચિંતાપૂર્વક તેણે હાંક મારી, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે ઈશ્વર શું તને બચાવી શક્યા છે?”


શું તું એમ ધારે છે કે ઇઝરાયલના લોકો શાપ તળે છે? શું ઈશ્વરે ધીરજ ગુમાવી છે? શું તે ખરેખર આવું કરશે? શું તે સદાચારી પ્રત્યે માયાળુપણે બોલતા નથી?”


તેમને બસ થાય એટલાં ઢોર કે ઘેટાંબકરાં કાપવા માટે છે? અથવા તેમને બસ થાય માટે શું દરિયાની બધી માછલી પકડવામાં આવશે?”


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


ઈસુએ તેમની તરફ જોઈને કહ્યું, માણસોને માટે એ અશકય છે, પણ ઈશ્વરને તો સર્વ શકય છે.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


કારણ, ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!”


Lean sinn:

Sanasan


Sanasan