ઇઝરાયલી કુળો પરના વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રૂબેનના કુળનો વહીવટદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર હતો. શિમયોનના કુળનો વહીવટદાર માખાનો પુત્ર શફાટયા હતો. લેવીના કુળનો વહીવટદાર કમૂએલનો પુત્ર હશાબ્યાહ હતો. આરોનના કુળનો સાદોક હતો. યહૂદાના કુળનો વહીવટદાર દાવિદ રાજાનો ભાઈ એલીહૂ હતો. ઇસ્સાખારના કુળનો વહીવટદાર મિખાયેલનો પુત્ર ઓમ્રી હતો. ઝબુલૂનના કુળનો વહીવટદાર ઓબાદ્યાનો પુત્ર ઈશ્માયા હતો. નાફતાલીના કુળનો વહીવટદાર આઝિયેલનો પુત્ર યરીમોથ હતો. એફ્રાઈમના કુળનો વહીવટદાર અઝાઝિયાનો પુત્ર હોશિયા હતો. પશ્ર્વિમ મનાશ્શાના કુળનો વહીવટદાર પદાયાનો પુત્ર યોએલ હતો. ગિલ્યાદમાં પૂર્વ મનાશ્શાના કુળનો વહીવટદાર ઝખાર્યાનો પુત્ર ઈદ્દો હતો. બિન્યામીનના કુળનો વહીવટદાર આબ્નેરનો પુત્ર યાસીએલ હતો. દાનના કુળનો વહીવટદાર યરોહામનો પુત્ર અઝારેલ હતો.