નહેમ્યા 9:6 - પવિત્ર બાઇબલ C.L.6 પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમે એકલા, હા, તમે એકલા જ યહોવા છો. આકાશ, આકાશોનું આકાશ, તથા તેઓનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરનાં સર્વ પ્રાણીપદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તમે ઉત્પન્ન કર્યા છે, તમે તે સર્વનું રક્ષણ કરો છો; અને આકાશનું સૈન્ય તમને ભજે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમે જ એક માત્ર યહોવાહ છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તું જ એક માત્ર યહોવા છે, તેં આકાશ અને સૌથી ઉંચુ સ્વર્ગ, તારા, પૃથ્વી અને જે બધી વસ્તુ તેમાં છે, અને સમુદ્ર અને તેમાં જે બધું છે, તેં બધું બનાવ્યું. બધાંને જીવતા રાખ્યાં છે, અને આકાશના તારાઓ પણ તને નમન કરે છે! Faic an caibideil |