Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 11:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પણ પૂરા એક મહિના સુધી તમે તે ખાશો. એટલે સુધી કે તમારાં નસકોરાંમાંથી તે પાછું નીકળશે અને તમને તેનાથી અરુચિ પેદા થશે. કારણ, તમારી મધ્યે વસતા પ્રભુનો તમે નકાર કર્યો છે અને તેમની આગળ રડી રડીને કહ્યું, ‘અમે ઇજિપ્તમાંથી નીકળીને આવ્યા જ ન હોત તો સારું થાત!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ એક આખા માસ સુધી તમે તે ખાશો, એટલે સુધી કે તે તમારાં નસકોરામાંથી [પાછું] નીકળશે, ને તમે તેથી કંટાળી જશો, કેમ કે યહોવા જે તમારી મધ્યે છે તેનો તમે નકાર કર્યો છે, ને તેની આગળ રડી રડીને કહ્યું છે કે, અમે મિસરમાંથી કેમ નીકળી આવ્યા?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પરંતુ એક આખા મહિના સુધી તમે તે ખાશો એટલે સુધી કે તે તમારાં નસકોરામાંથી પાછું નીકળશે. અને તેથી તમે કંટાળી જશો. કેમ કે યહોવાહ જે તમારી મધ્યે છે તેનો તમે ઇનકાર કર્યો છે અને તેમની આગળ રડીને કહ્યું છે કે “અમે મિસરમાંથી કેમ બહાર આવ્યા?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.’”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 11:20
21 Iomraidhean Croise  

તેં પ્રભુની ઉપેક્ષા કરીને ઉરિયાની પત્ની રાખી હોવાથી તારા કુટુંબમાં હમેશાં અંદરોઅંદર ખૂનરેજી ચાલ્યા કરશે.”


તેથી ઈશ્વરે તેમની માગણી પ્રમાણે તેમને આપ્યું, પણ તેમના પર ભયાનક રોગચાળો મોકલ્યો.


સાંજના સમયે લાવરીઓનાં મોટાં ટોળાં આવ્યાં, અને તેમણે આખી છાવણી ઢાંકી દીધી. વળી, સવારે છાવણીની આસપાસ ઝાકળ પડયું,


ઇઝરાયલીઓએ તેમને કહ્યું, “પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસનાં હાલ્લાં પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત; પરંતુ તમે તો અમને આ રણપ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો.”


પછી મોશેએ કહ્યું, “પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમે ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ, તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો; બાકી અમારી તે શી વિસાત?”


ધરાયેલો માણસ મધથી પણ કંટાળે છે, પણ ક્ષુધાતુરને કડવી ચીજ પણ મીઠી લાગે છે.


સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “પુત્ર પોતાના પિતાને અને નોકર પોતાના માલિકને માન આપે છે. હું તમારો પિતા છું; તો તમે શા માટે મને માન આપતા નથી? હું તમારો માલિક છું; તો શા માટે તમે મારું સન્માન કરતા નથી? તમે મારો તુચ્છકાર કરો છો અને છતાં પૂછો છો, ‘અમે કઈ રીતે તમારો તિરસ્કાર કર્યો છે?’


તેઓ મારી પાસે આવીને રડી રડીને કહે છે, ‘અમને ખાવાને માંસ આપ’, પણ આ બધા લોકોને પૂરતું થાય એટલું માંસ હું ક્યાંથી લાવું?


એક કે બે દિવસ નહિ, પાંચ, દસ કે વીસ દિવસ નહિ;


મોશેએ પ્રભુને કહ્યું, “અહીં મારી સાથે આશરે છ લાખ દળ કૂચ કરી રહ્યું છે અને તમે તેમને તેઓ એક મહિના સુધી ખાય તેટલું માંસ પૂરું પાડવાનું વચન આપો છો!


શા માટે પ્રભુ અમને તે દેશમાં લઈ જાય છે? અમે યુધમાં તલવારનો ભોગ બનીશું અને અમારી સ્ત્રીઓ અને બાળકો પકડાઈને લૂંટ તરીકે વહેંચાશે. આના કરતાં તો ઇજિપ્તમાં જ પાછા જવું વધારે સારું છે!”


તેથી તેમણે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે એક આગેવાનની નિમણૂક કરીને ઇજિપ્ત પાછા જઈએ.”


તું અમને દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાંથી આ રણપ્રદેશમાં મરવા માટે લઈ આવ્યો છે એટલું બસ નથી કે તું પાછો અમારા પર સત્તા ચલાવવા માગે છે?


તમે શા માટે પ્રભુના સમુદાયને આ રણપ્રદેશમાં લાવ્યા છો? અમે અને અમારાં ઢોરઢાંક અહીં મરી જઈએ તે માટે?


તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્‍ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!”


‘ઓ નિંદકો, જુઓ, આશ્ર્વર્ય પામો અને આઘાત પામો! કારણ, તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે તમને કોઈ સમજાવે તો પણ તમે તે માનશો નહિ!”


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


તેણે સર્વ લોકોને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે. પ્રભુ આપણી સાથે જે વચનો બોલ્યા તે બધાં તેણે સાંભળ્યા છે. તેથી તે તમારી વિરુદ્ધ સાક્ષી બનશે, જેથી તે તમને તમારા ઈશ્વર વિરુદ્ધ બંડ કરતાં રોકે.”


તમારાં સર્વ દુ:ખો અને મુશ્કેલીઓમાંથી તમને બચાવનાર હું તમારો ઈશ્વર છું. પણ આજે તમે મારો નકાર કર્યો છે અને તમારા પર રાજા નીમવાની માગણી કરી છે. તો ભલે, હવે કુળ અને કુટુંબ પ્રમાણે મારી સમક્ષ રજૂ થાઓ.”


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


Lean sinn:

Sanasan


Sanasan