Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 1:54 - પવિત્ર બાઇબલ C.L.

54 તેથી ઇઝરાયલી લોકોએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે બધું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 ઇઝરાયલિ લોકોએ એ પ્રમાણે કર્યું. યહોવાએ જે સર્વ આજ્ઞા મૂસાને આપી હતી, તે પ્રમાણે તેઓએ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

54 યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે સર્વ આજ્ઞાઓનો અમલ ઇસ્રાએલીઓએ બરાબર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 1:54
17 Iomraidhean Croise  

પછી તેઓ ત્યાંથી ગયા અને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેમણે કર્યું.


મુલાકાતમંડપનું સઘળું કાર્ય છેવટે પૂર્ણ થયું. પ્રભુએ મોશેને આપેલ આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ સર્વ વસ્તુઓ બનાવી.


મોશેએ સર્વ વસ્તુઓ તપાસી જોઈ અને તેણે જોયું કે તેમણે સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું હતું. તેથી મોશેએ તેમને આશિષ આપી.


મોશેએ સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ સિનાઈના રણપ્રદેશમાં તેમની વસતીગણતરી કરી.


પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.”


પ્રભુએ મોશે અને આરોનને આવી સૂચનાઓ આપી:


તેથી પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું. પોતપોતાના વજ પ્રમાણે તેઓ પડાવ નાખતા અને કૂચ કરતી વખતે પોતપોતાના ગોત્ર પ્રમાણે કુટુંબ સાથે ચાલી નીકળતા.


સલોફહાદની દીકરીઓએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું. માહલા, તિર્સા, હોગ્લા, મિલ્કા અને નોઆએ પોતાના કાકાના પુત્રોની સાથે લગ્ન કર્યાં.


તેથી મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજે લેવીઓને પ્રભુની આજ્ઞા પ્રમાણે સમર્પિત કર્યા.


જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહે, પછી એ બે દિવસ હોય, મહિનો હોય કે તેથી વધુ સમય હોય; ત્યાં સુધી ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા નહિ. વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા.


તેથી પ્રથમ મહિનાના ચૌદમા દિવસની સાંજથી સિનાઈના રણપ્રદેશમાં તેમણે પાસ્ખાપર્વ પાળ્યું. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે ઇઝરાયલીઓએ પર્વ પાળ્યું.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


હું તમને જે જે આજ્ઞાઓ આપું છું તે સર્વનું તમારે કાળજીપૂર્વક પાલન કરવું; તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.


શમુએલે કહ્યું, “પ્રભુ દહિનબલિ અને બલિદાનોથી પ્રસન્‍ન થાય છે કે તેમની વાણી પળાયાથી થાય છે? સાચે જ, બલિદાન કરતાં આજ્ઞાપાલન વિશેષ સારું છે અને ઘેટાંની ચરબીના અર્પણ કરતાં ઈશ્વરની વાણી પળાય તે વિશેષ યોગ્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan