Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 11:18 - પવિત્ર બાઇબલ C.L.

18 “તું લોકોને આ પ્રમાણે કહે, ‘પોતાને શુધ કરીને આવતી કાલને માટે તૈયાર થાઓ. તમને ખાવા માટે માંસ મળશે.’ તમે પ્રભુના સાંભળતાં રડી રડીને કહ્યું હતું કે ‘અમને ખાવાને માંસ કોણ આપશે? ઇજિપ્તમાં અમે કેવા સુખી હતા!’ તેથી હવે પ્રભુ પોતે તમને ખાવાને માટે માંસ આપશે અને તમારે તે ખાવું જ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તું લોકોને કહે કે, તમે કાલને માટે પોતાને શુદ્ધ કરો, ને તમે માંસ ખાશો, કેમ કે તમે યહોવાના કાનોમાં રડીને કહ્યું, ‘અમને ખાવાને માંસ કોણ આપશે? કેમ કે મિસરમાં અમારે માટે ઠીક હતું.’ એ માટે યહોવઅ તમને માંસ આપશે, ને તમે ખાશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તું લોકોને કહે કે,; તમે કાલને સારુ પોતાને શુદ્ધ કરો યહોવાહની મુલાકાત માટે તૈયાર થાઓ. તમને માંસ મળશે, કેમ કે, તમે રડીને યહોવાહના કાનોમાં કહ્યું કે, “અમને ખાવાને માંસ કોણ આપશે? કેમ કે, મિસરમાં જ અમારા માટે સારું હતું.” એ માટે યહોવાહ તમને માંસ આપશે અને તમે ખાશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોને આ પ્રમાંણે કહે; દેહ શુદ્ધ કરી આવતીકાલને માંટે તૈયાર થાઓ, તમને માંસ ખાવા મળશે, તેઓને એ પણ કહે કે, યહોવાએ તમને રડતાં અને ફરિયાદ કરતાં સાભળ્યાં છે કે, ‘અમને માંસ કોણ આપશે? અમે મિસરમાં જ સારા હતાં!’ તે તમને માંસ આપશે, ને તમે તે જમશો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 11:18
16 Iomraidhean Croise  

તેથી યાકોબે પોતાના કુટુંબને અને પોતાની સાથેના બધા માણસોને કહ્યું, “તમારી પાસે પારકા દેવોની જે મૂર્તિઓ હોય તેમને ફેંકી દો, પોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલી નાખો.


અને તેની લહેજત માણવાને તેને કાઢી નાખવા તૈયાર ન હોય અને તેના પોતાના મુખમાં વાગોળ્યા કરે,


તેને પોતાનું પેટ પૂરેપૂરું ભરવા દો; કારણ, ઈશ્વર તેના પર પોતાનો ભયાનક ક્રોધાગ્નિ મોકલશે, અને તેના પર પોતાનો કોપ વરસાવશે.


જો કે ઈશ્વરે ખડક પર પ્રહાર કર્યો ને પાણી વહી નીકળ્યું, અને વેગીલા જલપ્રવાહના રેલા ચાલ્યા; પરંતુ શું તે રોટલી પણ આપી શકે? શું તે પોતાના લોકો માટે માંસનો પ્રબંધ કરી શકે?”


પછી મોશેએ કહ્યું, “પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમે ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ, તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો; બાકી અમારી તે શી વિસાત?”


“લોકો પાસે જઈને તેમને કહે કે તેઓ આજે અને કાલે પોતાને ભક્તિ માટે શુદ્ધ કરે. વળી, તેઓ પોતાનાં વસ્ત્ર ધૂએ


મોશેએ તેમને કહ્યું, “ત્રીજા દિવસને માટે તૈયાર થાઓ. દરમ્યાનમાં, સ્ત્રીસમાગમથી દૂર રહેજો.”


વળી, જે યજ્ઞકારો મારી પાસે આવે તેઓ પણ પોતે શુદ્ધ થઈને આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.”


લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો.


એક કે બે દિવસ નહિ, પાંચ, દસ કે વીસ દિવસ નહિ;


“પણ આપણા પૂર્વજોએ તેને આધીન થવાનો નકાર કર્યો; તેમણે તેની ઉપેક્ષા કરીને ઇજિપ્તમાં પાછા જવાની ઇચ્છા રાખી.


તેથી ઊઠ, જઈને લોકોને શુદ્ધ કર. તેમને કહે કે તેઓ શુદ્ધ થઈને આવતી કાલે મારી સમક્ષ હાજર થવા તૈયાર થાય. કારણ, હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આમ કહું છું: ‘હે ઇઝરાયલ, તમારી મધ્યે મના કરેલી અર્પિત વસ્તુ છે; તમે તમારામાંથી એ વસ્તુ દૂર નહિ કરો ત્યાં સુધી તમે તમારા શત્રુઓ આગળ ટકવાના નથી!


તેથી હવે ઇઝરાયલી લોકો બેથેલમાં જઈને સાંજ સુધી પ્રભુની સમક્ષ બેઠા. તેમણે મોટે સાદે કરુણ આક્રંદ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan