Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 1:20 - પવિત્ર બાઇબલ C.L.

20-46 યાકોબના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળથી શરૂ કરીને વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષો જેઓ લશ્કરમાં જોડાવાને લાયક હતા તેમનાં નામ પ્રમાણે ગોત્ર અને કુટુંબવાર નોંધણી કરવામાં આવી. તેમની કુલ સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ સંખ્યા રૂબેન 46,500 શિમયોન 59,300 ગાદ 45,650 યહૂદા 74,600 ઇસ્સાખાર 54,400 ઝબુલૂન 57,400 યોસેફના કુળ: (૧) એફ્રાઈમ 40,500 (૨) મનાશ્શા 32,200 બિન્યામીન 35,400 દાન 62,700 આશેર 41,500 નાફતાલી 53,400 કુલ સંખ્યા: 603,550 મોશે, આરોન તથા પ્રત્યેક ગોત્રના પ્રતિનિધિ તરીકે મદદમાં આવેલા બાર આગેવાનોએ આ ગણતરી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓનાં નામની સંખ્યા‍ પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રુબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લશ્કરમાં જોડાવા શક્તિમાન હતા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની છેવટની સંખ્યા નોંધવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 1:20
8 Iomraidhean Croise  

લેઆહ ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે કહ્યું, “પ્રભુએ મારું દુ:ખ જોયું છે; હવે જરૂર મારા પતિ મારા પર પ્રેમ કરશે.” એટલે તેણે તેનું નામ રૂબેન (જુઓ, પુત્ર) પાડયું.


યાકોબને બાર પુત્રો હતા. લેઆહથી થયેલા પુત્રો: સૌથી જયેષ્ઠ પુત્ર રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર અને ઝબુલૂન.


રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી


ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના વંશજો: (તે જ સૌથી મોટો પુત્ર હતો; પણ તેણે પોતાના પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો તેથી પ્રથમજનિત પુત્ર તરીકેનો પોતાનો હક્ક તેણે ગુમાવ્યો, અને એ હક્ક યોસેફના પુત્રોને આપવામાં આવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan