Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 11:17 - પવિત્ર બાઇબલ C.L.

17 હું ત્યાં ઊતરી આવીશ અને તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા તારા પર છે તે હું તેમની સાથે વહેંચીશ અને પછી તેઓ લોકોનો બોજ ઉપાડવામાં તારી મદદ કરશે અને તારે એકલાએ સમગ્ર જવાબદારી ઉપાડવાની રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને હું ઊતરી આવીશ, ને ત્યાં તારી સાથે વાત કરીશ. અને મારો જે આત્મા તારા પર છે, તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ. અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઊંચકે કે, તારે એકલાને તે ઊંચકવો ન પડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્મા આપ્યો છે તેમાંનો લઈને હું એ લોકો પર મૂકીશ. તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, તેથી તારે એકલાએ બોજ ઊંચકવો પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્માં આપ્યો છે તેમાંથી લઈને હું એ લોકોને આપીશ તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, પછી તારે એકલાએ તે ભાર સહન કરવો પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 11:17
32 Iomraidhean Croise  

માણસોના પુત્રો આ જે શહેર અને બુરજ બાંધતા હતા તે જોવા પ્રભુ નીચે ઊતરી આવ્યા.


અબ્રાહામ સાથે વાત પૂરી કરીને ઈશ્વર તેની પાસેથી ગયા.


અબ્રામે ભૂમિ પર માથું ટેકવીને પ્રભુને પ્રણામ કર્યા. ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે આ કરાર કરું છું: તું ઘણી પ્રજાઓનો પૂર્વજ થશે.


પછી અબ્રાહામ સાથે વાત પૂરી કરીને પ્રભુ ચાલ્યા ગયા અને અબ્રાહામ પોતાના તંબુએ પાછો આવ્યો.


યરીખોમાંથી આવેલા પચાસ સંદેશવાહકો તેને જોઈને બોલ્યા, “એલિશા પર એલિયાનો આત્મા ઊતર્યો છે!” તેઓ તેને મળવા આવ્યા અને ભૂમિ પર શિર નમાવીને તેને પ્રણામ કર્યાં.


ત્યાં એલિયાએ એલિશાને કહ્યું, “હું તારી પાસેથી ઊંચકાઈ જાઉં તે પહેલાં મારી પાસે તારી શી માગણી છે?” એલિશાએ જવાબ આપ્યો, “મને તમારો પ્રથમજનિત પુત્ર ગણીને તમારા આત્માના પરાક્રમનો બમણો હિસ્સો આપો.”


તેમને દોરવણી આપવા માટે તમે તમારો ઉત્તમ આત્મા આપ્યો. તમે તેમને ખાવાને માન્‍ના આપ્યું અને તેમની તરસ છિપાવવા પીવાને પાણી આપ્યું.


કારણ, આ રીતે તો તું તથા આ લોકો જલદી થાકી જશો. તારા એકલાથી આ કામનો બોજ ઉપાડી શકાય નહિ અને તું એકલો આટલું બધું કામ કરી શકે નહિ.


તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરે. પ્રત્યેક અઘરો પ્રશ્ર્ન તેઓ તારી પાસે લાવે; પરંતુ નાના નાના પ્રશ્ર્નોનો તો તેઓ પોતે જ ન્યાય કરે. આમ, તારું કામ સરળ બનશે.


અને ત્રીજા દિવસ માટે તૈયાર થાય. કારણ, તે દિવસે લોકો મને જુએ એ રીતે હું પર્વત પર ઊતરીશ.


પ્રભુ સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યા અને મોશેને પર્વતના શિખર પર બોલાવ્યો. તેથી મોશે પર્વત પર ચડી ગયો.


ત્યારે પ્રભુ ત્યાં વાદળામાં નીચે ઊતર્યા, તેની સાથે ઊભા રહ્યા અને પોતાનું પવિત્ર નામ યાહવે ઉચ્ચાર્યું.


કારણ, હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર વરસાદ વરસાવીશ. હું તારાં સંતાન પર મારો આત્મા રેડીશ અને તારા વંશજો પર આશિષની વૃષ્ટિ કરીશ.


