Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 10:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ મોશેને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ મૂસાને કહ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 10:1
20 Iomraidhean Croise  

તેમણે કહ્યું, “સાહેબ, અમે બાર ભાઈઓ છીએ. કનાન દેશના એક જ માણસના દીકરાઓ છીએ. સૌથી નાનો દીકરો અત્યારે અમારા પિતા સાથે છે, અને બીજો ભાઈ હયાત નથી.”


એ સર્વ લેઆહનાં સંતાનો છે, તે બધા તેને યાકોબથી મેસોપોટિમિયામાં જન્મ્યા હતા. વળી, તેની પુત્રી દીના હતી. એકંદરે તેમના પુત્રો-પુત્રીઓની સંખ્યા તેત્રીસની હતી.


એમ દાવિદ તથા સર્વ ઇઝરાયલીઓ જયજયકારના પોકાર અને રણશિંગડાના નાદ સાથે ઈશ્વરની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા.


પ્રણાલિકા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વારે સ્તંભ પાસે તેણે નવા રાજાને ઊભેલો જોયો. અધિકારીઓ અને રણશિંગા ફૂંકનારા રાજાની ચારે બાજુ ઊભા હતા અને લોકો હર્ષના પોકાર કરતા હતા અને રણશિંગાં વગાડતા હતા. અથાલ્યાએ દુ:ખમાં પોતાનાં વસ્ત્ર ફાડી મોટે અવાજે બોલી ઊઠી, “દગો! દગો!”


ત્યાં તેણે રાજાઓ માટેના નિયત કરેલ સ્તંભ પાસે નવા રાજાને જોયો. સેનાધિકારીઓ અને રણશિંગડાં વગાડનારા રાજાની ચારે બાજુ ઊભા હતા. સર્વ લોકો જયનાદ પોકારતા હતા અને રણશિંગડાં ફૂંક્તા હતા. મંદિરના ગાયકો પણ ગાયનવાદનથી સ્તુતિ કરી રહ્યા હતા. તેણે “દગો! દગો!” એવી બૂમો પાડતાં આક્રોશમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં.


યજ્ઞકારો તેમને ફાળવેલા નિયત સ્થાનોએ ઊભા હતા, જ્યારે તેમની સંમુખ લેવીઓ દાવિદ રાજાએ પૂરાં પાડેલાં વાજિંત્રો સાથે પ્રભુની સ્તુતિ કરતા અને દાવિદના આદેશ પ્રમાણે “પ્રભુનો પ્રેમ સનાતન છે” એવું સ્તોત્ર ગાતા ઊભા હતા. યજ્ઞકારો રણશિંગડાં ફૂંક્તા હતા અને સર્વ ઇઝરાયલી લોકો ઊભા હતા.


તેમણે મંદિરનો પાયો નાખ્યો તે વખતે યજ્ઞકારો પોતાના ઝભ્ભા પહેરીને અને હાથમાં રણશિંગડાં લઈને પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા. આસાફના ગોત્રના લેવીપુત્રો ઝાંઝ લઈને ઊભા હતા. દાવિદ રાજાએ આપેલી સૂચના પ્રમાણે તેમણે પ્રભુની સ્તુતિ કરી.


ઈશ્વર વિજયના પોકાર સહિત પોતાના રાજ્યાસન પર ચઢે છે; પ્રભુ રણશિંગડાના અવાજ સાથે સિંહાસન પર બિરાજે છે.


ચાંદ્રમાસના પ્રથમદિને અને પૂર્ણિમાના દિવસે એટલે, સાતમા માસના પવિત્ર પર્વના દિવસોએ ઉજવણીરૂપે રણશિગડું વગાડો.


તૂરી અને રણશિંગડાના નાદ સાથે, આપણા રાજા પ્રભુની હજુરમાં હર્ષનાદ કરો.


બીજા બધા ઇઝરાયલી લોકોએ પોતપોતાના સૈન્ય પ્રમાણે અને પોતાની ટુકડી પ્રમાણે વજ પાસે તંબૂ ઊભા કરવા.


“તું ચાંદીમાંથી ઘડીને બે રણશિંગડાં બનાવ. લોકોને એકત્ર કરવા અને પડાવ ઉપાડવાના કામ માટે તેમનો ઉપયોગ કર.


“સાતમા મહિનાને પ્રથમ દિવસે ભક્તિ માટે તમારે ભક્તિસંમેલન રાખવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ. તે દિવસે તમારે રણશિંગડાં વગાડવાં.


ત્યાર પછી જે મુખ્ય આગેવાનો વસતીગણતરીના કાર્ય માટે ઇઝરાયલીઓના કુટુંબોમાંથી પસંદ કરેલા હતા,


પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓ પડાવ નાખતા અને પ્રભુની આજ્ઞા થતાં જ તેઓ પડાવ ઉઠાવતા.


મોટું રણશિંગડું વગાડવામાં આવશે અને પૃથ્વીની ચારે દિશામાં તે પોતાના દૂતોને મોકલશે. તેઓ ક્ષિતિજના એક છેડેથી શરૂ કરીને બીજા છેડા સુધી જઈને ઈશ્વરના પસંદ કરેલા લોકોને એકત્ર કરશે.


સાત યજ્ઞકારો પોતાની સાથે રણશિંગડાં લઈને કરારપેટીની આગળ ચાલે. સાતમે દિવસે યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હોય ત્યારે તારે અને તારા સૈનિકોએ કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરવી.


તે પછી મેં ઈશ્વરની સમક્ષ ઊભા રહેનાર સાત દૂતોને જોયા. તેમને સાત રણશિંગડાં આપવામાં આવ્યાં હતાં.


બીજી બે ટુકડીઓએ પણ તે જ પ્રમાણે કર્યું. તેઓ સૌએ તેમના ડાબા હાથમાં દીવા અને જમણા હાથમાં રણશિંગડાં રાખીને પોકાર કર્યો, “પ્રભુને માટે અને ગિદિયોનને માટે તલવાર!”


Lean sinn:

Sanasan


Sanasan