ત્યારે તેમના લોકે ભૂતકાળને સંભાર્યો. પ્રભુના સેવક મોશે અને તેની સાથેના લોકોના દિવસો યાદ કરતાં કહ્યું, “પોતાના લોકને તેમના ઘેટાંપાલકો સહિત સમુદ્રમાં થઈને દોરી જનાર ક્યાં છે? તેમની વચમાં પોતાનો પવિત્ર આત્મા રાખનાર કયાં છે?


આખરી દિવસોમાં એમ થશે કે હું સર્વ માનવજાત પર મારો આત્મા રેડી દઇશ; તમારા પુત્રો અને પુત્રીઓ મારો સંદેશ પ્રગટ કરશે; તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, અને તમારા જુવાનોને સંદર્શનો થશે.


ત્યાર પછી પ્રભુ વાદળમાં ઊતરી આવ્યા અને મોશે સાથે વાત કરી. તેમણે મોશેને આપેલો આત્મા સિત્તેર આગેવાનો સાથે પણ વહેંચ્યો. આત્મા તેમના પર ઊતર્યો એટલે તેઓ સંદેશવાહકની જેમ પ્રવચન કરવા લાગ્યા; પણ લાંબા સમય સુધી તેમણે એમ કર્યું નહિ.


તેઓ ત્રણે જણ ત્યાં ગયાં. પ્રભુ વાદળના સ્થંભમાં ઊતરી આવ્યા અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે આરોન અને મિર્યામને બોલાવ્યાં એટલે તે બંને જણ આગળ ગયાં.


તેથી હું તેની સાથે મોંઢામોંઢ વાત કરું છું. હું તેની સાથે રહસ્યભરી નહિ, પણ સ્પષ્ટ વાત કરું છું. તેણે મારું સ્વરૂપ પણ જોયું છે. તો પછી મારા સેવક મોશેની વિરૂધ ટીકા કરતાં તમને સંકોચ કેમ ન થયો?”


પ્રભુએ મોશેને કહ્યું, “નૂનના પુત્ર યહોશુઆને બોલાવ. તેનામાં મારો આત્મા છે, તેના માથા પર તારો હાથ મૂક.


જ્યારે મોશે પ્રભુની સાથે વાત કરવાને મુલાકાતમંડપમાં અંદર ગયો ત્યારે તેણે પાંખવાળા બે કરૂબોની વચ્ચે આવેલી સાક્ષ્યલેખની કરારપેટી ઉપરના ઢાંકણ એટલે દયાસન પરથી પ્રભુની વાણી સાંભળી, અને પ્રભુ તેની સાથે બોલ્યા.


સ્વર્ગમાં જ જેનો વાસ છે અને જે સ્વર્ગમાંથી ઊતરી આવેલ છે તે માનવપુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ચઢયું નથી.”


ઈસુમાં વિશ્વાસ મૂકનારાઓને મળનાર પવિત્ર આત્માને લક્ષમાં રાખીને તેમણે આ વાત કહી. તે સમયે પવિત્ર આત્મા આપવામાં આવ્યો ન હતો, કારણ, ઈસુ હજી મહિમાવંત કરાયા ન હતા.


જો તમારામાં ઈશ્વરનો આત્મા વસતો હોય, તો તમે માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્મા પ્રમાણે જીવો છો. જેની પાસે ખ્રિસ્તનો આત્મા નથી, તે ખ્રિસ્તનો નથી.


આપણને આ દુનિયાનો આત્મા નહિ, પણ ઈશ્વરની મારફતે મોકલવામાં આવેલો પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે; જેથી ઈશ્વરે આપણને જણાવેલી વાત આપણે જાણી શકીએ છીએ.


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો.


એવા જ લોકો ભાગલા પાડનાર, વિષયવાસનાઓના ગુલામ અને પવિત્ર આત્મા રહિત છે.


એ જ સમયે પ્રભુનો આત્મા તારો કબજો લેશે. તું તેમની સાથે નાચવામાં જોડાઈને ગાનતાનમાં તલ્લીન થઈ જઈશ અને બદલાઇ જઇને જુદી જ વ્યક્તિની જેમ વર્તીશ.


Lean sinn:

Sanasan


Sanasan